________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮
૬૧
વળી અગીતાર્થ ગીતાર્થનિશ્રિત માષતુષાદિ સમાન એવો જે પ્રજ્ઞાપાટવના અભાવને કારણે અનાકલિત તત્ત્વવાળો જ જૈન ક્રિયાના સમૂહરૂપ સ્વાભિમત અર્થની શ્રદ્ધા કરે છે, તેનું સ્વાભ્યપગત અર્થનું શ્રદ્ધાન એ અપ્રજ્ઞાપનીયતાનું પ્રયોજક નથી; કેમ કે અસગ્રહની શક્તિનો અભાવ છે. પરંતુ ગુણવાનની આજ્ઞાના પ્રામાણ્યનું મૂલપણું હોવાના કારણે=ગુણવાનની આજ્ઞાને પ્રમાણરૂપે સ્વીકારવાનું કારણપણું હોવાને કારણે, ગુણવાનના પારતંત્ર્યનું પ્રયોજક છે, એથી અપ્રજ્ઞાપનીયતા પ્રયોજકત્વ વિશેષણ આપવાથી=આભિગ્રહિકમિથ્યાત્વના લક્ષણમાં અપ્રજ્ઞાપનીયતાપ્રયોજકત્વરૂપ વિશેષણ આપવાથી ત્યાં=માષતુષાદિ જેવા જીવોમાં, અતિવ્યાપ્તિ નથી=આભિગ્રહિકમિથ્યાત્વના લક્ષણની અતિવ્યાપ્તિ નથી. ।।૧।।
સ્વપર અશ્રુપગત અર્થનું=પોતે જે દર્શનનો સ્વીકાર કરેલો હોય અને પોતાનાથી અન્યદર્શનવાળા જે સ્વીકારતા હોય તે બંને અર્થને અવિશેષથી-સામાન્યથી, શ્રદ્ધાન=સ્વીકાર, એ અનાભિગ્રહિકમિથ્યાત્વ છે. જે પ્રમાણે સર્વદર્શન સુંદર છે. એ પ્રકારની પ્રતિજ્ઞાવાળા=એ પ્રમાણે કહેનારા, મુગ્ધ લોકોને અનાભિગ્રહિકમિથ્યાત્વ છે. જોકે પરમ ઉપેક્ષાવાળા, નિશ્ચયથી પરિકર્મિત મતિવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવોને સ્વ-સ્વ સ્થાનમાં સર્વ નયોનું શ્રદ્ધાન છે. (તેથી સ્વ-પર દર્શનના સર્વ નયોના વચનમાં શ્રદ્ધાન હોવાથી સર્વ દર્શનોના યુક્તિયુક્ત પદાર્થોમાં અવિશેષથી શ્રદ્ધાન છે.)
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને સ્વ સ્વ સ્થાનમાં સર્વનયોનું શ્રદ્ધાન કેમ છે ? તેમાં હેતુ કહે
છે -
શિષ્યમતિવિષ્ઠુરણરૂપ કારણ વગર એકતરનયના અર્થના નિર્ધારણનું અશાસ્ત્રાર્થપણું છે. અર્થાત્ ઉભય નયના પદાર્થનું જ નિર્ધારણ કરવું તે શાસ્ત્રાર્થ છે. માટે સમ્યગ્દષ્ટિ જીવો સ્વ-સ્વ સ્થાને સર્વ નયોનું અનુસંધાન કરે છે, તેમ સંબંધ છે. તેને=ઇતર નયના અર્થનું નિર્ધારણ અશાસ્ત્રાર્થ છે તેને, સંમતિમાં સિદ્ધસેન દિવાકરસૂરિજી કહે છે – “પોતપોતાના વચનીય વિષયમાં સર્વનયો સત્ય છે, પરની વિચારણામાં નિષ્ફળ છે. તેઓને=તે નયોને વળી, દૃષ્ટસમયવાળો સત્ય અથવા અલિક એમ વિભાગ કરતો નથી”. તોપણ, સ્વ-સ્વ સ્થાન વિનિયોગરૂપ વિશેષણથી તેઓનું સર્વ નય શ્રદ્ધાન છે તેથી અતિવ્યાપ્તિ નથી=અનાભિગ્રહિકમિથ્યાત્વના લક્ષણમાં અવિશેષથી શ્રદ્ધાન ગ્રહણ કરેલ હોવાને કારણે વિશેષથી સર્વતયોમાં શ્રદ્ધાનવાળા સમ્યગ્દષ્ટિમાં અનાભિગ્રહિકમિથ્યાત્વના લક્ષણની અતિવ્યાપ્તિ નથી. ।।૨।।
વિદ્વાનનો પણ સ્વરસવાહી=સ્વાભાવિક પોતાની રુચિથી, ભગવત્પ્રણીત શાસ્ત્રમાં બાધિત અર્થનું શ્રદ્ધાન આભિનિવેશિકમિથ્યાત્વ છે. સ્વ-સ્વ શાસ્ત્રબાધિત અર્થમાં શ્રદ્ધાન વિપર્યસ્ત શાક્યાદિને પણ છે=પોતાના શાસ્ત્રના વિપરીત બોધવાળા એવા બૌદ્ધદર્શનવાદી આદિને પણ છે, એથી ત્યાં=વિપર્યસ્ત શાક્યાદિમાં, અતિવ્યાપ્તિના વારણ માટે ભગવત્પ્રણીતપણું શાસ્ત્રનું વિશેષણ છે. ભગવત્પ્રણીત શાસ્ત્રમાં બાધિત અર્થનું શ્રદ્ધાન એ પ્રમાણે સપ્તમીગર્ભ સમાસને કારણે અતિવ્યાપ્તિ તાદવસ્થ્ય નથી=વિપર્યસ્ત શાક્યાદિમાં જે પૂર્વમાં અતિવ્યાપ્તિ હતી તે ભગવત્પ્રણીતત્વ વિશેષણથી દૂર થતી