________________
૬૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮
ટીકાર્ય :
તત્ત્વ .... કૃતિ | ગાથાના પૂર્વાર્ધની ટીકા પૂરી કરી. હવે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરે છે –
અને આ પાંચ પ્રકારનું પણ મિથ્યાત્વ ભવ્યોને હોય છે. વળી અભવ્યોને આભિગ્રહિક અને અનાભોગ એ બે જ મિથ્યાત્વ હોય છે, પરંતુ અનાભિગ્રહિકાદિ ત્રણ મિથ્યાત્વો નથી. અભવ્યોને અનાભિગ્રહિકમિથ્યાત્વ કેમ નથી ? તેમાં હેતુ કહે છે –
અનાભિગ્રહિક મિથ્યાષ્ટિને વિચ્છિન્ન પક્ષપાતપણું હોવાને કારણે યોગમાર્ગનો ઉપદેશ આપનારાં સર્વ દર્શકો સંબંધી વિશેષ બોધનો અભાવ હોવાથી યથાર્થ તત્વને કહેનારા સર્વજ્ઞના વચન પ્રત્યે પક્ષપાતનો અભાવ હોવાને કારણે, મલની અલ્પતા નિમિત્તકપણું છે. તેથી અભવ્યોને મલની અલ્પતા નહીં હોવાથી અનાભિગ્રહિકમિથ્યાત્વ નથી એમ અવય છે. વળી, આભિનિવેશિકમિથ્યાત્વનું સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી સમ્યક્તથી પાતળા સાથે નિયતપણું છે, તેથી આભિનિવેશિકમિથ્યાત્વ અભવ્યને નથી, એમ અવય છે. વળી અભવ્યોને સાંશયિકમિથ્યાત્વ કેમ નથી ? તેમાં હેતુ કહે છે –
સાંશયિકમિથ્યાત્વનું સકંપપ્રવૃત્તિનું કારણ પણું હોવાથી અને અભવ્યોને બાધિત અર્થમાંeભગવાને કહેલા વચનથી બાધિત એવી પ્રવૃત્તિમાં, નિષ્કપ જ પ્રવૃત્તિ છે, માટે અભવ્યને સાંશયિકમિથ્યાત્વ નથી, એમ અવાય છે. આથી જ=અભવ્યોને સાંશયિકમિથ્યાત્વ નથી આથી જ, ભવ્યાભવ્યત્વની શંકા પણ તેઓને નિષિદ્ધ છે=અભવ્યોને નિષિદ્ધ છે. તે ભવ્યાભવ્યત્વની શંકા અભવ્યોને ન થાય તે, આચારાંગની ટીકામાં કહ્યું છે – “અભવ્યને ભવ્યાભવ્યત્વની શંકાનો અભાવ હોવાથી.” “તિ' શબ્દ આચારાંગસૂત્રના સાક્ષીપાઠની સમાપ્તિમાં છે. . ભાવાર્થ :
પૂર્વમાં પાંચ પ્રકારનાં મિથ્યાત્વનું વર્ણન કર્યું એ પાંચ પ્રકારનાં મિથ્યાત્વ ભવ્ય જીવોને હોય છે. અભવ્યને આભિગ્રહિક અને અનાભોગિક એ બે જ મિથ્યાત્વ હોય છે, પરંતુ અનાભિગ્રહિક, આભિનિવેશિક અને સાંશયિક એ ત્રણ મિથ્યાત્વ હોતા નથી. કેમ અભવ્યોને અનાભિગ્રહિક આદિ ત્રણ મિથ્યાત્વ હોતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે –
અનાભિગ્રહિકમિથ્યાત્વવાળા જીવોને ધર્મ પ્રત્યે પક્ષપાત હોય છે અને કોઈ દર્શનનો વિશેષ બોધ ન હોવાથી કોઈ દર્શનના પક્ષપાત વગર સર્વ દર્શન સારાં છે; કેમ કે આત્મહિતને અનુકૂળ એવા અહિંસાદિને બતાવનાર છે, આ પ્રકારની બુદ્ધિ અનાભિગ્રહિકમિથ્યાત્વવાળા જીવોને હોય છે. તેથી પક્ષપાત રહિત સર્વ દર્શનની પ્રત્યે સુંદરતાની બુદ્ધિ મલની અલ્પતા નિમિત્તે છે. અભવ્યના જીવોને તત્ત્વ પ્રત્યે વલણ થાય તેવા પ્રકારનો મત લેશ પણ અલ્પ થયેલ નથી, માટે અભવ્યને અનાભિગ્રહિકમિથ્યાત્વ હોતું નથી.
આભિનિવેશિકમિથ્યાત્વ અભવ્યને કેમ હોતું નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે –