________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
અને સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવોનું અવ્યવહારીપણું પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયથી સ્પષ્ટ જ પ્રતીત થાય છે, કેમ કે લોકદષ્ટિપથમાં આવેલા જ વ્યવહારી જીવોના વ્યવહારિત્વનું કથન છે=પ્રજ્ઞાપનાવૃત્તિમાં કથન છે. અન્યથા=લોકદષ્ટિપથમાં આવેલા પૃથ્વી આદિ જીવોનું વ્યવહારીપણું ન હોય તો પ્રત્યેકશરીરીઓ વ્યવહારી છે. એ પ્રમાણે જ વૃત્તિકાર કહેત. અને જે કેવલ નિગોદ જીવોથી નીકળીને પૃથ્વીકાયાદિમાં વર્તે છે ઈત્યાદિ કહેવાયું=પ્રજ્ઞાપનાવૃત્તિમાં કહેવાયું, તે સૂક્ષ્મ પૃથ્વી આદિ જીવોનું અસંખ્યપણું હોવાથી અલ્પપણું હોવાથી અવ્યવહારરાશિના જીવો કરતાં અલ્પપણું હોવાથી અથવા અવશ્યભાવિ વ્યવહારીપણું હોવાથી=નજીકમાં વ્યવહારી થનારા હોવાથી, એ પ્રમાણે સંભાવના કરાય છે, વળી સમ્યમ્ નિશ્ચય બહુશ્રુત ગમ્ય છે.
અને આ રીતે-પૂર્વમાં સ્થાપન કર્યું કે સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ અને નિગોદના જીવો અવ્યવહારરાશિવાળા છે એ રીતે, અસાંવ્યવહારિક જીવો સૂક્ષ્મ પૃથ્વીમાં અને નિગોદમાં સર્વકાલ ગતિ-આગતિ કરે છે તે પ્રમાણે પ્રાપ્ત થયું. અને આ રીતે=સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ અને લિગોદતા જીવો અવ્યવહારરાશિવાળા છે એમ પૂર્વમાં સિદ્ધ કર્યું એ રીતે, ત્યાં જે અનાદિ સૂક્ષ્મનિગોદથી નીકળીને શેષ જીવોમાં ઉત્પન્ન થાય છે તેઓ પૃથ્વી આદિ વ્યવહારના યોગવાળા હોવાથી સાંવ્યવહારિક છે. જેઓ વળી અનાદિકાળથી માંડીને સૂક્ષ્મનિગોદમાં જ રહે છે તેઓ તેવા પ્રકારના વ્યવહારથી અતીત હોવાથી અસંવ્યવહારિક છે. એ પ્રકારે પ્રવચનસારની વૃત્તિમાં પણ અનાદિ સૂક્ષ્મ જીવો અવ્યવહારી છે. એ પ્રકારના કથનમાં સૂક્ષ્મ એવા પૃથ્વી આદિ ચાર અને નિગોદ સૂક્ષ્મ-બાબર સાધારણ વનસ્પતિ, આદિ વિદ્યમાન નથી જેઓને તે અનાદિ=અપ્રાપ્ત, વ્યવહારરાશિવાળા છે એ પ્રકારનો અર્થ છે. અને તે રીતે=નવીન કલ્પના કરનાર પૂર્વપક્ષીએ અનાદિ સૂક્ષ્મનિગોદતો જે સમાસ બતાવ્યો તે રીતે સૂક્ષ્મ અને નિગોદના જીવો એમ હૃદ્ધ અને અનાદિ એવા સૂક્ષ્મનિગોદના જીવો એમ કર્મધારય સમાસ વિધિ જાણવી; કેમ કે સર્વત્ર પણ અનાદિ સૂક્ષ્મનિગોદ જીવો એ સામાસિક પદમાં સર્વત્ર કર્મધારય સમાસ કરવામાં બાદરનિગોદના જીવોની વ્યવહારિત્વની પ્રાપ્તિમાં ઉક્ત આગમતા બાધનો પ્રસંગ છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. ભાવાર્થ -
નવીન કલ્પના કરનારે અભવ્ય જીવોને અવ્યવહારરાશિવાળા સ્વીકાર્યા છે અને તેના સ્થાપન માટે પ્રજ્ઞાપનાવૃત્તિનો પાઠ આપીને સ્થાપન કર્યું કે વ્યવહારરાશિવાળા જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત સંસારમાં રહે છે, ત્યાર પછી અવશ્ય સિદ્ધ થાય છે. અભવ્યો અનંત પુદ્ગલપરાવર્ત સુધી સંસારમાં જ રહેનાર છે માટે વ્યવહારરાશિવાળા નથી. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
વ્યવહારરાશિવાળા જીવો આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત પછી અવશ્ય સિદ્ધ થાય છે. આથી જ બાદરનિગોદના જીવોને અવ્યવહારરાશિવાળા સ્વીકારવા જોઈએ. જો બાદરનિગોદના જીવોને અવ્યવહારરાશિવાળા ન સ્વીકારવામાં આવે તો બાદરનિગોદના જીવોથી સિદ્ધના જીવોને અનંતગુણા માનવાનો પ્રસંગ આવે. અહીં પ્રશ્ન થાય કે બાદરનિગોદના જીવોને વ્યવહારરાશિવાળા સ્વીકારીએ તો