________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬
૪૩ અને તે રીતે અત્યાર સુધી ટીકામાં જે વર્ણન કર્યું તે રીતે, સંવિગ્સપાક્ષિકથી અતિરિક્ત એવા પાર્થસ્થાદિનું પણ દ્વિતીય બાલતા નિયામક નિયત ઉસૂત્રનો સદ્ભાવ હોવાથી તેને=સંવિગ્સપાક્ષિકથી અતિરિક્ત પાર્થસ્થાદિ, અનંતસંસારનો અનિયમ હોવાથી ઉત્સુત્ર ભાષણ કરવા છતાં અનંતસંસારનો અનિયમ હોવાથી, નિકૂવને પણ તેનો અનિયમ જ છે=અનંત સંસારની પ્રાપ્તિનો અનિયમ જ છે; કેમ કે ભવભેદનું સંસારની વૃદ્ધિરૂપ ભવભેદનું, ભાવભેદથી નિયતપણું છે, એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. li ભાવાર્થ
વળી જેમ નિર્નવ નિયત ઉસૂત્રભાષણ કરનારા છે તેમ પાર્થસ્થાદિ પણ નિયત ઉસૂત્રભાષણ કરનારા છે. કેવા પ્રકારનું નિયતોસૂત્ર ભાષણ પાર્થસ્થ કરે છે ? તે સ્પષ્ટ કરે છે –
જે સાધુઓ ભગવાનના વચનનું સ્મરણ કરીને સ્વવિવેકાનુસાર સર્વ આચાર સેવનારા છે તેઓ ઉદ્યત વિહારી છે. તે ઉદ્યત વિહારી આગળ પોતે લોકમાં હીન ન દેખાય તે માટે સંયમમાં પ્રમાદી એવા પાર્શ્વસ્થ તે મહાત્માની નિંદા કરે છે જે નિયતોસૂત્રભાષણરૂપ છે અને પાર્થસ્થની તે નિંદા બીજા પ્રકારની બાલતાનું નિયામક છે. અર્થાત્ (૧) તેઓ ચારિત્રના પરિણામ વગર છે એ પ્રથમ બાલતા છે અને (૨) સંયમમાં અપ્રમાદી સાધુની નિંદા કરે છે તે દ્વિતીય બાલતા છે.
તેમાં આચારાંગ સૂત્રની સાક્ષી આપે છે – “જે સાધુઓ શીલવાળા, ઉપશાંત અને પ્રજ્ઞાથી સંયમના અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારા છે તેઓ ઉઘતવિહારવાળા છે.” આનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુઓ સદા ઇન્દ્રિયોમાં સંયમ રાખીને, ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે, તેથી શીલવાળા છે. ભગવાનના વચનથી સતત ભાવિત થઈને આત્માને વીતરાગભાવ તરફ લઈ જવા યત્ન કરે છે, તેથી કષાયના નિગ્રહવાળા છે, માટે ઉપરાંત છે. જિનવચનના પરમાર્થને યથાર્થ ભણીને સંયમના ઉચિત અનુષ્ઠાનોમાં પરાક્રમ કરનારા છે. આવા સાધુઓ એકાંતે જિનવચનથી સર્વપ્રવૃત્તિ કરે છે. છતાં જે પાર્થસ્થ પોતાની લોકમાં હીનતા ન દેખાય તે માટે તેવા સુસાધુની નિંદા કરે છે તે, તેઓની બીજી બાલતા છે.
વળી કેટલાક પાર્થસ્થ સાધુઓ સંયમનાં દુષ્કર અનુષ્ઠાનો અપ્રમાદથી કરવા માટે અલ્પ વીર્યવાળા હોવાથી અસમર્થ છે, છતાં સુસાધુના ગુણોની પ્રશંસા કરનારા છે. તેઓ ભગવાને બતાવેલા ચારિત્રના માર્ગને યથાર્થ જ કહેનારા છે, તેઓ સંવિગ્નપાક્ષિક છે. તે સંવિગ્નપાક્ષિક કેવા છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સંયમના પરિણામથી નિવર્તનમાન છે, તેથી કેટલાક લિંગવાળા છે, તો કેટલાક લિંગને પણ છોડીને ગૃહસ્થવેશને સ્વીકારનારા છે. જેઓ લિંગવાળા છે તેઓ સંવિગ્ન સાધુઓનો પક્ષપાત કરનારા હોવાથી સંવિગ્નાલિક કહેવાય છે. જેઓ લિંગને છોડી દે છે તે સુસાધુઓનો પક્ષપાત કરીને સ્વશક્તિ અનુસાર