________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭
પ૧
ઈત્યાદિ પૂર્વાચાર્યના વચનથી પ્રવ્રયાનું જ ભવાંતરસ્કૃત પાપકર્મના પ્રાયશ્ચિતરૂપપણું છે. આવા દ્વારા=પ્રવ્રજ્યાનું ભવાંતરસ્કૃત પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપપણું છે એમ પૂર્વે કહ્યું એના દ્વારા, કરાયેલા પાપના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર તે જ ભવમાં થાય છે પણ જન્માંતરમાં નહિ એ પ્રમાણે બોલતો ત્યાં પોતાના કથનમાં, “નાવાર સાવશે” ઈત્યાદિ ઉપદેશમાલાની સંમતિનો ઉલ્માવત કરતો વ્યક્ત અસંલગ્નતાને નહીં જાણતો=આ ભવમાં કરાયેલા પાપના પ્રાયશ્ચિતની પ્રાપ્તિ જન્માંતરમાં થાય નહિ એ પ્રકારના કથનમાં વ્યક્ત અસંલગ્નતાને નહીં જાણતો, નિરસ્ત જાણવો.
અહીં પૂર્વપક્ષી કહે કે પૂર્વભવમાં કરાયેલા પાપના પરિજ્ઞાનનો અભાવ હોવાથી કેવી રીતે તેનું આલોચન થાય ? અર્થાત્ કેવી રીતે પૂર્વભવમાં કરાયેલા પાપનું જન્માંતરમાં આલોચન થાય ? અને કેવી રીતે તેનું પ્રાયશ્ચિત્ત થાય ? તેને ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે આ ભવમાં કરાયેલા પણ વિસ્મૃત પાપની જેમ પૂર્વભવમાં પણ કરાયેલાં પાપોનું સામાન્ય જ્ઞાનથી જે કોઈ આવા પ્રકારનાં પાપો કર્યા હોય એ પ્રકારના સામાન્ય જ્ઞાનથી, આલોચનાનો અને પ્રાયશ્ચિત્તનો સંભવ છે. આથી જ પૂર્વભવમાં કરાયેલાં પાપોનું આલોચન અને પ્રાયશ્ચિત સંભવ છે આથી જ, મિથ્યાત્વ હિંસાદિ, પારભવિક પણ પાપોની નિંદા, ગહદિક કરાય છે. તેમાં ચતુશરણપયબ્રાની સાક્ષી આપે છે – “ઈહભવિક-અન્યભવિક મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે દુષ્ટ અધિકરણ જિનપ્રવચનથી પ્રતિકુષ્ટ છે. તે પાપની હું ગહ કરું છું". hપગા
આ ભવમાં અથવા અન્ય ભવગ્રહણોમાં પ્રાણાતિપાત કરાયો હોય, કરાવાયો હોય, પર વડે કરાતો સમનુજ્ઞાત હોય તેની નિદા કરું છું. ગઈ કરું ." ઈત્યાદિ ચતુદશરણ પ્રકીર્ણક અને પાલિકસૂત્રાદિમાં કહેવાયું છે.
પાપપ્રતિઘાતગુણબીજાધાનસૂત્રની વૃત્તિમાં હરિભદ્રસૂરિ વડે આ ભવ સંબંધી અથવા પરભવ સંબંધી પાપને “યત્તત્’ પદ દ્વારા પરામર્શ કરીને મિથ્યાદુષ્કૃતપ્રાયશ્ચિત્તથી વિશોધન કરવું જોઈએ, એ પ્રમાણે કહેવાયું છે. તે આ પ્રમાણે –
અને આમના તીર્થંકરાદિના, શરણને પામેલો હું દુષ્કતની ગહ કરું છું. જે અરિહંતના વિષયમાં, સિદ્ધના વિષયમાં, આચાર્યના વિષયમાં, સાધુના વિષયમાં, સાધ્વીના વિષયમાં, અથવા અન્ય ધર્મસ્થાનના વિષયમાં, માનનીય-પૂજનીયતા વિષયમાં, તથા માતા-પિતાઓના વિષયમાં, બંધુઓના-મિત્રોના વિષયમાં, ઉપકારીના વિષયમાં, ઓઘથી=સામાન્ય જીવોના વિષયમાં, માર્ગસ્થિત જીવોના-ચમાર્ગસ્થિત જીવોના વિષયમાં, માર્ગના સાધનના-ચમાર્ગના સાધનના વિષયમાં, જે કાંઈ વિપરીત આચરણ કરાયું હોય, તે અનાચરણીય, અનિચ્છનીય છે, પાપ છે, પાપાનુબંધી છે, તે સૂક્ષ્મ કે બાદર મનથી, વચનથી, કાયાથી, રાગથી, દ્વેષથી, મોહથી કર્યુ, કરાવ્યું અનુમોઘુ હોય, આ જન્મમાં કે જન્માંતરમાં કર્યું, કરાવ્યું હોય, એ ગહનીય છે. આ દુષ્કત છે, આ ત્યાગ કરવા યોગ્ય છે. મારા વડે કલ્યાણમિત્ર અને ગુરુ ભગવંતના વચનથી વિજ્ઞાન છે. આ આમ જ છે એ પ્રમાણે શ્રદ્ધાથી રોચિત છે. અરિહંત અને સિદ્ધ સમક્ષ આવી ગહ કરું છું. આ દુષ્કત છે, આ ત્યાગ કરવા યોગ્ય છે. અહીં ત્રણ વખત મિચ્છામિ દુક્કડું બોલવું.