________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭
૫૪
ઉક્ત ફલની અપેક્ષાએ હિંસાદિની જેમ ઉત્સૂત્રથી આસ્તિક્યને ભયની ઉપપત્તિ છે. જે કારણથી આસ્તિક્ય અસત્ પ્રવૃત્તિમાં ભયનું નિમિત્ત છે. ાછા
ભાવાર્થ:
ગાથા-૭માં કહ્યું કે કર્મના બંધથી અનંતસંસારની પ્રાપ્તિ નથી પરંતુ અશુભ અનુબંધથી અનંતસંસારની પ્રાપ્તિ છે. અને તે ગાથાના અર્થને સ્પર્શનારી ટીકા અત્યારસુધી સ્પષ્ટ કરી. હવે તેને જ દૃઢ કરવા અર્થે કહે છે કે બંધાયેલાં કર્મોમાં મિથ્યાત્વને કારણે જે અનુબંધ શક્તિ છે તેના કારણે અનંતસંસારની પ્રાપ્તિ થાય છે. આથી જ કોઈક મહાત્મા આભોગથી કે અનાભોગથી ઉત્સૂત્રભાષણ કરે અને આ જન્મમાં કે જન્માંત૨માં તે થયેલા પાપની સમ્યક્ આલોચના કરે અને તે આલોચનાના દ્વારા થયેલા પાપનું પ્રતિક્રમણ તીવ્ર પશ્ચાત્તાપના પરિણામથી કરે તો બંધાયેલા પાપમાં અનુબંધ શક્તિનો વિચ્છેદ થાય છે. તેથી તે મહાત્માને અનંતસંસારની પ્રાપ્તિ થતી નથી. જો કોઈ મહાત્મા ઉત્સૂત્રભાષણ કરતી વખતે અનંત ભવો સુધી વેદન થાય તેવા અનુબંધ શક્તિવાળાં નિરુપક્રમ કર્મો બાંધે તો તે અનંત ભવો સુધી દુર્ગતિઓના ક્રમથી વેદન થયા પછી જ તેને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ શકે પરંતુ ત્યાં સુધી તેને પ્રાયશ્ચિત્તનો પરિણામ થાય જ નહિ; કેમ કે ઉત્સૂત્રભાષણ કરતી વખતે તેવો તીવ્ર અધ્યવસાય થયેલો છે, તેથી તે જીવને થયેલા પાપની શુદ્ધિનું કારણ બને તેવા પ્રકારના નિર્મલ પરિણામનું કારણ એવો પ્રાયશ્ચિત્તનો પરિણામ થતો નથી.
વળી, જે મહાત્માઓ ઉત્સૂત્રભાષણ કરતી વખતે તેવા તીવ્ર અધ્યવસાયવાળા નહીં હોવાથી નિયત ઉપક્રમણીય સ્વભાવવાળું કર્મ બાંધે છે. અર્થાત્ નિયત કાળ પછી તેઓના તે પાપ પ્રત્યે તેઓને પશ્ચાત્તાપ થાય તેમાં પ્રતિબંધક ન બને તેવાં કર્મો બાંધે છે. અને તેવા જીવોમાંથી કેટલાકને આ જન્મમાં પ્રાયશ્ચિત્તનો પરિણામ થાય છે. તો કેટલાકને જન્માંતરમાં પ્રાયશ્ચિત્તનો પરિણામ થાય છે. જેના કારણે ઉત્સૂત્રના ભાષણથી થયેલી સંસારની વૃદ્ધિ પ્રાયશ્ચિત્તના પરિણામથી નિવર્તન પામે છે. આથી જ ભગવાનના પાસે આવેલા જમાલીના શિષ્યોને તે જ ભવમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ. અને કાલીદેવી વગેરેને ભવાંતરમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ; કેમ કે કાલીદેવી ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. તેથી મહાવિદેહમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરશે ત્યારે તેમનો પ્રવ્રજ્યાનો પરિણામ પૂર્વભવમાં કરાયેલાં સર્વપાપોથી વિરુદ્ધ વીતરાગતા તરફ જનારો હોવાથી સર્વ પાપોની શુદ્ધિનું કારણ બનશે. તેથી કાલીદેવીએ ઉત્સૂત્રભાષણ કરેલું તે વખતે જે નિયત ઉપક્રમણીય સ્વભાવવાળું કર્મ બંધાયું તે કર્મ ભાવથી પ્રવ્રજ્યાના પરિણામને કારણે નિવર્તન પામશે.
વળી, કેટલાક કહે છે કે કરાયેલા પાપના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ તે જ ભવમાં થઈ શકે, જન્માંતરમાં થઈ શકે નહિ-તેમાં ઉપદેશમાલાની સાક્ષી આપે છે. ઉપદેશમાલામાં કહ્યું છે કે “જ્યાં સુધી સાવશેષ આયુષ્ય છે, જ્યાં સુધી થોડો પણ પ્રયત્ન કરવાની શક્તિ છે, ત્યાં સુધી આત્મહિત કરવા યત્ન કરવો જોઈએ. તેથી પાછળથી શશી રાજાની જેમ પસ્તાવો થાય નહિ.” આ કથનથી પૂર્વપક્ષી એ અર્થ કાઢે