________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭
૪૭ અહીં પ્રશ્ન થાય કે જે જીવો સમ્યક્ત પામ્યા છે અને ઉત્સુત્રભાષણાદિ કોઈક પાપપ્રવૃત્તિથી અનંતસંસાર કરે છે ત્યાં પણ કોણ કારણ છે ? તેથી કહે છે –
ગ્રંથિભેદથી પૂર્વે જે અનંતસંસારનું અર્જન થતું હતું તે અશુભ અનુબંધથી જ થતું હતું તેમ સમ્યક્ત પામ્યા પછી પણ કોઈ જીવ સમ્યક્તથી પાત પામે ત્યારે તે જીવને અશુભ અનુબંધી જ અનંતસંસાર પ્રાપ્ત થાય છે. તેથી એ ફલિત થાય કે કર્મબંધ માત્રથી અનંતસંસાર થતો નથી પરંતુ તે બંધાયેલાં કર્મો ફરી ફરી ક્લિષ્ટ પરિણામ કરાવીને નવા નવા બંધને કરાવે છે. અને તે નવા નવા બંધના પ્રવાહરૂપ અનુબંધથી અનંતસંસાર પ્રાપ્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે મોહનીય કર્મના ઉદયથી જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓ બંધાય છે. અને મોહનીય કર્મનો ઉદય દસમા ગુણઠાણા સુધી સર્વજીવોને હોય છે. તેથી દસમા ગુણઠાણા પૂર્વે અપ્રમત્તમુનિઓ, સુસાધુઓ કે સુશ્રાવકો કે સમ્યગ્દષ્ટિ જીવો સ્વ સ્વ ભૂમિકાને અનુસાર મોહના પરિણામને અનુરૂપ જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓ બાંધે છે. આમ છતાં સમ્યક્તની પ્રાપ્તિથી જીવ આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેને પ્રગટ કરવાને માટે જિનવચનાનુસાર ઉદ્યમ કરે છે. તેથી સમ્યગ્દષ્ટિ આદિ જીવો સતત મોહની હાનિ માટેના ઉદ્યમવાળા છે. જેમ જેમ મોહનીયની હાનિ થાય છે તેમ તેમ જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓ પૂર્વ-પૂર્વ કરતાં અલ્પ બંધાય છે. તેથી સમ્યગ્દષ્ટિથી માંડીને દસમા ગુણઠાણા સુધીના જીવોની જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓ ક્રમસર અલ્પ-અલ્પતર બંધાય છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ વર્તમાનમાં જે જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓ બાંધે છે તેના કરતાં ઉત્તરમાં અલ્પ સ્થિતિવાળી જ્ઞાનાવરણીય આદિ પાપપ્રકૃતિઓ બાંધે છે.
વળી સમ્યક્ત પામ્યા પછી કોઈ જીવ કોઈક રીતે ઉત્સુત્રભાષણાદિ પ્રવૃત્તિ કરે તે વખતે તેનો અનિવર્તનીય તીવ્ર પરિણામ જેટલો હોય તે પરિણામને અનુરૂપ તેની જિનવચનથી વિપરીત તીવ્ર રુચિ છે. તેથી તેની વિપરીત રુચિને અનુસાર પૂર્વમાં સમ્યક્ત પ્રાપ્તિકાળથી જ્ઞાનાવરણીયાદિ કર્મો હીન-હીનતર થતાં હતાં તે હવે મિથ્યાત્વની પ્રાપ્તિકાળમાં વિશેષ પ્રકારનાં બંધાય છે. વળી ઉત્તર-ઉત્તરમાં અધિક-અધિક જ્ઞાનાવરણીયાદિ પાપ કર્મો બાંધે તેવી અનુબંધ શક્તિ મિથ્યાત્વના ઉદયકાળમાં વર્તતા અનંતાનુબંધી કષાયના ઉદયથી થાય છે. તેથી જેમ સમ્યક્તની પ્રાપ્તિ પૂર્વે મિથ્યાત્વના ઉદયકાળમાં વર્તતા અનંતાનુબંધી કષાયના ઉદયથી અનંતસંસારનું અર્જન થતું હતું તેમ સમ્યક્તની પ્રાપ્તિ પછી પણ સમ્યક્તથી પાન પામેલા જીવને અનંતાનુબંધી કષાયના ઉદયથી અનંતસંસારનું અર્જન થાય છે.
વળી, આ અનંતાનુબંધી કષાય શરમાવર્ત પૂર્વના જીવોમાં અધિક તીવ્ર હોય છે અને જેમ જેમ દૂર દૂરના પુદ્ગલપરાવર્તમાં જીવ હોય છે તેમ તેમ અધિક તીવ્ર હોય છે. તેથી તે અનંતાનુબંધી કષાયની તીવ્રતાના કારણે જીવ સંસારમાં ગરમાવર્તની પ્રાપ્તિ પૂર્વે અનંત પુદ્ગલપરાવર્તને પસાર કરે છે. અને ચરમાવર્તમાં આવેલા જીવને તે અનંતાનુબંધી કષાય પૂર્વ કરતાં કંઈક મંદ થયેલ છે તેથી તે જીવને ઉપદેશાદિની સામગ્રી મળે અને જો તે જીવ તત્ત્વને અભિમુખ થાય તો સમ્યક્તની પ્રાપ્તિના પૂર્વકાળ સુધી તે અનંતાનુબંધી કષાય