________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા૯
૧
લોક અને પરલોકની આશંસાથી પ્રવૃત્તિ કરે છે. જે આલોક અને પરલોકની આશંસા અધર્મરૂપ છે તેથી ધર્મમાં અધર્મના શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ તેઓમાં પ્રવજ્યા કાળમાં વ્યક્ત વર્તે છે. માટે અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ ન હોય એમ પૂર્વપક્ષી કહે છે તે ઉચિત નથી.
વળી પૂર્વપક્ષી અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ ન હોય તે સ્વીકારવા માટે યુક્તિ આપે છે કે અભવ્યના જીવો ક્યારેક પોતે જે કુળમાં જન્મ્યા હોય તેના વેશથી પોતાના દર્શનની ક્રિયા કરતા હોય ત્યારે મિથ્યાદર્શનની ક્રિયા કરતા હોય તો વ્યવહારથી વ્યક્ત મિથ્યાત્વ દેખાય અને જૈનદર્શનના આચાર પાળતા હોય તો વ્યવહારથી સમ્યક્ત દેખાય. તોપણ નિશ્ચયથી તેઓમાં સર્વકાલ અનાભોગ જ વર્તે છે. તેથી અનાભોગમિથ્યાત્વ જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે અભવ્યને અન્યદર્શનના સેવનના કાળમાં તત્ત્વને અનુકૂળ શુદ્ધિ નથી માટે નિશ્ચયથી અનાભોગ છે અને જૈનદર્શનના પાલનકાળમાં ભગવાનના વચનની પ્રતિપત્તિ નથી માટે નિશ્ચયથી અનાભોગ છે. એમ સ્વીકારીને અભવ્યને વ્યક્ત મિથ્યાત્વ નથી એમ જો પૂર્વપક્ષી કહે તો આભિગ્રહિકાદિ મિથ્યાત્વ સ્થલમાં પણ શુદ્ધિ અને પ્રતિપત્તિના અભાવને કારણે અનાભોગ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. અને તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો ભવ્ય જીવોને આભિગ્રહિક આદિ ૪ મિથ્યાત્વ હોય છે એમ જે પૂર્વપક્ષી કહે છે તેનો વિલોપ થાય અને બધા જ જીવોને અવ્યક્ત મિથ્યાત્વ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
અહીં વિશેષ એ છે કે અભવ્યના જીવમાં જ્યારે વ્યક્ત મિથ્યાત્વ વર્તતું હોય ત્યારે તત્ત્વના વિષયમાં તત્ત્વને સન્મુખ થઈ શકે તેવી શુદ્ધિનો અભાવ હોય છે તેથી તત્ત્વના વિષયમાં નિશ્ચયથી અનાભોગ વર્તે છે. જૈન સાધુપણું ગ્રહણ કરીને સાધ્વાચાર પાળે છે ત્યારે પણ ભગવાને મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ યોગમાર્ગ બતાવ્યો છે તેને હું “તે રીતે સેવું” એ પ્રકારના પ્રતિપત્તિનો સ્વીકારનો, અભાવ હોવાથી તત્ત્વના વિષયમાં નિશ્ચયથી અનાભોગ વર્તે છે અને જેમ અભવ્યના જીવોમાં શુદ્ધિનો અને પ્રતિપત્તિનો અભાવ પ્રાપ્ત થાય છે તેમ આભિગ્રહિકાદિ મિથ્યાત્વ કાળમાં ભવ્ય જીવોને પણ શુદ્ધિ અને પ્રતિપત્તિનો અભાવ પ્રાપ્ત થાય છે. માટે પૂર્વપક્ષીને ભવ્ય જીવોને પણ આભિગ્રહિકાદિ મિથ્યાત્વનો પણ અસ્વીકાર કરીને અનાભોગમિથ્યાત્વ જ સ્વીકાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. વળી ગ્રંથકારશ્રી પૂર્વપક્ષને અન્ય દોષ બતાવતાં કહે છે કે અભવ્યના જીવો પરદર્શનનો સ્વીકાર કરે છે ત્યારે વ્યવહારથી વ્યક્ત મિથ્યાત્વ છે અને જૈનદર્શનનો સ્વીકાર કરે છે ત્યારે વ્યવહારથી વ્યક્ત સમ્યક્ત છે તેમ માનવામાં આવે તો તે વખતે અભવ્યોને બહિરંગ વ્યક્ત ઉપયોગ છે તેમ પ્રાપ્ત થાય અને નિશ્ચયથી અનાભોગ સ્વીકારવામાં આવે તો અંતરંગ અવ્યક્ત ઉપયોગ છે તેમ પ્રાપ્ત થાય અને એક કાળમાં તત્ત્વ વિષયક બહિરંગ વ્યક્ત ઉપયોગ અને અંતરંગ અવ્યક્ત ઉપયોગ એમ બે ઉપયોગ માનવા એ અપસિદ્ધાંત છે. માટે અભવ્ય જીવો પણ જ્યારે અન્યદર્શન સ્વીકારે છે ત્યારે વ્યક્ત મિથ્યાત્વ છે અને જૈનદર્શન સ્વીકારે છે ત્યારે પણ મોક્ષના કારણભૂત ધર્મને ભવના કારણરૂપે સ્વીકારવારૂપ અધર્મનું શ્રદ્ધાન હોવાથી વ્યક્ત મિથ્યાત્વ છે, તેમ માનવું જોઈએ. પરંતુ નિશ્ચયનયથી અભવ્યોને અનાભોગ છે માટે અવ્યક્ત મિથ્યાત્વ છે તેમ માની શકાય નહીં.