________________
ઉ3
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮ સ્વીકાર કરતા ન હતા, પરંતુ અવિચ્છિન્ન પ્રાવચનિક પરંપરાથી શાસ્ત્રના તાત્પર્યને જ પોતાના સ્વીકારાયેલા અર્થતા અનુકૂલપણા વડે પ્રતિસંધાન કરીને પોતાનો પક્ષ સ્વીકારતા હતા, એથી તેઓ સિદ્ધસેન દિવાકરસૂરિજી આદિ, આભિનિવેશવાળા નથી. વળી ગોષ્ઠામાહિલાદિ શાસ્ત્રતાત્પર્યતા બાધતું પ્રતિસંધાન કરીને અન્યથા શ્રદ્ધા કરે છે. તેથી દોષ નથી તેથી આભિનિવેશનું લક્ષણ ગોષ્ઠામાહિલાદિમાં સ્વીકારવામાં દોષ નથી. III
ભગવાનના વચનના પ્રામાયના સંશયપ્રયુક્ત શાસ્ત્રના અર્થમાં સંશય એ સાંશયિકમિથ્યાત્વ છે. જે પ્રમાણે સર્વ દર્શન પ્રમાણ છે કે કોઈક દર્શન ? અથવા આ ભગવાનનું વચન પ્રમાણ છે કે નહિ? ઈત્યાદિ સંશયવાળા જીવોને સાંશયિકમિથ્યાત્વ છે. સૂક્ષ્મ અર્થના સંશયવાળા મિથ્યાત્વના પ્રદેશના ઉદયથી નિષ્પન્ન એવા સાધુઓને પણ મિથ્યાત્વનો ભાવ પ્રાપ્ત ન થાઓ, એથી ભગવાનના વચનના પ્રામાણ્યના સંશયમયુક્તપણું વિશેષણ છે. અને તેઓ-સૂક્ષ્માર્થની શંકાવાળા સાધુઓ આવા તથી ભગવાનના વચનના પ્રામાણ્યની શંકાવાળા નથી, પરંતુ ભગવાનના વચનના પ્રામાણ્યના જ્ઞાનથી નિવર્તનીય છે સૂક્ષ્મ શંકાથી તિવર્તનીય છે.
કેમ નિવર્તનીય છે ? તેમાં હેતુ કહે છે – સૂક્ષ્મ અર્થાદિનો સંશય હોતે છતે “તે જ સત્ય છે. નિ:શંક છે, જે જિનેશ્વરોએ કહ્યું છે.” (શ્રાવકપ્રજ્ઞપ્તિ) ઈત્યાદિ આગમમાં કહેવાયેલ ભગવાન વચનના પ્રામાણ્યતા પુરસ્કારથી તેના ઉદ્ધારનું જ=સંશયના ઉદ્ધારનું જ, સાધ્વાચારપણું છે=સાધુનો આચાર છે. જે શંકા સાધુને પણ સ્વરસવાહિપણાથી તિવર્તન પામતી નથી. તે-તે શંકા, સાંશયિકમિથ્યાત્વરૂપ છતી અનાચાર આપાદિકા જ છે. આથી જ=સૂક્ષ્માર્થમાં સાધુને સંશય થાય અને “તમેવ સર્વાં–" ઈત્યાદિ વચન દ્વારા તે શંકાનો ઉદ્ધાર સાધુ ન કરે તો સમ્યક્તતા અતિચારની પ્રાપ્તિ છે આથી જ, કાંક્ષામોહના ઉદયથી આકર્ષની પ્રસિદ્ધિ છે=સાધુને આકર્ષ દ્વારા મિથ્યાત્વની પ્રાપ્તિ છે એ પ્રમાણે શાસ્ત્રમાં પ્રસિદ્ધિ છે. Inકા
સાક્ષાત્ અથવા પરંપરાથી તત્વની અપ્રતિપતિ અનાભોગમિથ્યાત્વ છે. જે પ્રમાણે એકેન્દ્રિય આદિને અને તત્તાતત્વના અનધ્યવસાયવાળા મુગ્ધલોકોને તત્ત્વની અપ્રતિપત્તિરૂપ અનાભોગમિથ્યાત્વ છે. જોકે માપતુષાદિ જેવા સાધુઓને પણ સાક્ષાત્ તત્વની અપ્રતિપત્તિ છે તોપણ તેઓનું ગીતાર્થ નિશ્ચિતપણું હોવાથીeગીતાર્થના વચનથી નિયંત્રિત યોગમાર્ગમાં પ્રવૃત્તિ હોવાથી, તર્ગત તત્ત્વની પ્રતિપત્તિ=ગીતાર્થગત તત્ત્વનો નિર્ણય, પરંપરાએ તેઓમાં પણ હોવાથી=માષતુષાદિ સાધુઓમાં પણ હોવાથી, ત્યાં=ભાવથી સાધુ એવા માષતુષાદિ સાધુઓમાં, અતિવ્યાપ્તિ નથી=અનાભોગમિથ્યાત્વના લક્ષણની અતિવ્યાપ્તિ નથી અને તત્ત્વની અપ્રતિપત્તિ અહીં-અનાભોગના લક્ષણમાં સંશય-નિશ્ચય સાધારણ તત્વજ્ઞાનસામાન્યના અભાવરૂપ છે, એથી સાંશયિકમિથ્યાત્વમાં અતિવ્યાપ્તિ નથી=અનાભોગતા લક્ષણની અતિવ્યાપ્તિ નથી. એ પ્રમાણે દિશાસૂચન છે અત્યાર સુધી પાંચ મિથ્યાત્વનું વર્ણન કર્યું. એ પ્રમાણે મિથ્યાત્વના સ્વરૂપ વિષયક દિશાસૂચન છે. પા.