________________
૪૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭ વૃદ્ધિના જતનની શક્તિરૂપ અનુબંધના સંબંધથી, થાય છે, કેમ કે ગ્રંથિભેદના પૂર્વે પણ અનંતસંસારના અર્જતમાં અશુભ અનુબંધ, હેતુપણું હોવાથી પ્રાપ્તસમ્યગ્દર્શનવાળા જીવોને પણ પ્રતિપાત વડે તેનાથી જ=સમ્યક્તના પ્રતિપાત વડે અશુભ અનુબંધથી જ, અનંતસંસારનો સંભવ છે.
તે પૂર્વે કહ્યું કે ગ્રંથિભેદ પૂર્વે પણ અશુભ અનુબંધથી અનંતસંસાર થતો હતો અને સમ્યક્તથી પાત થયા પછી પણ અશુભ અનુબંધથી અનંતસંસાર થાય છે એમ જે કહેવાયું તે, ઉપદેશપદ ગાથા૩૮૬માં કહેવાયું છે –
“ગ્રંથિના ભેદ પૂર્વે પણ અસકૃબંધ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અનંત વાર બંધ અન્યથા થતો નથી=અશુભ અનુબંધ વગર થતો નથી. તેથી આ પણ સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તથી પાત થવાને કારણે જે જ્ઞાનાવરણીયાદિનો અસકૃઅનંત વાર બંધ થાય છે એ પણ, આ રીતે અશુભ અનુબંધથી જાણવો.”
અને તેથી=પૂર્વે યુક્તિથી સ્થાપન કર્યું કે અશુભ અનુબંધથી અનંતસંસારિતા થાય છે તેથી, બંધ માત્રથી અનંત સંસારિતા નથી પણ અનુબંધથી છે એ પ્રમાણે સ્થિત છે. ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે જીવ સંક્લેશથી કર્મ બાંધે તે પણ બંધ ઉત્કર્ષથી અસંખ્યાત કાળ સુધીની સ્થિતિવાળો હોય છે, અનંતકાળની સ્થિતિવાળું કર્મ બંધાતું નથી. તેથી તીવ્ર અધ્યવસાયવાળો જીવો ઉસૂત્રભાષણ કરે તેનાથી અનંતસંસાર કઈ રીતે થઈ શકે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – જે જીવો અવિચ્છિન્ન તેવા પ્રકારના ક્લિષ્ટ અધ્યવસાયવાળા હોય છે, અર્થાત્ જે ક્લિષ્ટ અધ્યવસાય થાય તે અનંતકાળ સુધી વિચ્છેદ ન થાય તેવા ક્લિષ્ટ અધ્યવસાયવાળા હોય છે. તેઓ પોતાની ઇચ્છા અનુસાર નિયત આશ્રવમાં પ્રવૃત હોય અર્થાત્ મોહધારાની વૃદ્ધિને અનુકૂળ નિયત કર્મબંધમાં પ્રવૃત્ત હોય અથવા મોહધારાની વૃદ્ધિને અનુકૂળ અનિયત આશ્રવમાં પ્રવૃત્ત હોય અથવા જિનવચનથી વિપરીત નિયત ઉસૂત્રભાષી હોય કે અનિયત ઉસૂત્રભાષી હોય અને તે પાપપ્રવૃત્તિ કર્યા પછી પશ્ચાત્તાપનો પરિણામ ન પ્રાપ્ત કરે તેવા હોય તેઓ જે પાપકર્મ બાંધે છે તે પાપકર્મકાળમાં અશુભ અનુબંધનો યોગ હોય છે જેનાથી અનંતસંસારની પ્રાપ્તિ થાય છે. અશુભ અનુબંધનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે –
જ્યારે જીવ ક્લિષ્ટ પરિણામવાળો હોય છે ત્યારે જ્ઞાનાવરણીયાદિ પાપ પ્રકૃતિઓના અનુબંધના યોગથી અનંતસંસાર કરે છે. અર્થાત્ જે જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓ બાંધે છે તે પાપપ્રકૃતિ ભોગવાઈને જેટલી ક્ષય થાય તેના કરતાં નવી નવી તેવી પાપપ્રકૃતિ બાંધીને અનંત કાળ સુધી તે ચાલે તેવા અનુબંધથી અનંતસંસાર કરે છે. અથવા બંધાતી જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓમાં ક્લિષ્ટ અધ્યવસાયથી તેવી શક્તિ પેદા કરે છે કે જેનાથી પાપપ્રકૃતિઓમાં ફરી ફરી ક્લિષ્ટ અધ્યવસાય કરીને નવી નવી જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓ બાંધે તેનાથી અનંતસંસાર થાય છે.