________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫
જ ઉન્માર્ગ સંપ્રસ્થિત પદથી ગ્રહણ કરવામાં, અથવા બાહુલ્યાભિપ્રાયથી વ્યાખ્યાનમાં=ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત બહુલતાએ અનંતસંસારી થાય છે એ પ્રકારના વ્યાખ્યાનમાં, દોષનો અભાવ છે. અને જો આમ ન સ્વીકારો તો=અધ્યવસાયને આશ્રયીને જ નિહ્નવોને અનંતસંસાર છે એમ ન સ્વીકારો તો, “અમે જ સૃષ્ટિ અને સ્થિતિ આદિને કરનારા છીએ” ઇત્યાદિ ઉત્સૂત્રને બોલનારા અનવચ્છિન્ન મિથ્યાત્વના સંતાનના પરમ હેતુ=સતત મિથ્યાત્વના પ્રવાહના પરમ કારણ, તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા બલભદ્રના જીવને પણ અનંતસંસારની ઉત્પત્તિ થાય.
૨૯
આ=બલભદ્રના જીવે અનવચ્છિન્ન મિથ્યાત્વના સંતાનના પરમ હેતુ એવા ઉત્સૂત્રભાષણને કરેલું છે એ, અશાસ્ત્રીય વચન નથી; કેમ કે ત્રિષષ્ટિના નેમિચરિત્રમાં પણ આ પ્રમાણે=આગળ કહેવાય છે એ પ્રમાણે, ઉક્તપણું છે.
-
અને તે ‘તથાદિ’થી સ્પષ્ટ કરે છે “તે પ્રમાણે સ્વીકારીને=કૃષ્ણ મહારાજાનું વચન તે પ્રમાણે સ્વીકારીને રામ=બલભદ્રનો જીવ ભરતાવનિમાં=ભરતક્ષેત્રમાં, ગયા. તે પ્રમાણે જ કરીને=જે પ્રમાણે નરકના જીવ એવા કૃષ્ણ સાથે પોતાના અપયશ નિવારવા માટે કથન કરાયું તે પ્રમાણે જ કરીને, સર્વથી તે બે રૂપો=બલભદ્ર અને કૃષ્ણનાં બે રૂપો બતાવાયાં અને આ પ્રમાણે કહેવાયું. હે લોકો ! અમારા બેની સુપ્રતિમા કરીને પ્રકૃષ્ટ એવા દેવતાની બુદ્ધિથી આદરપૂર્વક તમે પૂજો. જે કારણથી અમે જ સૃષ્ટિની સ્થિતિના અને સૃષ્ટિના સંહારને કરનારા છીએ. અમે જ દેવમાંથી અહીં=પૃથ્વીમાં, આવીએ છીએ અને સ્વઇચ્છાથી દેવમાં જઈએ છીએ. અમારા વડે દ્વારિકા નિર્માણ કરાઈ અને જવાની ઇચ્છાવાળા એવા અમારા વડે દ્વારકા સંહરણ કરાઈ. કર્તા=જગતના કર્તા, હર્તા=જગતનો નાશ કરનાર, અન્ય નથી અને અમે જ સ્વર્ગના દેનારા છીએ. આ રીતે તેની વાણીથી=બલભદ્રના જીવ એવા રામની વાણીથી, સર્વ લોક ગામ, નગરાદિમાં કૃષ્ણ અને બલભદ્રની પ્રતિમાને ક૨ી ક૨ીને પૂજવા લાગ્યા અને તે સુરે=બલભદ્રના જીવ એવા દેવે પ્રતિમા અર્ચન કરનારાઓને મોટા ઉદયને આપ્યું. તે કારણથી સર્વત્ર તેનો ભક્ત અખિલ લોક થયો.” ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. પ
ભાવાર્થ :
‘અથ’થી પૂર્વપક્ષી ગચ્છાચારના વચનના બળથી ઉન્માર્ગપતિત નિહ્નવને અનંતસંસાર છે, યથાછંદને નથી તેમ સ્થાપન કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે ગચ્છાચાર પ્રકીર્ણકમાં ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત શબ્દથી નિહ્નવનું જ ગ્રહણ છે તેવો નિર્ણય થઈ શકતો નથી; કેમ કે ગચ્છાચાર પ્રકીર્ણકમાં ‘સાધુ' શબ્દથી અન્યદર્શનના સંન્યાસીઓનો વ્યવચ્છેદ થઈ શકે. પરંતુ યથાછંદાદિનો વ્યવચ્છેદ થઈ શકે નહીં.
કેમ યથાછંદનો વ્યવચ્છેદ થઈ શકે નહિ ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે
જેમ નિહ્નવાદિ ભગવાને કહેલા કોઈક પદાર્થનો ભેદ કરે છે તેથી ભગવાનના વચનથી અન્યથા કથનરૂપ ગુણના ભેદની પ્રાપ્તિ થાય છે તેમ યથાછંદાદિ જીવો જે ક્રિયાદિનો વિપર્યાસ કરે છે, તેનાથી પણ કદાલંબનની પ્રરૂપણા થાય છે. માટે તે ઉન્માર્ગસ્વરૂપ જ છે. તેથી ગચ્છાચારના વચનથી જેમ જૈનશાસનમાં રહેલા નિષ્નવોનું ગ્રહણ થઈ શકે છે તેમ જૈનશાસનમાં રહેલા યથાછંદનું પણ ગ્રહણ થઈ શકે; કેમ કે