________________
४४
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬, ૭
શ્રાવકાચાર પાળે છે. તથા તેઓ ભગવાને કહેલ સંયમના આચારો યથાર્થ જ કહે છે અને લોકોને કહે છે કે “અમે સંયમના આચાર પાળવા સમર્થ નથી, પરંતુ સુસાધુ જેવો આચાર પાળે છે તેવો સંયમનો આચાર છે.” તેવા સંવિગ્નપાક્ષિક સાધુઓમાં કે લિંગથી નિવર્તન પામેલા શ્રાવકમાં બીજી બાલતા નથી અને જેઓ પોતે જે આચારો પાળે છે તે જ આચાર ઉચિત છે, વર્તમાનકાળમાં ઉત્સર્ગનો અવસર નથી' ઇત્યાદિ કહીને પોતાના શિથિલાચારનું સમર્થન કરે છે, તેઓ જ્ઞાનભ્રષ્ટ છે અને સ્વ-પરના દર્શનનો નાશ કરનારા છે.
આ સર્વ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સંવિગ્નપાક્ષિક પણ પાર્થસ્થસાધુ છે અને તેને છોડીને જે અન્ય પાર્થસ્થ સાધુ છે તેઓમાં બીજી બાલતાનું નિયામક નિયતોસૂત્ર ભાષણ છે. છતાં તેવા પણ પાર્થસ્થ સાધુ નિયમથી અનંતસંસાર પ્રાપ્ત કરે છે તેવો નિયમ નથી. માટે તેવા પાર્થસ્થની જેમ નિયત ઉસૂત્રભાષણ કરનાર નિનવને પણ નિયમો અનંતસંસાર થાય તેવો નિયમ નથી; કેમ કે સંસારના સંખ્યાત-અસંખ્યાત કે અનંત કાળની વૃદ્ધિ પ્રત્યે જીવમાં વર્તતો વિપર્યાસભાવનો ભેદ જ નિયામક છે. અર્થાત્ વિપર્યાસરૂપ ભાવ જેટલો અધિક અનિવર્તનીય તેટલા અધિક સંસારની પ્રાપ્તિ થાય. liા અવતરણિકા :
ननु कर्म तावदुत्कर्षतोऽप्यसंख्येयकालस्थितिकमेव बध्यते, तत्कथं तीव्राध्यवसायवतामप्युत्सूत्रभाषिणामनन्तसंसारित्वं स्याद् ? इत्याशंकायामाह - અવતરણિયાર્થ:
કર્મ ઉત્કર્ષથી પણ અસંખ્યાતકાળ સ્થિતિક જ બંધાય છે. તેથી તીવ્ર અધ્યવસાયવાળા ઉસૂત્રભાષી જીવોને અનંતસંસારપણું કેવી રીતે થઈ શકે ? એ પ્રમાણેની આશંકામાં કહે છે – ભાવાર્થ :
ગાથા-પ-૧માં યુક્તિથી સ્થાપન કર્યું કે ઉસૂત્રભાષણ કરનારા જીવોને જે અનંતસંસાર થાય છે તે નિયત કે અનિયત ઉસૂત્રભાષણથી થતો નથી પરંતુ ઉત્સુત્રભાષણકાળમાં વર્તતા તીવ્ર અધ્યવસાયથી થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે ઉસૂત્રભાષણ કાળમાં ગમે તેટલો તીવ્ર અધ્યવસાય થાય તો પણ બંધાતું કર્મ અસંખ્યાતકાળ સ્થિતિક જ બંધાય છે, અનંતકાળ સ્થિતિવાળું કર્મ બંધાતું નથી તેથી અનંતસંસારની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? એ પ્રકારની શંકાના સમાધાનમાં કહે છે –
ગાથા :
कम्मं बन्धइ पावं जो खलु अणुवरयतिव्वपरिणामो । असुहाणुबन्धजोगा अणंतसंसारिआ तस्स ।।७।।