________________
૫૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭
એ પ્રમાણે અથ'થી જે કહ્યું એ પ્રમાણે, જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રમાણે કહેવું નહિ. કેમ એ પ્રમાણે કહેવું નહીં ? તેમાં હેતુ કહે છે – ત્યાં=દશવૈકાલિકસૂત્રના ઉદ્ધરણમાં નિદ્ભવ જ અધિકૃત નથી પરંતુ તપસ્વૈનાદિ અધિકૃત છે; કેમ કે તપસ્તન અને વચનસ્તેન ઇત્યાદિનું પૂર્વગાથાની સાથે એકવાક્યપણું છે. તેનું પણ તપસ્વૈનાદિનું પણ, ઉત્કૃષ્ટ ફલપ્રદર્શન આ છેઃ દશવૈકાલિકસૂત્રની ગાથા-૪૮માં બતાવ્યું એ છે.
અહીં શંકા થાય કે ઉસૂત્રભાષણ કરનાર અને તપસ્વૈનાદિને દશવૈકાલિકસૂત્રની ગાથામાં કહ્યું એ ઉત્કૃષ્ટ ફલને આશ્રયીને છે, સર્વને આશ્રયીને નથી. તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
વળી સર્વત્ર=ઉસૂત્ર ભાષણ કરનાર, તપસ્તનાદિ સર્વત્ર સાશ્યનો નિયમ નથી=દશવૈકાલિકસૂત્રની ૪૭-૪૮મી ગાથામાં બતાવ્યું તેવા ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિરૂપ સાદૃશ્યનો નિયમ નથી; કેમ કે અધ્યવસાયનું વિચિત્રપણું છે=ઉસૂત્રભાષણ કરનારા, તપસ્વૈનાદિ કરનારા સાધુઓમાં સંસારની વૃદ્ધિના કારણભૂત મિથ્યાત્વના પરિણામરૂપ અધ્યવસાયની તરતમતારૂપ વિચિત્રતા છે.
‘નથ’થી પૂર્વપક્ષે કહેલ કે પરભવના હિંસાદિ પાપનું પ્રાયશ્ચિત્ત થઈ શકે, પરંતુ પારભવિક ઉસૂત્રભાષણજનિત પાપનું પ્રાયશ્ચિત્ત થઈ શકે નહિ. તેનું અત્યાર સુધી નિરાકરણ કર્યું. વળી પૂર્વપક્ષી કહે છે તેમ સ્વીકારવામાં અન્ય શું દોષ પ્રાપ્ત થાય ? તે વિશ્વ'થી બતાવે છે –
વળી આ રીતે પૂર્વપક્ષી કહે છે એ રીતે, ‘રૂચ સે’ એ પ્રકારના આચારાંગસૂત્રના વચનથી પરના માટે દૂર કર્મોને કરતા હિતાહિતબુદ્ધિ આદિના વિપર્યાસવાળા પુરુષના હિંસાદિ દોષના પ્રાયશ્ચિત્તની પણ ભવાંતરમાં અનુપપત્તિ જ થાય.
” આચારાંગસૂત્રના વચનનો અર્થ આ પ્રમાણે છે – આ રીતે તે પુરુષ જે પરના માટે ક્રૂર કર્મોને કરતો એવો બાલ છે. દુઃખથી સંમૂઢ વિપર્યાસને પ્રાપ્ત કરે છે.' ‘નથ’થી પૂર્વપક્ષી કહે કે પ્રમાદથી કરાયેલાં સર્વ પાપનું વિપર્યાસ આધાયકપણું હોવાથી અને વિપર્યાસરૂપી પાણીથી સિંચન કરાતાં ક્લેશરૂપી વૃક્ષોનું અનુબંધ ફલપણું હોવાથી ભવાંતરમાં પણ તથાભવ્યત્વના વિશેષથી કોઈક જીવતા વિપર્યાસની નિવૃત્તિથી જ અનુબંધની નિવૃત્તિ થવાને કારણે હિંસાદિ પાપના પ્રાયશ્ચિત્તની ઉપપત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તે આ પૂર્વપક્ષીએ હિંસાદિ પાપના પ્રાયશ્ચિતની ભવાંતરમાં ઉપપત્તિ માટે જે યુક્તિ બતાવી તે આ, ઉસૂત્રના પ્રાયશ્ચિત્તમાં પણ સમાન છે. અને આ રીતેeગ્રંથકારશ્રીએ અત્યાર સુધી યુક્તિઓથી સ્થાપન કર્યું કે ઉસૂત્રભાષી બધાને અનંતસંસાર થાય તેવો નિયમ નથી તે રીતે, ઉસૂત્રભાષીના સંસારના અનિયમને કારણે તેનાથી–ઉસૂત્રભાષણથી, ભયની અનુપપતિ થશે. એ પ્રમાણે શંકા ન કરવી; કેમ કે એકાંતના અભાવમાં પણaઉસૂત્રભાષણથી અનંતસંસારની પ્રાપ્તિના એકાંતના અભાવમાં પણ, બહુલતાએ