________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા
૩૯
વળી વ્યવહારનય ઉસૂત્રભાષણાદિ ક્રિયાઓને અનંતસંસારનું કારણ કહે છે અને ઉત્સુત્રભાષણાદિ ક્રિયામાં વર્તતા તીવ્ર સંક્લેશને અનંતસંસારની પ્રાપ્તિ પ્રત્યે સહકારી કહે છે. અથવા ઉત્સુત્રભાષણાદિ ક્રિયાના ઘટકરૂપે તીવ્ર સંક્લેશને સ્વીકારે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ભગવાનની પૂજાની ક્રિયામાં જિનગુણના પ્રણિધાનના સહકારથી ભાવચારિત્રની પ્રાપ્તિની કારણતા છે. તેમ ઉસૂત્રભાષણાદિ ક્રિયામાં તીવ્ર સંક્લેશના સહકારથી અનંતસંસારની કારણતા છે. અથવા જેમ ભગવાનની પૂજાની ક્રિયાનું ઘટક જિનગુણ પ્રણિધાન છે અર્થાત્ ભગવાનની પૂજાની ક્રિયાનું જિનગુણ પ્રણિધાન એક અંગ છે તેમ ઉસૂત્રભાષણાદિ ક્રિયાનું એક અંગ તીવ્ર સંક્લેશ છે. તેથી જેમ ભગવાનની પૂજાની ક્રિયામાં અંગભૂત જિનગુણ પ્રણિધાન ન હોય તો તે પૂજાની ક્રિયા ભાવસ્તવનું કારણ બનતી નથી. તેમ ઉસૂત્રભાષણાદિ ક્રિયાના એક અંગભૂત તીવ્ર સંક્લેશ ન હોય તો તે ઉસૂત્રભાષણ અનંતસંસારનું કારણ બનતું નથી અને તે ઉસૂત્રભાષણના અંગભૂત એવો તીવ્ર સંક્લેશ હોય તો તે ઉસૂત્રભાષણાદિની ક્રિયા અનંતસંસારનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ સંગ્રહનયે અનંતસંસાર પ્રત્યે તીવ્ર સંક્લેશને સ્વતંત્ર કારણ તરીકે સ્વીકાર કર્યો તેમ વ્યવહારનયે તીવ્ર સંક્લેશને અનંતસંસારનું કારણ સ્વીકારવાને બદલે તીવ્ર સંક્લેશના સહકારવાળી કે તીવ્ર સંક્લેશના ઘટકવાળી તે તે ક્રિયાને અનંત સંસારનો હેતુ કેમ કહે છે ? તે બતાવતાં કહે છે –
વ્યવહારનય તીવ્ર અધ્યવસાયના સહકારવાળી કે તીવ્ર અધ્યવસાયપૂર્વક કરાયેલી પાપક્રિયા જ અનંતસંસારનો હેતુ છે તેમ વ્યવહાર કરે છે. જેથી વિવેકી લોકો તેવી બાહ્ય ક્રિયાનો પરિહાર કરીને સંસારની વૃદ્ધિથી પોતાનું રક્ષણ કરી શકે.
આ રીતે સંગ્રહનયથી અને વ્યવહારનયથી અનંતસંસારનો નિયામક શું છે ? તે સ્પષ્ટ કર્યા પછી અનંતસંસારનું કારણ એવો તીવ્ર અધ્યવસાય કેવા જીવોને થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થ કહે છે –
જે જીવો જાણવા છતાં કે અજાણતાં પણ શાસનના માલિજના નિમિત્ત એવી પ્રવૃત્તિઓ કરે છે તેઓને ભગવાનના શાસનના નાશ પ્રત્યેના ઉપેક્ષાના પરિણામરૂપ રૌદ્ર અનુબંધવાળો તીવ્ર અધ્યવસાય છે તેથી તેવા જીવો અનંતસંસારનું અર્જન કરે છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનના શાસનનું માલિન્ય થાય છે તેવું જાણવા છતાં જેઓ તેવી પ્રવૃત્તિ કરે છે તેઓને રૌદ્ર અધ્યવસાય થઈ શકે, પણ જેઓને પોતાની પ્રવૃત્તિથી શાસનનું માલિન્ય થાય છે તેવું જ્ઞાન નથી તેઓને પણ તેવો તીવ્ર રૌદ્ર અધ્યવસાય કેમ થાય છે ? તેથી કહે છે –
અનાભોગથી પણ શાસનમાલિત્યની પ્રવૃત્તિમાં મહામિથ્યાત્વનું અર્જન થાય છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી એ પ્રાપ્ત થાય કે પોતાની પ્રવૃત્તિથી શાસનમાલિન્ય ન થાય તે રીતે અત્યંત યતનાપૂર્વક જેઓ પ્રવૃત્તિ કરતા નથી તેઓને ભગવાનના શાસના માલિત્ય પ્રત્યે ઉપેક્ષાના પરિણામ છે અને જો અનાભોગથી પણ શાસનમાલિન્ય કરનારા અત્યંત અપ્રજ્ઞાપનીય હોય તો તેઓનો ઉપેક્ષાના પરિણામ મહામિથ્યાત્વરૂપ છે; કેમ કે પોતાનામાં અત્યંત મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે અને અન્યને મિથ્યાત્વની પ્રાપ્તિનું પ્રબલ કારણ છે.