________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ स यत्रास्ति तदाभिग्रहिकं, तद्विपरीतमनाभिग्रहिकमिति' । किञ्च यदनाभिग्रहिकमभव्यानां प्रतिषिध्यते तदादि-धर्मभूमिकारूपमेवेति स्वरुचिकल्पितानाभिग्रहिकस्याभव्येषु सत्त्वेऽपि न क्षतिः, एवमाभिनिवेशिकमपि तेषु सम्यक्त्वपूर्वकमेव प्रतिषिध्यते, इत्याभिग्रहिकमपि द्रव्यलिंगवतां तेषामाभिनिवेशिकत्वेन क्वचिदुच्यमानं न दोषायेति सुधीभिर्भावनीयम् । ટીકાર્ચ -
રૂલ્ય ૨ ..... સુધીfıવનીયમ્ ! અને આ રીતે પૂર્વે ગ્રંથકારશ્રીએ સમ્મતિ આદિ ગ્રંથથી સ્થાપન કર્યું કે આભિગ્રહિકમિથ્યાત્વના છ વિકલ્પો છે અને અભવ્યમાં તે વિકલ્પો વ્યક્ત જ છે એ રીતે, “વળી લૌકિક મિથ્યાત્વ સ્વરૂપના ભેદથી ચાર ભેદવાળું છે. આભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક, અનાભોગ.” ત્યાં પણ ચાર પ્રકારના મિથ્યાત્વમાં પણ, જે અનાભોગ છે તે અવ્યક્ત છે. શેષ=શેષ ત્રણ, વ્યક્ત છે. જે કારણથી ચારે પણ આભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક, અનાભોગ ચારે પણ, નિયમથી સંજ્ઞી ભવ્યોને થાય છે. એ પ્રમાણે નવિન કલ્પનાને કરતો અભવ્યને વ્યક્ત મિથ્યાત્વ નથી જ, એમ બોલનારને પ્રશ્ન કરવો જોઈએ. તે પ્રશ્ન જ સ્પષ્ટ કરે છે –
કેવી રીતે અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ નથી ? જે કારણથી તેઓને અભવ્યોને, આત્મા નથી ઈત્યાદિ મિથ્યાત્વના વિકલ્પો વ્યક્ત સંભળાય છે શાસ્ત્રમાં સંભળાય છે. તે શાસ્ત્રપાઠ બતાવે છે –
“અભવ્યોને આશ્રિત મિથ્યાત્વમાં અનાદિ અનંત સ્થિતિ છે. વળી ભવ્યોને આશ્રિત મિથ્યાત્વમાં તે સ્થિતિ, અનાદિ સાંત મનાઈ છે.”
આની વૃત્તિ=ગુણસ્થાનક્રમારોહની ટીકા, આ પ્રમાણે છે – અભવ્યને આશ્રયીને મિથ્યાત્વમાં સામાન્યથી વ્યક્ત-અવ્યક્ત મિથ્યાત્વના વિષયમાં, અનાદિ અનંત સ્થિતિ છે. અને તે સ્થિતિ ભવ્ય જીવોને આશ્રયીને વળી અનાદિ સાંત મનાઈ છે. જે કારણથી કહેવાયું છે –
“અભવ્યોનું તે મિથ્યાત્વ અનાદિ અનંત જાણવું, વળી ભવ્યોનું સમ્યક્ત પ્રાપ્ત થયે છતે અનાદિ સાત જાણવું” એ પ્રમાણે ગુણસ્થાનક્રમારોહસૂત્રની વૃત્તિના અનુસારથી અભવ્યોને વ્યક્ત પણ મિથ્યાત્વ થાય છે. એ પ્રમાણે સ્થલ દષ્ટિવાળાને પણ વ્યક્ત જ પ્રતીત થાય છે.
વળી સ્થાનાંગસૂત્ર અનુસારથી પણ અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ વ્યક્ત પ્રતીત થાય છે. તે અભવ્યોને, આભિગ્રહિકમિથ્યાત્વ છે તે, ત્યાં=સ્થાનાંગમાં, બીજા સ્થાનમાં પ્રથમ ઉદ્દેશામાં કહેવાયું
“આભિગ્રહિકમિથ્યાદર્શન બે પ્રકારે કહેવાયું છે તે આ પ્રમાણે – સપર્યવસિત અને અપર્યવસિત”. આની વૃત્તિ સ્થાનાંગના ઉદ્ધરણની વૃત્તિ, આ પ્રમાણે છે –