________________
૬૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮ નથી એમ નથી, તોપણ અનાભોગથી કે પ્રજ્ઞાપકના દોષથી-ઉપદેશકના દોષથી, વિપરીત શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિમાં અતિવ્યાપ્તિ છે=આભિનિવેશિકમિથ્યાત્વના લક્ષણની અતિવ્યાપ્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને અનાભોગથી અને ઉપદેશકના દોષથી વિપરીત શ્રદ્ધાન કેમ થાય ? તેમાં હેતુ કહે છે –
અનાભોગથી અથવા ગુરુના નિયોગથીeગુરુ દ્વારા નિયોજન કરાયેલા અર્થતા બોધથી, સમ્યગ્દષ્ટિને પણ વિપરીત શ્રદ્ધાન શાસ્ત્રમાં કહેલ છે. તે રીતેસમ્યગ્દષ્ટિને અનાભોગાદિથી વિપરીત શ્રદ્ધાન થાય છે તે રીતે, ઉત્તરાધ્યયનની નિર્યુક્તિ ગાથા-૧૬૩માં કહેલ છે –
“સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની=ભગવાન વડે ઉપદેશ કરાયેલા પ્રવચનનીશ્રદ્ધા કરે છે. અનાભોગથી અથવા ગુરુના નિયોગથી અસદ્ભાવની=ભગવાને કહેલા ભાવોથી વિપરીત ભાવોની શ્રદ્ધા કરે છે.”
તેના વારણ માટે વિપરીત શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિમાં અતિવ્યાપ્તિના વારણ માટે, “સ્વરસવાણી' એ પ્રમાણે વિશેષણ છે.
સ્વરસંવાહીનો અર્થ સ્પષ્ટ કરે છે – “સમ્યગ્વન્દ્રના વચનથી અનિવર્તનીયપણું તેનો અર્થ છે સ્વરસવાહી શબ્દનો અર્થ છે. વળી મુગ્ધ શ્રાદ્ધાદિનું શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયેલા ન હોય અને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હોય અને શક્તિ અનુસાર ભગવાનના શાસ્ત્રને જાણવા ઉદ્યમ કરતા હોય તેવા મુગ્ધ શ્રદ્ધાદિવાળા જીવોનું, અનાભોગાદિ જનિત વિપરીત શ્રદ્ધાન સમ્યક્ ઉપદેશકના વચનથી તિવર્તનીય છે, એથી દોષ તથી=સ્વરસવાથી વિશેષણને કારણે આભિનિવેશિકનું લક્ષણ અનાભોગાદિવાળા સમ્યક્નમાં જતું નથી માટે દોષ નથી, તોપણ જિનભદ્રગણિ-સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ પ્રવચનિક પ્રધાન એવા પુરુષોની વિપ્રતિપત્તિના વિષયરૂપ પક્ષદ્વય, તેમાંથી અત્યતરનું વસ્તુતઃ શાસ્ત્રબાધિતપણું હોવાથી તે બેમાંથી અન્યતર શ્રદ્ધાનવાળાને તે બેમાંથી જેનું વચન શાસ્ત્રબાધિત હોય તેવા મહાત્માને અભિનિવેશિત્વનો પ્રસંગ છે=આભિનિવેશિકમિથ્યાત્વને સ્વીકારવાનો પ્રસંગ છે, એથી તેના વારણ માટે તે બંને મહાત્માઓમાંથી કોઈનામાં મિથ્યાત્વનું લક્ષણ ન જાય તેના વારણ માટે, ‘વિદુષોડપિ એવું વિશેષણ છે.
વિકુપોડપિ'નો અર્થ સ્પષ્ટ કરે છે – “શાસ્ત્રતાત્પર્યતા બાધના પ્રતિસંધાનવાળા" તેવો વિદુષાનો અર્થ છે. ‘વિક્sોડજિ' વિશેષણથી આભિનિવેશિકમિથ્યાત્વનું લક્ષણ જિનભદ્ર-સિદ્ધસેનાદિમાં કેમ જતું નથી ? તે સ્પષ્ટ કરવા કહે છે –
અને સિદ્ધસેન દિવાકરસૂરિજી આદિ સ્વ-સ્વ અભ્યાગતાર્થને શાસ્ત્રતાત્પર્યતા બાધવાળું પ્રતિસંધાન કરીને પણ પક્ષપાતથી સ્વમાન્યતા પ્રત્યેના પક્ષપાતથી, સ્વીકારતા ન હતા=પોતાની માન્યતાનો