________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭
પપ
કે આ ભવમાં કરાયેલા પાપની શુદ્ધિ આ ભવમાં જ કરવી પડે; કેમ કે જો પરભવમાં આ ભવના પાપની શુદ્ધિ થતી હોત તો ઉપદેશમાલામાં એમ કહેત નહિ કે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આત્મહિત કરી લેવું જોઈએ.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રકારનો અર્થ કરવામાં વ્યક્ત જ અસંલગ્નતાને નહિ જાણતો પૂર્વપક્ષી નિરસ્ત જાણવો. કેમ પૂર્વપક્ષી અસંલગ્નતાને જાણતો નથી ? તે બતાવે છે –
જો આ પ્રકારનો અર્થ કરવામાં આવે તો કાલીદેવી યથાવૃંદા થઈને બીજા ભવમાં મોક્ષમાં જાય છે તે સંગત થાય નહિ, તેથી “કાલીદેવી મહાવિદેહમાં સિદ્ધ થશે” એ વચન સંગત કરવા માટે પૂર્વપક્ષીએ ઉપદેશમાલાનો અર્થ સ્વમતિ અનુસાર લઈને આ ભવમાં કરાયેલા પાપનું પ્રાયશ્ચિત્ત જન્માંતરમાં થતું નથી તેમ કહેવું ઉચિત નથી.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વભવમાં કરાયેલાં પાપોનું સ્મરણ આ ભવમાં થઈ શકે નહીં. તેથી તેની શુદ્ધિ કઈ રીતે કરી શકાય ? તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે –
આ ભવમાં કરાયેલાં પાપો વિસ્મૃત થયેલાં હોય છતાં જે આરાધક મહાત્મા આ ભવના સ્મરણમાં આવતાં સર્વ પાપોની આલોચના કરીને, સામાન્યથી આલોચના કરે છે કે આ સિવાયનાં અન્ય પણ જે કોઈ પાપ મારાથી થયાં હોય જેનું મને સ્મરણ થતું નથી તેવાં સર્વ પાપોનું હું આલોચન કરું છું. તેનાથી જેમ તે મહાત્માની શુદ્ધિ થાય છે. તે રીતે પરભવમાં પણ જે કોઈ હિંસાદિ પાપો મેં કર્યા હોય તેમ સામાન્યથી ઉપસ્થિત કરીને તેની આલોચના જે મહાત્મા કરે છે ત્યારે તે આલોચનાથી થયેલ પાપ પ્રત્યેનો જુગુપ્સાનો પરિણામ તે મહાત્માને જેટલો પ્રકર્ષવાળો તેને અનુસાર જન્માંતરનાં પાપો નાશ પામે છે. વળી, પારભવિક પાપની શુદ્ધિ થાય છે આથી જ, શાસ્ત્રોમાં પરભવમાં કરાયેલાં મિથ્યાત્વ હિંસાદિ પાપોની નિંદા-ગદિને કહેનારાં સૂત્રો છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે પરભવના પાપનું પ્રાયશ્ચિત્ત કહેનારાં શાસ્ત્રવચનો હોવાથી પરભવનાં હિંસાદિ પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ શકે પરંતુ ઉત્સુત્રભાષણથી થયેલી અનંતસંસારની શુદ્ધિનું પ્રાયશ્ચિત્ત પરભવમાં થઈ શકે નહિ તેથી ઉત્સુત્રભાષણની શુદ્ધિ તો આ જ ભવમાં કરવી જોઈએ. અને તેમાં દશવૈકાલિકની સાક્ષી આપતાં પૂર્વપક્ષી કહે છે કે ઉત્સુત્રભાષણ કરનારાને બીજા ભવમાં પોતાના પાપનું પરિજ્ઞાન થતું નથી માટે તે દુર્લભબોધિ છે એ પ્રકારનો અર્થ દશવૈકાલિકસૂત્રમાંથી પ્રાપ્ત થાય છે. માટે ઉત્સુત્રભાષણનું પ્રાયશ્ચિત્ત અન્યભવમાં સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે દશવૈકાલિકસૂત્રનું વચન માત્ર ઉસૂત્રભાષણ સાથે સંલગ્ન નથી પરંતુ તપસ્તન એવા સાધુને પણ તેવું ઉત્કૃષ્ટ ફળ મળી શકે છે તે બતાવે છે. અર્થાત્ કોઈ મહાત્માએ વિશિષ્ટ તપ કરેલો હોય અને કોઈ શ્રાવક કોઈ અન્ય સાધુને પૂછે છે કે તે તપસ્વી સાધુ કોણ છે ? તે વખતે માનકષાયને વશ તે અન્ય સાધુ કહે કે “સાધુઓ તપસ્વી જ હોય છે” તે સાંભળીને તે