________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
“સર્વ જ જીવોના તસ્વભાવપણાના નિયોગથી=અનંતપુદ્ગલપરાવર્તપરિભ્રમણના સ્વભાવપણાના વ્યાપારથી, એઓની=અનંતપુદ્ગલપરાવર્તનોની, સંવિ ઘટે છે તેમ નીચે સાથે અન્વય છે. અહીં જ=અનંતપુદ્ગલપરાવર્તના પરિભ્રમણના સ્વભાવના વિષયમાં જ, વ્યતિરેકને કહે છે અન્યથા નહીં જ=અનંતપુદ્ગલપરાવર્ત પરિભ્રમણના સ્વભાવપણા વગર નહીં જ, એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું જોઈએ.”
-
૮.
એથી=યોગબિંદુ સૂત્રની વૃત્તિમાં ચારગતિના પરિભ્રમણરૂપે સર્વ જીવો અનંત પુદ્ગલપરાવર્ત પસાર કરે છે એમ કહ્યું એથી, વ્યાવહારિકપણામાં પણ=વ્યવહારરાશિની પ્રાપ્તિમાં પણ, અનંત પુદ્ગલપરાવર્તનો સંભવ હોવાથી તેના દ્વારા=અનંત પુદ્ગલપરાવર્તના પરિભ્રમણ દ્વારા અભવ્યોના અવ્યવહારિકત્વનું સાધન અસંગત છે એમ જાણવું.
ભાવાર્થ:
નવીન કલ્પના કરનાર અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વ માને છે. તેનું તે કથન અસંગત છે તેમ ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી અનેક રીતે સ્થાપન કર્યું. ત્યાં નવીન કલ્પના ક૨ના૨ અભવ્યોમાં અવ્યક્ત મિથ્યાત્વ સ્વીકા૨વા માટે અનુમાનનો પ્રયોગ કરે છે. ત્યાં ‘અભવ્યને' પક્ષ કરે છે, ‘અવ્યક્ત મિથ્યાત્વવાળા' એ સાધ્ય અને ‘અવ્યવહારિત્વ’ને હેતુ કરે છે, ‘સંપ્રતિપન્ન નિગોદના જીવની જેમ' એ દૃષ્ટાંત કહે છે. આ પ્રકારના અનુમાનમાં અવ્યવહારિકત્વરૂપ હેતુની સિદ્ધિ શાસ્ત્રવચનથી કરે છે. તેથી જો શાસ્ત્રવચનથી અનાદિ નિગોદના જીવોની જેમ અવ્યવહારિત્વ અભવ્યમાં સિદ્ધ થાય તો જેમ અવ્યવહા૨રાશિવાળા નિગોદના જીવો અવ્યક્ત મિથ્યાત્વવાળા છે તેમ અભવ્ય પણ અવ્યક્ત મિથ્યાત્વવાળા છે તેમ સિદ્ધ થાય.
અભવ્યના જીવો અવ્યવહા૨ી છે તેને સ્થાપન કરવા માટે પૂર્વપક્ષીએ કાયસ્થિતિસ્તોત્રનું ઉદ્ધરણ આપ્યું. તે સ્તોત્રમાં ભગવાન પાસે સ્તુતિ કરતાં કોઈક મહાત્માએ ઉત્કૃષ્ટથી ૪ ગતિમાં વ્યવહા૨૨ાશિવાળા જીવો જે ભમે છે તેઓને ગ્રહણ કરીને ભગવાનની સ્તુતિ કરેલ છે. પરંતુ તે ઉત્કૃષ્ટ ભ્રમણ પછી તેઓ ફરી ફરી મનુષ્યાદિ ભાવો પામીને અનંતપુદ્ગલપરાવર્ત પસાર કરી શકે છે. માટે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યભાગ પુદ્ગલપરાવર્ત પછી વ્યવહા૨૨ાશિવાળા નિયમા મોક્ષે જાય તેવી વ્યાપ્તિ પૂર્વપક્ષી બાંધે છે, તે ઉચિત નથી. તેમાં સંગ્રહણીની વૃત્તિનો આધાર આપીને, તેમ જ ભુવનભાનુકેવલિચરિત્રનો આધાર આપીને, ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વ્યવહા૨રાશિમાં આવેલા સંસારી જીવો વિચિત્ર અનેક ભવોથી યુક્ત અનંત પુદ્ગલપરાવર્ત પરિભ્રમણ કરી શકે છે. આ પ્રકારનો સ્પષ્ટ પાઠ ભુવનભાનુકેવલિચરિત્રનો છે. વળી યોગબિંદુવૃત્તિ અનુસાર પણ ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં વ્યવહા૨૨ાશિવાળા જીવો અનંતપુદ્ગલપરાવર્ત પસાર કરે છે. માટે વ્યવહા૨૨ાશિમાં આવેલા જીવો પણ અનંતપુદ્ગલપરાવર્ત પસાર કરી શકે છે તે શાસ્ત્રસિદ્ધ હોવાથી જે અનંતપુદ્ગલપરાવર્ત પસાર કરે તે અવ્યવહા૨રાશિવાળા જ હોય તેમ સ્વીકારીને અભવ્યોને અવ્યવહારરાશિવાળા સિદ્ધ ક૨વું સંગત નથી અને અભવ્ય અવ્યવહા૨૨ાશિવાળા નથી તેમ સિદ્ધ થાય તો હેતુની અસિદ્ધિ થવાને કારણે “અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વ છે” એ પ્રકારના સાધ્યની સિદ્ધિ પૂર્વપક્ષી કરે છે તે સિદ્ધ થઈ શકે નહિ.