________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
૭૫ પૂર્વે નવીન કલ્પના કરનાર કોઈક પૂર્વપક્ષી અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારતો નથી તેનું નિરાકરણ કરવા માટે સ્થાનાંગના વચનથી અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. વળી સ્થાનાંગમાં મિથ્યાત્વના પાંચ ભેદને બદલે આભિગ્રહિક, અને અનાભિગ્રહિક એમ બે જ ભેદ સ્વીકારીને તે બંને ભેદો અભવ્યોને હોય છે તેમ સ્થાપન કર્યું. હવે ગ્રંથકારશ્રી કહે છે કે અમે અભવ્યને આભિગ્રહિક અને અનાભોગ બે જ મિથ્યાત્વ છે તેમ જે સ્થાપન કર્યું અને અન્ય ત્રણ મિથ્યાત્વ અભવ્યોને નથી તેમ જે સ્થાપન કર્યું તે ભિન્ન અપેક્ષાએ છે અને તેનાથી અન્ય પ્રકારે અનાભિગ્રહિક આદિ મિથ્યાત્વનો અર્થ કરીએ તો અભવ્યમાં પાંચ મિથ્યાત્વ સ્વીકારવામાં કોઈ દોષ નથી, તે બતાવવા માટે કહે છે –
વળી જે અનાભિગ્રહિક અભવ્યોને પ્રતિષેધ કરાય છે ગ્રંથકારશ્રી વડે પ્રતિષેધ કરાય છે, તે આદધર્મભૂમિકારૂપ જન્નતત્વને સન્મુખ થયેલા પ્રથમ જ દષ્ટિવર્તી જીવોમાં='સર્વ દર્શનો સુંદર' એ પ્રકારની બુદ્ધિવાળા જીવોમાં, વર્તતું આઘધર્મભૂમિકા રૂપ જ, મિથ્યાત્વ છે. તેથી સ્વરુચિ કલ્પિત અનાભિગ્રહિકનું આદધર્મ ભૂમિકા વગરના જેઓ-બધાં દર્શન સારાં છે' એમ માનનારા છે. તેવા જીવોને આશ્રયીને સ્વરુચિ કલ્પિત અનાભિગ્રહિકમિથ્યાત્વનું, અભવ્યોમાં સત્ત્વ હોવા છતાં પણ ક્ષતિ નથી=ગ્રંથકારશ્રીએ અભવ્યોને આભિગ્રહિક નથી એમ કહ્યું એ કથનમાં દોષ નથી. એ રીતે=જે રીતે અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ સ્વરુચિ કલ્પિત અભવ્યોમાં છે એ રીતે, આભિનિવેશિક પણ તેઓમાં= અભવ્યોમાં, સમ્યક્તપૂર્વક જ પ્રતિષેધ કરાય છે આથી=સમજ્યની પ્રાપ્તિ થયા પછી પાતથી થયેલા મિથ્યાત્વમાં આભિનિવેશિક સ્વીકારીને પ્રતિષેધ કરાય છે એથી, આભિગ્રહિક પણ=આભિગ્રહિકમિથ્યાત્વ પણ, દ્રવ્યલિંગવાળા તેઓનું સાધુવેશમાં રહેલા અભવ્યોનું, કવચિત્ આભિનિવેશિકપણાથી કહેવાતું દોષ માટે નથી. એ પ્રમાણે બુદ્ધિમાનોએ વિચારવું જોઈએ. ભાવાર્થ -
પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે આભિગ્રહિકમિથ્યાત્વના “નાસ્તિ આત્મા” ઇત્યાદિ ૬ વિકલ્પો અભવ્યોમાં પણ સંભવે છે. માટે અભવ્યોનું આભિગ્રહિકમિથ્યાત્વ છે. એ રીતે ગ્રંથકારશ્રીએ કહ્યું ત્યાં કોઈક નવીન કલ્પના કરનાર અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ નથી તેમ કહે છે. તેમનો મત બતાવતાં ગ્રંથકારશ્રી બતાવે છે કે નવીન કલ્પના કરનાર કહે છે કે લૌકિક મિથ્યાત્વ ચાર ભેદવાળું છે. તેથી નવીન કલ્પના કરનાર આભિનિવેશિકમિથ્યાત્વને લોકોત્તર મિથ્યાત્વમાં ગ્રહણ કરીને આભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક અનાભોગને લૌકિક મિથ્યાત્વ કહે છે. તે વચન ગ્રંથકારશ્રીને સંમત છે. પરંતુ ત્યાર પછી નવીન કલ્પના કરનાર કહે છે કે ચાર મિથ્યાત્વમાં અનાભોગ અવ્યક્ત મિથ્યાત્વ છે અને શેષ ત્રણ મિથ્યાત્વ વ્યક્ત છે. આ ચારે મિથ્યાત્વ સંજ્ઞી ભવ્યોને થાય છે. તેથી અભવ્યને આ ચારે મિથ્યાત્વ થઈ શકે નહિ, માત્ર અવ્યક્ત એવું અનાભોગમિથ્યાત્વ જ થઈ શકે. એમ જે નવીન કલ્પના કરનાર કહે છે તેને ગ્રંથકારશ્રી પૂછે છે કે અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ કેમ થતું નથી ? અર્થાત્ “નાસ્તિ આત્મા” આદિ વિકલ્પો તેઓમાં વ્યક્ત