________________
૭૯
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ સ્વીકારવાનો પ્રસંગ છે. અને બહિ અત્તર વ્યક્ત-અવ્યક્ત ઉપયોગ દ્વયતા સ્વીકારનું અભવ્યને બહિ ઉપયોગથી વ્યક્ત મિથ્યાત્વ કે સખ્યત્ત્વ સ્વીકારવું અને અંતરંગ ઉપયોગથી અવ્યક્ત મિથ્યાત્વ સ્વીકારવું એ રૂપ ઉપયોગ દ્વયતા સ્વીકારવું, અપસિદ્ધાંત કલંકથી દૂષિતપણું છે. અર્થાત્ જિતવચનના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ‘ગથ'થી પૂર્વપક્ષી અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વ સ્વીકારવા માટે યુક્તિ બતાવે છે.
એક પુદ્ગલ અવશેષ સંસારવાળા જીવને ધર્મબુદ્ધિથી ક્રિયારૂચિનું નિમિત્ત એવું ક્રિયાવાદીનું અભિવ્યંજક જે મિથ્યાત્વ છે તે મિથ્યાત્વ વ્યક્ત છે. જે કારણથી કહેવાયું છે – “તેઓમાં પણ-આ પાઠની પૂર્વમાં જે જીવોની વિરક્ષા કરી છે તેમાં પણ, જેઓને એક પુદ્ગલપરાવર્ત સંસાર છે, તે કેટલાક જીવોને તથાભવ્યત્વને કારણે તેવા પ્રકારની યોગ્યતાને કારણે ક્રિયારુચિ થાય છે. વળી ધર્મબુદ્ધિથી ક્રિયાનું કરણ તેનું ક્રિયારુચિનું, લિગ છે. જે ક્રિયારુચિનું નિમિત્ત એવું વ્યક્ત મિથ્યાત્વ કહેવાયું છે.” અને તેનાથી અચ=વ્યક્ત મિથ્યાત્વથી અન્ય અવ્યક્ત મિથ્યાત્વ છે. અને અભવ્યને ક્યારે પણ એક પુદ્ગલપરાવર્ત સંસાર અવશેષ નથી. એથી સદા જ તેને અભવ્યને, અવ્યક્ત મિથ્યાત્વ અવસ્થિત છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે આમ હોતે છતે એક પુદ્ગલપરાવર્તવાળા જીવોને જ વ્યક્ત મિથ્યાત્વ છે એમ પૂર્વે પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું એમ હોતે છતે, ચરમ પુદ્ગલપરાવર્તથી અતિરિક્ત પુદ્ગલપરાવર્તવર્તી એવા ભવ્યોને પણ અવ્યક્ત એવું અનાભોગમિથ્યાત્વ વ્યવસ્થિત થયે છતે આભિગ્રહિકમિથ્યાત્વના ઉચ્છેદનો પ્રસંગ આવશે.
વળી પૂર્વપક્ષે ચરમાવર્ત બહારના જીવોને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે તે સ્થાપન કરવા માટે અન્ય યુક્તિ આપે છે તે બતાવીને તે પણ સંગત નથી. તે બતાવતાં ‘
વિશ્વ'થી ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે પૂર્વમાં ‘ગથ'થી પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે ધર્મબુદ્ધિથી ક્રિયારુચિનું નિમિત્ત એવું વ્યક્ત મિથ્યાત્વ ચરમ પુદ્ગલપરાવર્તવાળા જીવોને થાય છે એ રીતે, અનાભોગમિથ્યાત્વમાં વર્તમાન જીવો માર્ગગામી અથવા ઉન્માર્ગગામી નથી; કેમ કે અનાભોગમિથ્યાત્વનું અનાદિમાનપણું હોવાને કારણે સર્વ પણ જીવોના વિજગૃહ કલ્પપણું છે. લોકમાં પણ પોતાના ઘરમાં ઘણો કાળ વસતો પણ માર્ગગામી નથી કે ઉન્માર્ગગામી નથી એ પ્રમાણે કહેવાય છે. પરંતુ ઘરથી નીકળેલો પોતાને ઈચ્છિત વગરે જતો માર્ગગામી કહેવાય છે. અન્યથા=પોતાના ઈચ્છિત સગરથી અવ્યથા, જતો હોય તો ઉન્માર્ગગામી કહેવાય છે. એ રીતે=જે રીતે દાંતમાં બતાવ્યું એ રીતે, તથાભવ્યત્વના યોગથી અનાદિ મિથ્યાત્વથી નીકળેલો જો જૈનમાર્ગનો આશ્રય કરે તો માર્ગગામી છે; કેમ કે જૈનમાર્ગનું જ મોક્ષમાર્ગપણું છે. અને જો શાક્યાદિ દર્શન અથવા જમાલી આદિનું દર્શન આશ્રય કરે તો ઉન્માર્ગગામી છે એ પ્રમાણે વ્યપદેશ કરાય છે; કેમ કે તેઓના દર્શનનું શાક્યાદિ કે જમાલી આદિના દર્શનનું, સંસારમાર્ગપણું હોવાને કારણે મોક્ષ પ્રત્યે ઉન્માર્ગભૂતપણું છે. આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, કલ્પિત પ્રક્રિયાની અપેક્ષાએ=પૂર્વપક્ષે જે માર્ગગામી અને ઉન્માર્ગગામીને પોતાની કલ્પિત પ્રક્રિયા બતાવી