________________
૭૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
“આભિગ્રહિક મિથ્યાદર્શન સપર્યવસિત=સમ્યક્તની પ્રાપ્તિમાં સપર્યવસન છે. અભવ્યને અપર્યવસન છે; કેમ કે સમ્યક્તની અપ્રાપ્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે અભવ્યને પણ અનાભોગ અને આભિગ્રહિક બે મિથ્યાત્વ હોય તો અભવ્યને સદા આભિગ્રહિકમિથ્યાત્વ છે તેમ કહી શકાય નહિ; કેમ કે એકેન્દ્રિયાદિ ભવોમાં અભવ્યોને પણ અનાભોગમિથ્યાત્વની પ્રાપ્તિ છે. તેથી અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ અપર્યવસિત કહી શકાય નહિ. તે શંકાના નિવારણ અર્થે સ્થાનાંગવૃત્તિના ટીકાકાર કહે છે –
અને તે અભવ્યોનું અપર્યવસિત મિથ્યાત્વ, મિથ્યાત્વમાત્ર પણ અતીતકાલયની અનુવૃત્તિથી= ભૂતકાળમાં આભિગ્રહિક થયા પછી અનાભોગ થાય તો પણ અતીત કાલમાં થયેલા આભિગ્રહિકમિથ્યાત્વની અનુવૃત્તિના સ્વીકારથી, આભિગ્રહિક એ પ્રમાણે વ્યપદેશ કરાય છે.”
રૂતિ' શબ્દ સ્થાનાંગ ટીકાની સમાપ્તિ માટે છે. નનુથી નવીન કલ્પના કરનાર શંકા કરે છે – આ રીતે સ્થાનાંગની વૃત્તિના અનુસાર અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ છે એ રીતે, “આ પ્રમાણેકસ્થાનાંગમાં આભિગ્રહિકમિથ્યાત્વ સપર્યવસિત અને અપર્યવસિત છે એમ કહ્યું એ પ્રમાણે, અનાભિગ્રહિકમિથ્યાદર્શનમાં પણ જાણવું", એ પ્રકારે સ્થાનાંગમાં અતિદેશ હોવાના કારણે, અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ અભવ્યને પ્રાપ્ત થશે. અર્થાત્ તમે સ્થાનાંગ અનુસાર અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારશો તો સ્થાનાંગમાં બતાવેલા અતિદેશથી અભવ્યોને અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ પ્રાપ્ત થશે. તેથી અભવ્યોને આભિગ્રહિક અને અનાભોગ એ બે જ મિથ્યાત્વ છે એ પ્રમાણેની તમારી પ્રતિજ્ઞા=પ્રસ્તુત ગ્રંથના ૮મા ગાથામાં ગ્રંથકારશ્રી વડે કરાયેલી પ્રતિજ્ઞા, વિલોપ પામશે. તે પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી.
કેમ બરાબર નથી ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે – મિથ્યાદર્શન બે પ્રકારનું છે. આભિગ્રહિકમિથ્યાદર્શન અને અનાભિગ્રહિકમિથ્યાદર્શન. એ પ્રમાણે પ્રથમ સૂત્રમાં=સ્થાનાંગમાં આભિગ્રહિકમિથ્યાત્વનું કથન કર્યું તેના પૂર્વે જે પ્રથમ સૂત્રમાં છે તેમાં, સકલ ભેદના સંગ્રહ માટે-મિથ્યાત્વના બધા ભેદોના સંગ્રહ માટે, અનાભિગ્રહિક પદથી આભિગ્રહિકથી અતિરિક્તનું જ ગ્રહણ છે. તેથી અનાભિગ્રહિકપદથી અનાભોગનો પણ સંગ્રહ થાય છે. માટે અનાભિગ્રહિક મિથ્યાદર્શનના અતિદેશથી અભવ્યોને અનાભિગ્રહિક મિથ્યાદર્શન સ્વીકારવામાં કોઈ વિરોધ નથી; કેમ કે ગ્રંથકારશ્રીએ અનાભિગ્રહિકથી ભિન્ન અનાભોગને સ્વીકારીને અભવ્યોને બે મિથ્યાત્વ સ્વીકારેલ છે અને સ્થાનાંગમાં અનાભોગનો અનાભિગ્રહિકમાં સંગ્રહ કરીને બે મિથ્યાત્વ સ્વીકારેલ છે. તેની વૃત્તિમાં=સ્થાનાંગતી વૃત્તિમાં, તે કહેવાયું છે અનભિગ્રહિક પદથી આભિગ્રહિકથી ઈતર સર્વ મિથ્યાત્વનો સંગ્રહ છે એમ જે પૂર્વે કહેવાયું તે કહેવાયું છે, “અભિગ્રહ=કુમતનો પરિગ્રહ, તે જેમાં છેઃકુમતનો પરિગ્રહ જે મિથ્યાત્વમાં છે તે આભિગ્રહિકમિથ્યાત્વ છે. તેનાથી વિપરીત અનાભિગ્રહિક છે.” ‘ત્તિ' શબ્દ સ્થાનાંગની વૃત્તિની સમાપ્તિ માટે છે.