________________
૮૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ ઉત્કૃષ્ટવનસ્પતિનો કાલ પણ પ્રવચનમાં વ્યાવહારિક જીવોની અપેક્ષાથી જ કહેવાયો છે. તે આ પ્રમાણે –
“વનસ્પતિકાયિકોના વિષયમાં પૃચ્છા-જઘન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ=કાલથી અનંતા ઉત્સર્પિણીઅવસપિણીકાલ, ક્ષેત્રથી-અનંતા લોકાકાશ પ્રમાણ અસંખ્ય પગલપરાવર્તકાળ.' આને જ આશ્રયીને વનસ્પતિનો કાળ અને વ્યવહારરાશિવાળા જીવોનો કાળ ઉત્કૃષ્ટ અસંખ્ય પુદ્ગલપરાવર્ત છે એને જ આશ્રયીને, અમારા વડે નવીન કલ્પના કરનાર પૂર્વપક્ષી વડે, કહેવાયું છે –
વ્યવહારરાશિના જે જીવોનો સંસાર ઉત્કૃષ્ટ હોય તેઓને નિયમથી આવલિકાના અસંખ્યભાગ સમાન પુદ્ગલપરાવર્ત જેટલો હોય છે.” એ પ્રકારનો અમારો=પૂર્વપક્ષીનો, મત અદુષ્ટ જ છે.
આ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – આ પણ=વ્યવહારરાશિવાળા જીવોને આવલિકાના અસંખ્યાત ભાગ સમાન પુદ્ગલપરાવર્ત ઉત્કૃષ્ટથી સંસાર હોય છે એ પણ, એકાંતે નથી; કેમ કે અનંત પુગલપરાવર્તકાળ સ્થાયીપણાથી જે જીવો અનંત પુદ્ગલપરાવર્તકાળ સુધી સંસારમાં રહેનારા છે તે સ્વરૂપે, અવ્યવહારિત્વની અસિદ્ધિ છે=તે જીવો અવ્યવહારી છે તેની અસિદ્ધિ છે.
અહીં પ્રશ્ન થાય કે જેઓ અનંત પુદ્ગલપરાવર્તકાળ સંસારમાં રહે છે તેઓ વ્યવહારી નથી, તે કથન તો કાયસ્થિતિ સ્તોત્રના વચનથી સિદ્ધ થાય છે, તેથી તેઓમાં અવ્યવહારિત્વની સિદ્ધિ નથી તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
વ્યાવહારિક જીવોને પણ આવલિકાના અસંખ્ય પુદ્ગલપરાવર્તથી અંતરિત ઘણા ભવોના ભ્રમણ દ્વારા અનંત પુદ્ગલપરાવર્તનો પણ સંભવ છે. સંગ્રહણીની વૃત્તિમાં તે અસંખ્યભાગ પુદ્ગલપરાવર્તથી અંતરિત ઘણા ભવોના ભ્રમણ દ્વારા અનંત પુદ્ગલપરાવર્તપરિભ્રમણ વ્યવહારરાશિવાળા જીવોને થઈ શકે છે. તેનું કહેવાયું છે –
“નિગોદમાં વર્તતા આ જીવો બે પ્રકારના છે. સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક. ત્યાં નિગોદમાં, વર્તતા બે પ્રકારના જીવોમાં, જેઓ સાંવ્યવહારિક છે તેઓ નિગોદથી નીકળીને શેષ જીવરાશિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી શેષ જીવરાશિમાંથી, ઉદ્વર્તન કરીને કેટલાક ફરી પણ નિગોદમાં આવે છે. ત્યાં પણ=નિગોદમાં આવે છે ત્યાં પણ, ઉત્કર્ષથી આવલિકાના અસંખ્યભાગ ગત સમય પ્રમાણ પુગલપરાવર્ત રહીને ફરી પણ શેષ જીવોમાં આવે છે. આ રીતે=પૂર્વે કહ્યું કે નિગોદમાંથી નીકળીને ફરી અસંખ્ય પુદ્ગલપરાવર્તકાળ નિગોદમાં રહે છે એ રીતે, ફરી ફરી સાંવ્યવહારિક જીવો ગતિ-આગતિ કરે છે.” “તિ' શબ્દ સંગ્રહણીની વૃત્તિના કથનની સમાપ્તિ માટે છે.
જે વળી અહીં=સંગ્રહણીની વૃત્તિના કથનમાં પર વડે કહેવાયું કે ફરી ફરી પરિભ્રમણમાં પણ ઉક્ત અસંખ્ય પગલપરાવર્તનો અતિક્રમ નથી જ-અવ્યવહારરાશિમાંથી નીકળીને કોઈ જીવ ફરી નિગોદમાં જાય અને ત્યાં ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત ભ્રમણ કરે અને શેષ ભવોમાં આવે અને ફરી ફરી તે રીતે પરિભ્રમણ કરે તોપણ તે જીવનું વ્યવહારરાશિમાં આવ્યા પછી