________________
૩૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ અનિયત ઉસૂત્રભાષણનું યથાછંદ જે અતિયત ઉસૂત્રભાષણ કરે છે તેનું, નિઃશંકતાનું અભિવ્યંજકપણું હોવાથી ભગવાનના શાસનથી વિપરીત કથન દ્વારા ભગવાનના શાસનનો વિનાશ થશે તેના પ્રત્યે નિઃશંકતાનું અભિવ્યંજકપણું હોવાથી, અત્યંત તથાભાવ છે=અનંત સંસારના પ્રત્યે કારણભાવ છે.
પૂર્વમાં કહ્યું કે નિર્નવોની જેમ યથાવૃંદાદિને પણ અનંતસંસાર થઈ શકે છે. કેમ થઈ શકે છે ? તે વિશેષથી સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે પ્રમાણે આભોગથી ઉસૂત્રભાષીઓને=આ ભગવાનના વચનથી વિરુદ્ધ છે તેમ જાણવા છતાં પોતાના માતાદિ કષાયને વશ ઉસૂત્રભાષીઓને, રાગ-દ્વેષતા ઉત્કર્ષથી અતિ સંક્લેશ થાય છે, તે રીતે અનાભોગથી ઉસૂત્રભાષી પણ અપ્રજ્ઞાપનીય જીવોને મોહના ઉત્કર્ષથી થતો આગરાગદ્વેષનો ઉત્કર્ષ, અવિવારિત જ છે. આથી જsઉસૂત્રભાષીઓને થતો રાગદ્વેષનો ઉત્કર્ષ છે આથી જ, તેઓની= ઉસૂત્રભાષીઓની, ભાવશુદ્ધિ પણ=બાહ્ય સંયમના પાલનથી થતી ભાવશુદ્ધિ પણ, અપ્રમાણ છે કલ્યાણનું કારણ નથી; કેમ કે માર્ગાનનુસારીપણું છે. તે અષ્ટક પ્રકરણમાં કહેવાયું છે માર્ગાનનુસારી જીવોની ભાવશુદ્ધિ અપ્રમાણ છે એમ પૂર્વમાં કહેવાયું છે, તે કહેવાયું છે –
ભાવશુદ્ધિ પણ જાણવી, જે આ માર્ગાનુસારી, અત્યંત પ્રજ્ઞાપનાપ્રિય છે, પરંતુ સ્વાગ્રહાત્મિકા નહીં. રાગ, દ્વેષ અને મોહ ભાવ માલિચના હેતુઓ છે. તેના ઉત્કર્ષથી=રાગ, દ્વેષ અને મોહના ઉત્કર્ષથી, ખરેખર તત્ત્વથી આનો=ભાવમાલિત્યનો, ઉત્કર્ષ જાણવો. અને તે પ્રકારે આ ઉત્કૃષ્ટ હોતે છતે=ભાવમાલિત્યનું કારણ બને તે પ્રકારે રાગ, દ્વેષ અને મોહ ઉત્કૃષ્ટ હોતે છતે, શુદ્ધિ=બાહ્ય સંયમ ક્રિયાના પાલનથી થતી શુદ્ધિ, શબ્દમાત્રક સ્વબુદ્ધિ કલ્પના શિલ્પથી નિર્મિત્ત, અર્થવાળી કલ્યાણનું કારણ, થાય નહિ”.
‘ત્તિ" શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ :
ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે નિયતોસૂત્રની નિમિત્તતા અનંતસંસારનું કારણ નથી. તેથી જિજ્ઞાસા થાય કે અનંતસંસારતામાં અનુગત કારણ શું છે ? તે ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરતાં કહે છે – કોઈ જીવો ઉસૂત્રભાષણ કરતા હોય, તો વળી કોઈ મૈથુન પ્રતિસેવનાદિ કરતા હોય કે કોઈ તેવી અનુચિત આચરણા કરતા હોય તે સર્વ આચરણામાં અનુગત એવો તીવ્રત સંજ્ઞાવાળો અધ્યવસાય સંસારની અનંતતાનું કારણ છે. તેથી તે ફલિત થાય કે કોઈ પણ અનુચિત પ્રવૃત્તિકાળમાં તીવ્ર સંક્લેશના કારણભૂત એવો અધ્યવસાય થયો હોય તો તે અધ્યવસાય અનંતસંસારની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે. આ કથનમાં સંગ્રહનય અને વ્યવહારનયના અભિપ્રાયને સ્પષ્ટ કરે છે –
સંગ્રહનય ઉસૂત્રભાષણાદિ સર્વ પ્રવૃત્તિઓમાં અનુગત એવો તીવ્ર સંક્લેશ છે તેને સ્વતંત્રથી જ અનંતસંસારનું કારણ કહે છે; કેમ કે સંગ્રહનય સંગ્રહ કરનાર છે. તેથી ઉત્સુત્રભાષણ આદિ ક્રિયાઓને અનંતસંસારના હેતુ તરીકે સ્વીકારતો નથી પરંતુ તે સર્વ પ્રવૃત્તિકાળમાં રહેલ તીવ્ર સંક્લેશને એકરૂપે સંગ્રહ કરીને અનંતસંસાર પ્રત્યે કારણ કહે છે.