________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮, ૯
૬૯
જે જીવો સમ્યક્ત્વને પામ્યા છે તે જીવોને ત્યાર પછી કોઈક નિમિત્તથી જિનવચનથી વિપરીત તત્ત્વમાં પક્ષપાત થવાથી આભિનિવેશિકમિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. અભવ્યો સમ્યક્ત્વ પામતા નથી, તેથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી પાત થયેલાને થનારું એવું આભિનિવેશિકમિથ્યાત્વ અભવ્યને થતું નથી.
સાંશયિકમિથ્યાત્વ અભવ્યને કેમ નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે
જે જીવોને તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત થયો છે. આમ છતાં ભગવાનના વચનમાં કોઈક સ્થાને સંશય થવાથી તેઓની સંયમમાં પ્રવૃત્તિ નિષ્કપ થતી નથી. પરંતુ સંદેહને કારણે સકંપ પ્રવૃત્તિ થાય છે અને અભવ્યોને ભગવાને જે નિષેધ કર્યો છે તેવા બાધિત અર્થમાં નિષ્કપ જ પ્રવૃત્તિ હોય છે. આથી જ આલોક-૫૨લોકની આશંસાથી ભગવાને ધર્મ ક૨વાનો નિષેધ કર્યો છે છતાં મોક્ષ પ્રત્યેનું લેશ પણ વલણ નહીં હોવાથી અભવ્યો આલોક-પરલોકાર્થે નિકંપ પ્રવૃત્તિ કરે છે. અને ભગવાને આલોક પરલોકાર્થે ધર્મ કરવાનો નિષેધ કર્યો તેના વિષયમાં અભવ્યને નિષ્કપ જ પ્રવૃત્તિ હોય છે. આથી જ ભવ્યાભવ્યત્વની શંકા પણ તેઓને થતી નથી એમ શાસ્ત્રકારોએ કહ્યું છે; કેમ કે મોક્ષનું વર્ણન સાંભળીને ‘ચાર ગતિના ભ્રમણથી ૫૨ એવો મોક્ષ છે, જ્યાં ભોગના સંક્લેશો નથી પરંતુ કેવલ શુદ્ધ આત્મા છે અને તે સુખમય આત્માનું સ્વરૂપ છે' તેવું સાંભળીને, જેઓને મોક્ષ મેળવવાની ઇચ્છા થાય છે અને તેના કારણે જેને શંકા થાય છે કે મોક્ષમાં જવાને યોગ્ય હું ભવ્ય છું કે અભવ્ય છું ? તેવા જીવો ચ૨માવર્તને પામેલા છે અને તેઓ નિયમા મોક્ષગામી છે. અને અભવ્યને મોક્ષમાં જવા પ્રત્યેની ઇચ્છા જ થતી નથી આથી જ તેઓને ભવ્યાભવ્યત્વની શંકા થતી નથી તેમ શાસ્ત્રકારો કહે છે. IIII
અવતરણિકા :
नन्वभव्यानामन्तस्तत्त्वशून्यानामनाभोगः सार्वदिको भवतु, आभिग्रहिकं तु कथं स्याद् ? इति भ्रान्तस्याशङ्कामपाकर्त्तुमाभिग्रहिकभेदानुपदर्शयति
-
અવતરણિકાર્થ :
‘નનુ'થી શંકા કરે છે કે તત્ત્વથી શૂન્ય એવા અભવ્યોને સદા અનાભોગમિથ્યાત્વ હો, પણ આભિગ્રહિકમિથ્યાત્વ કેવી રીતે હોય ? એ પ્રકારની ભ્રાન્ત મનુષ્યની શંકાને દૂર કરવા આભિગ્રહિકમિથ્યાત્વના ભેદોને બતાવે છે –
=
ભાવાર્થ:
જીવ માટે ‘તત્ત્વ’ ભવના ઉપદ્રવથી રહિત એવી કર્મરહિત અવસ્થા જ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય એ તત્ત્વ છે. અભવ્યના જીવોને સંસારમાં નરકાદિ ખરાબ ભાવો અસાર જણાય છે અને ભોગવિલાસમય ભવ સાર જણાય છે. પરંતુ ભોગના સંક્લેશ રહિત એવી મુક્તાવસ્થા સાર જણાતી નથી. તેથી અભવ્યના જીવો સદા તત્ત્વશૂન્ય છે. માટે તત્ત્વના વિષયમાં કોઈ પ્રકારના વિચારના અભાવરૂપ જે અનાભોગ એકેન્દ્રિય આદિ જીવોને છે તેવું અનાભોગમિથ્યાત્વ અભવ્યને હોઈ શકે પરંતુ આભિગ્રહિકમિથ્યાત્વ