________________
૮૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
વળી પૂર્વપક્ષ અભવ્યને આ રીતે સ્વકલ્પિત દૃષ્ટાંતના બળથી નિજગૃહમાં સ્વીકારીને અનાભોગમિથ્યાત્વવાળા છે તેમ સ્થાપન કરે તો ત્રિરાશિક મતના સ્વીકારની આપત્તિ આવે એમ ગ્રંથકારશ્રી બતાવે છે – જેમ ધર્મબુદ્ધિથી વિરુદ્ધ ક્રિયા કરવાને કારણે ઉન્માર્ગગામિત્વ ચરમ પુદ્ગલપરાવર્તમાં જ છે. તે પ્રમાણે ધર્મબુદ્ધિથી હિંસા કરવાને કારણે હિંસકપણું પણ ચરમાવર્તમાં જ છે તેમ માનવું પડે. અને અચરમાવર્તવાળા અભવ્યના કે દુર્ભવ્યોના જીવો વિરુદ્ધ ક્રિયા કરતા હોય છતાં ઉન્માર્ગગામી નથી એમ જો પૂર્વપક્ષીના વચન પ્રમાણે સ્વીકારવામાં આવે તો અચરમાવર્તમાં જીવો હિંસાદિ પાપો કરતા હોય તોપણ હિંસકાદિ નથી, તેમ માનવું પડે. જો આવું સ્વીકારીએ તો નિજગૃહમાં વસવારૂપ એક રાશિ, ઉન્માર્ગમાં ગમનરૂપ બીજી રાશિ અને માર્ગગમનરૂપ ત્રીજી રાશિ પ્રાપ્ત થાય. આ રીતે હિંસાદિ સર્વ પાપસ્થાનકોમાં પણ અચરમાવર્તવર્તી જીવોમાં પણ હિંસા-અહિંસાદિના અભાવરૂપ એક રાશિ, ચરમાવર્તી જીવો હિંસાદિ કરતા હોય ત્યારે તેમાં હિંસાની પ્રાપ્તિ થાય એ બીજી રાશિ અને ચરમાવર્તી જીવો અહિંસાનું પાલન કરતા હોય ત્યારે તેઓમાં અહિંસાદિ કૃત ત્રીજી રાશિ પ્રાપ્ત થાય. આ રીતે સર્વ કૃત્યોના ત્રિરાશિક મતના અનુસરણમાં જૈન પ્રક્રિયાનો મૂળથી જ વિરોધ થાય. માટે દુર્ભવ્યોની જેમ અભવ્ય જીવોને પણ તેઓની પ્રવૃત્તિને અનુસાર આભિગ્રહિક એવું વ્યક્ત મિથ્યાત્વ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
અહીં વિશેષ એ છે કે જે જીવો મોક્ષમાં છે તે નિજસ્વભાવમાં છે, તેથી તેઓ માર્ગગામી પણ નથી અને ઉન્માર્ગગામી પણ નથી. અને જે જીવો મોક્ષમાર્ગમાં પ્રસ્થિત છે તેઓ માર્ગગામી છે અને જેઓ મોક્ષમાર્ગથી વિપરીત માર્ગમાં પ્રસ્થિત છે તેઓ ઉન્માર્ગગામી છે. એ પ્રમાણે ત્રણ રાશિ સ્વીકારવામાં કોઈ દોષ નથી. પરંતુ જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર તે ત્રણ રાશિ છે. વળી જૈનદર્શનમાં જીવ-અજીવ એ જ પદાર્થો સ્વીકાર્યા છે છતાં જીવ-અજીવ બે રાશિ છોડીને સ્વમતિકલ્પનાનુસાર જીવ-અજીવ-નો જીવ એ ત્રિરાશિમતની કલ્પના થઈ, તેમ સંસારવર્તી જીવો એક માર્ગગામી છે અને અન્ય ઉન્માર્ગગામી છે એમ બે રાશિ જ જૈનદર્શન સ્વીકારે છે. છતાં તે બે રાશિમાંથી જ ઉન્માર્ગગામીને સ્વકલ્પનાના બળથી નિજગૃહમાં કેટલાક છે અને કેટલાક ઉન્માર્ગગામી છે તેમ ભેદ કરીને ત્રણ રાશિરૂપે પૂર્વપક્ષી સ્થાપન કરે છે. જે અનુચિત છે અને તેમ સ્વીકારવાથી હિંસાદિ સર્વ પાપસ્થાનકોમાં પણ હિંસાદિ પાપસ્થાનક અને અહિંસાદિ ધર્મસ્થાનકરૂપ બે રાશિ છે ત્યાં પણ ત્રણ રાશિની કલ્પનાની પ્રાપ્તિ થાય જેથી જૈન સિદ્ધાંતના અપલોપનો પ્રસંગ આવે. ટીકા :
अथ 'अभव्या अव्यक्तमिथ्यात्ववन्तः, अव्यवहारित्वात् संप्रतिपन्ननिगोदजीववद्' इत्यनुमानात्तेषामव्यक्तमिथ्यात्वसिद्धिः, अव्यवहारित्वं च तेषामनन्तपुद्गलपरावर्त्तकालस्थायित्वात्सिध्यति, व्यावहारिकाणामुत्कृष्टसंसारस्यावलिकाऽसंख्येयभागपुद्र लपरावर्त्तमानत्वात् । तदुक्तं कायस्थितिस्तोत्रे -
अव्वहारियमज्झे भमिऊण अणंतपुग्गलपरट्टे कहवि ववहाररासि संपत्तो नाह तत्थवि य ।।