________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬
અવતરણિકા :
ननु बलभद्रस्योत्सूत्रवचनमिदं न स्वारसिकमतो न नियतं, नियतोत्सूत्रं च निह्नवत्वकारणं अत एवापरापरोत्सूत्रभाषिणां यथाछन्दत्वमेव, नियतोत्सूत्रभाषिणां च निह्नवत्वमेव । तदुक्तमुत्सूत्रकन्दकुद्दालकृता - तस्मादनियतोत्सूत्रं यथाछन्दत्वमेषु न । तदवस्थितकोत्सूत्रं निह्नवत्वमुपस्थितम् ।। इति ।
एतदेव च नियमतोऽनन्तसंसारकारणम् । अत एव 'यः कश्चिद् मार्गपतितोऽप्युत्सूत्रं भणित्वाऽभिमानादिवशेन स्वोक्तवचनं स्थिरीकर्तुं कुयुक्तिमुद्भावयति न पुनरुत्सूत्रभयेन त्यजति, स ह्युन्मार्गपतित इवावसातव्यः, नियतोत्सूत्रभाषित्वात्, तस्यापरमार्गाश्रयणाभावेऽपि निह्नवस्येवासदाग्रहत्त्वाद्' इत्यस्मन्मतम् । इत्याशङ्कायामाह - અવતરણિકાર્ય :
નનું'થી પૂર્વપક્ષ કહે છે કે બલભદ્રનું આ ઉત્સુત્રવચન સ્વારસિક નથી કૃષ્ણના વચનથી થયું છે. સ્વાભાવિક પોતાના વચનથી થયું નથી, આથી દિ ત નથી=સદા તે પ્રકારે વિપરીત પ્રરૂપણા કરવાનો અધ્યવસાય નથી. નિયત ઉસૂત્ર નિદ્વવત્વનું કારણ છે. આથી નિયત ઉસૂત્રભાષણ નિર્તવત્વનું કારણ છે આથી જ, અપર-અપર ઉસૂત્રભાષણ કરનારાઓનું યથાદપણું જ છે અને નિયત ઉસૂત્રભાષણ કરનારાઓનું નિર્તવત્વ જ છે. તેપૂર્વમાં કહ્યું કે અપર ઉસૂત્રભાષણનું યથાછંદપણું છે અને નિયત ઉસૂત્રભાષણનું વિદ્વવત્વ છે તે, ઉસૂત્રકંદકુદ્દાલકૃત એવા ધર્મસાગરજી વડે કહેવાયું છે – તે કારણથી અનિયત ઉસૂત્રરૂપ યથાછંદપણું આમનામાં નથી. તે કારણથી અવસ્થિત ઉસૂત્રરૂપ નિહ્નવત્વ ઉપસ્થિત છે. “રૂતિ' શબ્દ ઉસૂત્રકંદકુદ્દાલકૃતના વચનના સમાપ્તિ માટે છે. અને આ જ અવસ્થિત ઉસૂત્રરૂપ નિહ્નવત્વ જ, નિયમથી અનંતસંસારનું કારણ છે.
આથી જ નિયત ઉસૂત્રભાષણ નિયમથી અનંતસંસારનું કારણ છે આથી જ, જે કોઈ માર્ગપતિત પણ માર્ગમાં રહેતો પણ, ઉસૂત્રભાષણ કરીને અભિમાનાદિના વશથી પોતાના કહેવાયેલા વચનને સ્થિર કરવા માટે કુયુક્તિનું ઉદ્ભાવન કરે છે પરંતુ ઉસૂત્રતા ભયથી ત્યાગ કરતો નથી=પોતાનું વચન ત્યાગ કરતો નથી તે ઉન્માર્ગમાં રહેલાના જેવો જ જાણવો; કેમ કે લિયત ઉસૂત્રભાષીપણું છે.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનના માર્ગને જેઓએ આશ્રય કર્યો નથી તેઓને ઉન્માર્ગપતિત કેમ કહેવાય ? તેથી બીજો હેતુ કહે છે –
તેનું-પોતાના ઉસૂત્રભાષણને સ્થિર કરનારનું, અપર માર્ગના આશ્રયણનો અભાવ હોવા છતાં પણ નિહતવની જેમ અસદ્ આગ્રહપણું છે, માટે ઉન્માર્ગપતિત જેવો છે એમ સંબંધ છે. આ પ્રમાણેનો અમારો મત છે. એ પ્રકારની પૂર્વપક્ષની આશંકામાં કહે છે –