________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
ભાવાર્થ:
નવીન કલ્પના કરનાર પૂર્વપક્ષીએ અભવ્યને અવ્યવહા૨ી સ્વીકારીને અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે તેમ સ્થાપન ક૨વા માટે પૂર્વે અનુમાન કરેલ. તેમાં ગ્રંથકારશ્રીએ દોષો આપીને કહ્યું કે વ્યવહારરાશિવાળા પણ જીવો અનંત પુદ્ગલપરાવર્ત સંસારમાં રહી શકે છે. તેમ શાસ્ત્રથી સિદ્ધ થાય છે. માટે સંસારમાં અનંત પુદ્ગલપરાવર્ત રહેનાર હોવાથી અભવ્યો અવ્યવહારરાશિવાળા છે તેમ કહી શકાય નહિ.
૯૩
ત્યાં ‘નનુ’થી પૂર્વપક્ષી કહે છે – પ્રજ્ઞાપનાવૃત્તિમાં સ્પષ્ટ અક્ષર છે કે ‘વ્યવહા૨૨ાશિવાળા જીવોનો ઉત્કૃષ્ટ કાળ આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત છે, ત્યાર પછી તેઓ અવશ્ય સિદ્ધ થાય છે'. અભવ્યના જીવો આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળા છે; કેમ કે અભવ્યના જીવો મોક્ષમાં ક્યારેય જતા નથી, માટે અનંત પુદ્ગલપરાવર્ત સંસારમાં રહે છે. તેથી અભવ્યને અવ્યવહા૨રાશિવાળા જ સ્વીકારવા જોઈએ. જો અભવ્યને અવ્યવહારરાશિવાળા ન સ્વીકારીએ તો પ્રજ્ઞાપનાવૃત્તિના પાઠ પ્રમાણે અસંખ્ય પુદ્ગલપરાવર્તકાળ પસાર કર્યા પછી અભવ્યનું સિદ્ધિગમન થાય છે તેમ સ્વીકારવું પડે. જો અસંખ્યપુદ્ગલપરાવર્ત પછી પણ તેઓ મોક્ષમાં ન જાય તો વ્યવહા૨૨ાશિવાળા એવા અભવ્યો ફરી અવ્યવહા૨રાશિવાળા થવા જોઈએ અને વ્યવહા૨ાશિવાળામાં આવેલા જીવો અવ્યવહારરાશિવાળા થઈ શકે નહિ. તેથી અભવ્યોને અવ્યવહા૨૨ાશિવાળા સ્વીકા૨વા જોઈએ અને અભવ્યના જીવો અવ્યવહા૨૨ાશિવાળા સિદ્ધ થાય તો પૂર્વપક્ષીએ પૂર્વમાં અનુમાન કરેલ કે અભવ્યો અવ્યક્ત મિથ્યાત્વવાળા છે; કેમ કે અવ્યવહારી છે. તે અનુમાનથી પૂર્વપક્ષને સંમત એવું અવ્યક્ત મિથ્યાત્વ અભવ્યમાં સિદ્ધ થાય.
અહીં પ્રશ્ન થાય કે પ્રજ્ઞાપનાવૃત્તિના આપેલા પાઠમાં ક્યાંય એવું કહ્યું નથી કે વ્યવહા૨૨ાશિવાળા જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત સ્થિતિવાળા છે અને ત્યાર પછી અવશ્ય મોક્ષને પામે છે. તેથી પૂર્વપક્ષીએ પ્રજ્ઞાપનાવૃત્તિના પાઠમાંથી તેવો અર્થ કઈ રીતે ગ્રહણ કર્યો ?
તેનું તાત્પર્ય એ છે કે પ્રજ્ઞાપનામાં વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે ? એ બતાવતાં કહ્યું કે વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાળ આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત છે. તે વચનમાં પ્રજ્ઞાપનાની વૃત્તિમાં નન્નુથી શંકા કરી કે આ રીતે સ્વીકારવાથી મરુદેવા માતા, મરુદેવાના ભવ પૂર્વે સદા વનસ્પતિભાવમાં હતાં ઇત્યાદિ સર્વ કથનો શાસ્ત્રમાં સંભળાય છે તે સંગત થશે નહિ. તેના ઉત્તરરૂપે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં કહ્યું જીવો બે પ્રકારના છે : સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક, જેઓ અસંવ્યવહારિક છે તેઓ અનાદિકાળથી વનસ્પતિમાં જ છે. માટે મરુદેવાદિ અત્યંત વનસ્પતિ હતાં ઇત્યાદિ કથનનો વિરોધ આવશે નહિ. પ્રજ્ઞાપનામાં જે વનસ્પતિના જીવોમાં ઉત્કૃષ્ટકાળ આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત કહેલ છે તે સાંવ્યવહારિકરાશિની અપેક્ષાએ છે એ પ્રકારે અર્થથી ફલિત થાય છે. તેને ગ્રહણ કરીને પૂર્વપક્ષીએ નક્કી કરેલ છે કે વ્યવહા૨૨ાશિવાળા જીવો અસંખ્ય પુદ્ગલપરાવર્ત સુધી સંસારમાં રહે છે ત્યાર પછી અવશ્ય સિદ્ધિને પામે છે.