________________
૯૧
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
“જો સંખ્યાતીત પુદ્ગલપરાવર્ત અસંખ્યાત પુદ્ગલપરાવર્ત, વનસ્પતિનો કાળ છે=વનસ્પતિનો કાયસ્થિતિનો કાળ છે, તો અત્યંત વનસ્પતિનો જીવ મરુદેવી કેવી રીતે હોય? અથવા કેવી રીતે વનસ્પતિનું અનાદિપણું થાય ? અર્થાત્ થાય નહિ. કેમ થાય નહીં ? તે સ્પષ્ટ કરે છે –
આ જ હેતુથી=વનસ્પતિનો કાયસ્થિતિકાળ ઉત્કૃષ્ટથી અસંખ્યાત પુદ્ગલપરાવર્તે છે એ જ હેતુથી, વનસ્પતિનું અનાદિત્વ ન થાય, એમ અવય છે. જે કારણથી અસંખ્યાતા પુદ્ગલપરાવર્તે ત્યાં=વનસ્પતિમાં, અવસ્થાન છે તે કારણથી આટલા કાળ વડે સર્વ પણ વનસ્પતિના જીવો સ્થિતિકાળના અંતે કાયપલટને કરે છે–વનસ્પતિકાયથી અન્ય કાયને પ્રાપ્ત કરે છે, જે પ્રમાણે સુરાદિ. વળી, આ રીતે =વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્યયુગલપરાવર્ત છે એ રીતે, વનસ્પતિ જીવોનું આગમમાં નિર્લેપન પ્રતિષિદ્ધ છે=વનસ્પતિ જીવો સર્વ વનસ્પતિમાંથી નીકળીને અન્ય કાર્યમાં જાય તે પ્રકારનું નિર્લેપન પ્રતિષિદ્ધ છે તે પણ હવે પ્રસક્ત છે. કેવી રીતે વનસ્પતિનું નિર્લેપન હમણાં પ્રસક્ત છે ? એ પ્રમાણે કોઈ કહે તો જવાબ આપે છે –
અહીં=સંસારમાં, પ્રતિસમય વનસ્પતિથી અસંખ્યાતા જીવો ઉદવર્તન પામે છે=વનસ્પતિકાયથી અન્ય કાયમાં જાય છે અને વનસ્પતિના જીવોની કાયસ્થિતિનું પરિમાણ અસંખ્યાત પુદ્ગલપરાવર્ત છે. તેથી અસંખ્ય પુદ્ગલપરાવર્તના જેટલા સમયો છે. તે સમયોથી અભ્યસ્ત ગુણાકાર કરાયેલા, એક સમયમાં નીકળેલા જીવો=વનસ્પતિમાંથી એક સમયમાં નીકળેલા જીવો, જેટલા થાય છે તેટલું પરિમાણ=તેટલી સંખ્યા પ્રમાણ, વનસ્પતિ પ્રાપ્ત થાય. તેથી પ્રતિનિયત પરિમાણપણું હોવાથી=વનસ્પતિના જીવોનું અનંત સંખ્યા હોવા છતાં પણ પ્રતિનિયત પરિમાણપણું હોવાથી, નિર્લેપન સિદ્ધ છે=વર્તમાનમાં રહેલા વનસ્પતિના જીવોનું સર્વ વનસ્પતિમાંથી નીકળીને અન્ય કાર્યમાં જવારૂપ નિર્લેપન સિદ્ધ છે; કેમ કે પ્રતિનિયત પરિમાણપણું છે=વનસ્પતિના જીવોનું પ્રતિનિયત પરિમાણપણું છે. આ રીતે જતાકાળથી સર્વ ભવ્યોની સિદ્ધિ પણ પ્રસક્ત છે અને તેની પ્રસક્તિમાં=સર્વ ભવ્ય જીવોની સિદ્ધિની પ્રસક્તિમાં, મોક્ષમાર્ગનો વ્યવચ્છેદ પણ પ્રસક્ત છે; કેમ કે સર્વ ભવ્ય જીવોના સિદ્ધિગમન પછી અન્યના સિદ્ધિગમનનો અયોગ છે.
અને વિશેષણવતીમાં કહ્યું છે – “કાયસ્થિતિના કાળથી=વનસ્પતિકાયના જીવોની કાયસ્થિતિના કાળથી, તેઓનું વનસ્પતિના જીવોનું, અસંખ્યયતાના અપહારથી=પ્રતિસમય વનસ્પતિના જીવોનું અન્ય કાયસ્થિતિમાં ગમનરૂપ અસંખ્યયતાના અપહારથી, નિર્લેપન પ્રાપ્ત થયું. અને સર્વ ભવ્યોની સિદ્ધિ પણ છે.” “પ્રતિસમય અસંખ્યાતા જે કારણથી ઉદ્વર્તન પામે છે=વનસ્પતિના જીવો પ્રતિસમય અસંખ્યાતા વનસ્પતિભાવને છોડીને અન્ય ભાવને પામે છે. તે કારણથી તેનાથી અભ્યસ્ત=પ્રતિસમય ઉદ્વવર્તન પામતા અસંખ્યાતની સંખ્યાથી ગુણિત, કાયસ્થિતિના સમયો વનસ્પતિનું પરિમાણ છે.” અને આ નથી=વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્યકાળ સ્વીકારવાને કારણે જે દોષો બતાવ્યા તે પ્રમાણે સ્વીકાર નથી; કેમ કે વનસ્પતિના અનાદિત્વનું, નિર્લેપનના પ્રતિષેધનું, સર્વભવ્યની અસિદ્ધિનું અને મોક્ષપથના અવ્યવચ્છેદનું સિદ્ધાંતમાં તે તે સ્થાનમાં અભિધાન છે.
પૂર્વના શંકાકારના કથનથી એ ફલિત થયું કે વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાળ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત સ્વીકારીએ તો જે શંકા કરી તે સર્વ દોષોની આપત્તિ છે અને વનસ્પતિનું અનાદિપણું