________________
Go
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮ આભિગ્રહિક આદિ પાંચ પ્રકારનું છે=આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક, અનાભોગ એમ પાંચ પ્રકારનું છે. જોકે જીવાદિ પદાર્થોમાં તત્ત્વ એ પ્રમાણે=આ જીવાદિ પદાર્થો તત્ત્વો છે એ પ્રમાણે, નિશ્ચયાત્મક સમ્યક્તના પ્રતિપક્ષભૂત એવું મિથ્યાત્વ બે પ્રકારમાં જ પર્યવસાન પામે છે.
તે બે પ્રકાર સ્પષ્ટ કરે છે – (૧) જીવાદિ તત્ત્વ નથી એ પ્રકારે વિપર્યાસાત્મક અને (૨) જીવાદિ તત્વ છે તેવા નિશ્ચયતા અભાવરૂપ=નિર્ણયના અભાવરૂપ, અધિગમાત્મક. તેને=મિથ્યાત્વ બે ભેદવાળું છે તેને, વાચકમુખ્ય ઉમાસ્વાતિ મહારાજા, કહે છે - “અનધિગમ અને વિપર્યય મિથ્યાત્વ છે. “તિ’ શબ્દ સાક્ષીની સમાપ્તિ માટે છે. તોપણ ધર્મમાં અધર્મ સંજ્ઞા વગેરે દશ ભેદોની જેમ, ઉપાધિના ભેદથી જુદા જુદા પ્રકારના પરિણામરૂપ ઉપાધિના ભેદથી, મિથ્યાત્વના પાંચ ભેદો શાસ્ત્ર પ્રસિદ્ધ છે.
ત્યાં પાંચ પ્રકારના મિથ્યાત્વમાં, અતાકલિત તત્વવાળા જીવને અતીન્દ્રિય પદાર્થના વિષયમાં યથાર્થ નિર્ણય થયો નથી એવા જીવને, અપ્રજ્ઞાપનીયતાનું પ્રયોજક એવું સ્વ સ્વ સ્વીકારાયેલા અર્થના શ્રદ્ધાનરૂપ આભિગ્રહિકમિથ્યાત્વ છે. જે પ્રમાણે સ્વ-સ્વ દર્શનની પ્રક્રિયાવાદી એવા બૌદ્ધસાંખ્યાદિને આભિગ્રહિકમિથ્યાત્વ છે. જોકે વિતંડાવાદવાળો કોઈ પણ દર્શનને સ્વીકારતો નથી તોપણ તેને વિતંડાવાદવાળાને, સ્વથી સ્વીકારાયેલા વિતંડાવાદ માટે જ અત્યંત આગ્રહપણું હોવાથી આભિગ્રહિકપણું છે. એથી અવ્યાપ્તિ નથી વિતંડાવાદમાં આભિગ્રહિકમિથ્યાત્વના લક્ષણની અવ્યાપ્તિ નથી. આભિગ્રહિકમિથ્યાત્વના લક્ષણમાં અનાકલિત મિથ્યાત્વવાળાને એ પ્રમાણે વિશેષણ હોવાથી જે જેમ જ ધર્મવાદ દ્વારા પરીક્ષાપૂર્વક તત્ત્વને જાણીને પોતાના વડે સ્વીકારાયેલા અર્થમાં શ્રદ્ધા કરે છે, તે શ્રદ્ધાવાળા જેતમાં અતિવ્યાપ્તિ નથી=અભિગ્રહિકમિથ્યાત્વના લક્ષણમાં અતિવ્યાપ્તિ નથી. વળી, જે નામથી જૈન પણ=જૈન ધર્મને સ્વીકારેલ વ્યક્તિ પણ, પોતાના કુલાચારથી જ આગમતી પરીક્ષાનો બાધ કરે છે પોતે જેતકુળમાં જન્મેલી છે માટે આપણો ધર્મ સર્વજ્ઞકથિત છે તેથી પ્રમાણ છે, તેમ સ્વીકારીને આગમવચનો કઈ રીતે તત્ત્વનાં પ્રતિપાદક છે ? અને કયું આગમ સર્વજ્ઞ વચનાનુસાર છે? ઈત્યાદિ પરીક્ષાને કરતો નથી, પરંતુ પોતાનો સ્વીકારાયેલો ધર્મ જ તત્વ છે તેમ માને છે એવા જૈનને આભિગ્રહિકપણું જ છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનનું વચન સર્વજ્ઞનું વચન છે. અને તેની પરીક્ષા કર્યા વગર તેને પ્રમાણ સ્વીકારે તેમાં મિથ્યાત્વ છે, તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે –
સમ્યગ્દષ્ટિને અપરિક્ષિત પક્ષપાતિત્વનો અયોગ છે સમ્યગ્દષ્ટિ પરીક્ષા કરીને જે વચન અનુભવ અને યુક્તિથી સંગત હોય તેનો જ પક્ષપાત કરે, અચકો નહિ. તે સમ્યગ્દષ્ટિને પરીક્ષા કર્યા વગર પક્ષપાત નથી તે, હરિભદ્રસૂરિ મહારાજ વડે (લોકતત્ત્વનિર્ણય-૧૩૨માં) કહેવાયું છે – “મને વીર ભગવાનમાં પક્ષપાત નથી, કપિલાદિમાં દ્વેષ નથી; જેનું વચન યુક્તિવાળું છે, તેનો સ્વીકાર કરવો જોઈએ.”