________________
૩૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬
કલ્પાય છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
એ=પૂર્વપક્ષી કહે છે કે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે, નથી. કેમ પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે નથી ? તેમાં હેતુ કહે છે – તે પ્રમાણે હોતે છતે પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે હોતે છતે, કોઈ પણ યથાછંદની અનંતસંસારની અનુપપત્તિનો પ્રસંગ છે; કેમ કે તારા અભિપ્રાયથી પૂર્વપક્ષીના અભિપ્રાયથી, અપર-અપર ભાવથી ગૃહીત અને મુક્ત ઉસૂત્રવાળા એવા તેનો=જે યથાઇદે જે ઉસૂત્રભાષણ ગ્રહણ કરેલું છે તેને પાછળથી મૂકી દે છે અને અન્ય ઉસૂત્રભાષણ કરે છે તેવા યથાછંદનો, નિયત ઉસૂત્રભાષીપણાનો અભાવ છે. અને તે રીતે યથાછંદ નિયત ઉસૂત્રભાષી નહીં હોવાના કારણે અનંતસંસારની અનુપાતિનો પ્રસંગ પૂર્વપક્ષી સ્વીકારી લે તે રીતે, “સર્વ પ્રવચનનો સાર, સંસારના દુઃખના મોક્ષનું મૂલ એવા સમ્યક્તને મલિન કરીને તેઓ યથાવૃંદો દુર્ગતિના વર્ધક થાય છે.” ઈત્યાદિ ભાષ્યવચનનો વિરોધ છે. “થ'થી પૂર્વપક્ષી કહે છે કે જે યથાછંદને પણ અનંતસંસારનું અર્જન છે તેને ક્લિષ્ટ અધ્યવસાય વિશેષથી જ છે-મિથ્યાત્વની પરિણતિવાળા ક્લિષ્ટ અધ્યવસાયથી જ, છે, વળી ઉભાર્ગપતિત એવા નિતવને નિયત ઉસૂત્રભાષણથી અનંતસંસાર છે. એથી દોષ નથી નિયતોસૂત્ર ભાષણને અનંતસંસારનું કારણ સ્વીકારવામાં દોષ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે="તારી વાત બરાબર નથી કેમ કે આમ હોતે છતે નિયત ઉસૂત્રભાષણથી અનંતસંસાર નિહ્નવોને થાય છે અને ક્લિષ્ટ અધ્યવસાય વિશેષથી અનંતસંસાર યથાછંદને થાય છે એમ હોતે છતે, અનિયતeતકત્વનો પ્રસંગ છે-અનંતસંસારના અર્જન પ્રત્યે નિયત હેતું નથી. તેમ માનવાનો પ્રસંગ છે, અહીં પૂર્વપક્ષી કહે છે અનંતસંસાર પ્રત્યે અનિયત હેતુને હેતુ તરીકે સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ગ્રંથકારશ્રી કહે છે - “અનિયત હેતુપણું એ અહેતુપણું છે". એ પ્રમાણે આકરમાં સ્યાદ્વાદરસ્નાકરમાં, વ્યક્ત છે. અને તે રીતે યથાછંદને ક્લિષ્ટ અધ્યવસાય વિશેષથી અનંતસંસાર થાય છે. અને નિતવને નિયત ઉસૂત્રભાષણથી જ અનંતસંસાર થાય છે. એમ સ્વીકારવાથી અનિયત હેતુનત્વનો પ્રસંગ છે તે રીતે, વિપરીત રીતે સ્વીકારનાર ઉન્માર્ગમાં રહેતા, અનંતસંસારી છે; કેમ કે નિયત ઉસૂત્રભાષીપણું છે.” એ પ્રકારના આમાં અનુમાનમાં, અપ્રયોજકપણું છે હેતુનું અપ્રયોજકપણું છે. ભાવાર્થ
ગાથાના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષને ઉત્તર આપતાં કહ્યું કે નિયત ઉસૂત્ર નિમિત્તક સંસારની અનંતતા સૂત્રોક્ત નથી. તે કથનને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું છે. અને ત્યાં યુક્તિ આપેલી કે મૈથુન પ્રતિસેવાદિ, ઉન્માર્ગની આચરણા, શિથિલાચારી સાધુને વંદનાદિથી પણ અનંતસંસારનું અર્જન છે. માટે નિયતઉત્સુત્રભાષિવરૂપ હેતુ વ્યભિચારી છે. જે વ્યભિચારીહેતુ હોય તેનાથી સાધ્યની સિદ્ધિ થાય નહિ. તે વ્યભિચારદોષ નિવારવા માટે પૂર્વપક્ષીએ યુક્તિ આપી કે ઉસૂત્રભાષણજન્ય જે અનંતસંસાર થાય છે તેના પ્રત્યે નિયતઉસૂત્રભાષણ જ હેતુ છે. તેમ કહેવાથી તે પ્રાપ્ત થયું કે અનંતસંસારની પ્રાપ્તિ મૈથુન