________________
૩૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫
ભગવાનના માર્ગમાં રહેલો છે એટલા માત્રથી યથાછંદ શિષ્ટ એવા ભગવાને બતાવેલ સાધ્વાચારનો નાશક હોવાથી ઉન્માર્ગગામી નથી એમ નથી. માટે ઉન્માર્ગગામી એવા યથાછંદને પણ તેના પરિણામના ઉત્કર્ષથી અનંતસંસાર થઈ શકે છે.
અહીં પૂર્વપક્ષી કહે કે યથાશૃંદાદિ જીવોને અમે ઉન્માર્ગગામી સ્વીકારીએ છીએ. પણ તેઓને અનંતસંસારનો નિયમ નથી; કેમ કે અનંતસંસારના નિયમને કહેનારા ગચ્છાચાર પ્રકીર્ણકના વચનમાં ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત પદથી તીર્થના ઉચ્છેદના અભિપ્રાયવાળાનું જ ગ્રહણ છે. આ પ્રકારના પૂર્વપક્ષીય વચનમાં કટાક્ષથી ગ્રંથકારશ્રી કહે છે – “આ તારું અપૂર્વ યુક્તિકૌશલ છે.” કેમ તેની યુક્તિ ઉચિત નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે ગચ્છાચારના વચનથી તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા નિર્નવોને અનંતસંસારની સિદ્ધિ છે તેમ સિદ્ધ થાય તો ઉન્માર્ગ સંપ્રસ્થિત પદ દ્વારા વિશેષ તાત્પર્યનું ગ્રહણ કરાય. અર્થાત્ ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત પદ દ્વારા તીર્થોચ્છેદના અભિપ્રાયવાળાનું જ ગ્રહણ છે તેવું વિશેષ તાત્પર્યનું ગ્રહણ થાય=ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત પદ દ્વારા વિશેષ તાત્પર્યનું ગ્રહણ થાય, તો ગચ્છાચારના વચનથી તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા નિર્નવોને અનંતસંસારના નિયમની સિદ્ધિ થાય. આ પ્રકારે અન્યોન્યાશ્રયદોષને પૂર્વપક્ષી જોતો નથી. તેથી તેનું વચન યુક્તિ રહિત છે એમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું.
ત્યાં અન્યોન્યાશ્રય દોષના પરિહાર અર્થે પૂર્વપક્ષી કહે કે ગચ્છાચારના વચનમાં ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત પદથી તીર્થોચ્છેદના અભિપ્રાયવાળાનું ગ્રહણ સંપ્રદાયથી થાય છે, માટે દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ભગવાનના શાસનમાં સુવિહિતોના સંપ્રદાયમાં અધ્યવસાયને આશ્રયીને જ નિદ્ભવ હોય કે બીજા કોઈ પણ હોય તે સર્વને સંખ્યાત, અસંખ્યાત કે અનંતસંસારની પ્રાપ્તિ થાય છે. તેથી ઉન્માર્ગ સંપ્રસ્થિત તીવ્ર અધ્યવસાયવાળાને જ ગ્રહણ કરીને ગચ્છાચાર પ્રકીર્ણકનું વ્યાખ્યાન કરવામાં આવે તો દોષ નથી. અથવા ‘ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત જીવોને બહુલતાએ તીવ્ર અધ્યવસાય થાય છે તેને આશ્રયીને તેઓને અનંતસંસાર કહેલો છે, તેમ સ્વીકારવામાં આવે તો દોષ નથી; પરંતુ નિકૂવોને નિયમા અનંતસંસાર છે તેવું કથન ગચ્છાચાર પ્રકીર્ણકના વચનથી સિદ્ધ થઈ શકે નહિ.
કેમ સિદ્ધ થઈ શકે નહિ ? તેની પુષ્ટિ કરવા અર્થે લખે છે –
જો ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત એવા નિર્નવોને અનંતસંસાર સ્વીકારીએ તો બલભદ્રના જીવે જે ઉત્સુત્રભાષણ કર્યું છે તે સતત મિથ્યાત્વના સંતાનનું પરમ હેતુ છે અને તીર્થોચ્છેદના અભિપ્રાયવાળું છે; કેમ કે ભગવાનના તીર્થ કરતાં વિપરીત તીર્થની સ્થાપના કરી છે માટે તેમને અનંતસંસારની પ્રાપ્તિ થવી જોઈએ. વસ્તુતઃ બલભદ્રના જીવને ઉસૂત્રભાષણ કર્યા પછી પણ દેવભવના પછીના ભાવમાં મોક્ષની પ્રાપ્તિ છે. માટે ઉસૂત્રભાષણ કર્યા પછી ઉત્રભાષણકાળમાં વર્તતા મિથ્યાત્વના પરિણામની અનિવૃત્તિના આધારે સંસારની વૃદ્ધિ હાનિની પ્રાપ્તિ છે. આથી જ બલભદ્રના જીવને ઉસૂત્રભાષણકાળમાં પ્રાપ્ત થયેલું મિથ્યાત્વ એ ભવમાં કે ઉત્તરના ભવમાં સામગ્રીને પામીને નિવર્તન પામે છે. તેથી અનંતસંસારની પ્રાપ્તિ નથી. પણ