________________
૨૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫
વિહતવોને અનંત જ સંસાર જણાય છે. પરંતુ યથાવૃંદાદિને પણ અનંતસંસાર જણાતો નથી; કેમ કે અપર માર્ગના આશ્રયણનો અભાવ છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ઉન્માર્ગપતિત નિહાવ છે તે રીતે ઉદ્દેશ્યનો નિર્ણય કેવી રીતે થયો ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે સાધુ પદથીeગચ્છાચાર પ્રકીર્ણકતા ઉદ્ધરણમાં રહેલા સાધુ પદથી બૌદ્ધાદિ સંન્યાસીઓનો વ્યવચ્છેદ થવા છતાં પણ યથાવૃંદાદિના વ્યવચ્છેદને કરવા માટે અશક્યપણું છે.
અહીં પ્રશ્ન થાય કે યથાછંદનો વ્યવચ્છેદ કેમ ન થઈ શકે ? તેમાં હેતુ કહે છે –
ગુણભેદાદિની જેમ=નિકૂવો જે ગુણભેદાદિ કરે છે તેની જેમ ક્રિયાદિ વિપર્યાસમૂલ કદાલંબનની પ્રરૂપણાથી પણ ઉન્માર્ગના ભવનનો અવિશેષ છે યથાછંદને ઉન્માર્ગની પ્રાપ્તિ અવિશેષથી છે. કેમ ઉન્માર્ગ ભવન નિહનવોની જેમ યથાછંદને સમાન છે? તેથી કહે છે – માર્ગપતિત છે તેટલાથી શિષ્ટાચારનો નાશક યથાવૃંદાદિ પણ ઉન્માર્ગગામી નથી એમ નહીં.
અથથી પૂર્વપક્ષ કહે છે કે યથાવૃંદાદિઓને પણ ઉન્માર્ગગામીપણું ઇચ્છાયું જ છે. પરંતુ અનંતસંસારનો નિયમ નથી યથાશૃંદાદિઓને અનંતસંસાર પ્રાપ્ત થાય એવો નિયમ નથી; કેમ કે તેના નિયમના અભિધાયક વચનમાં-અનંત સંસારના નિયમના અભિધાયક એવા ગચ્છાચાર પ્રકીર્ણકના વચનમાં, ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિતપદથી તીર્થોચ્છેદના અભિપ્રાયવાળાનું જ ગ્રહણ છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – અહો ! કંઈક અપૂર્વ યુક્તિનું કૌશલ્ય તારું છે અર્થાત્ યુક્તિ રહિત તારું વચન છે. કેમ યુક્તિ રહિત છે ? તે સ્પષ્ટ કરે છે –
જે કારણથી ઉક્ત વચનના બલથીeગચ્છાચાર પ્રકીર્ણકમાં કહેલા વચનથી, તીર્થોચ્છેદ અભિપ્રાયવાળા નિફ્લોને અનંતસંસારના નિયમની સિદ્ધિ થયે છતે પદવિશેષતા તાત્પર્યનું ગ્રહણ થાય ઉન્માર્ગ સંપ્રસ્થિત પદનો વિશેષ તાત્પર્ય ગ્રહ થાય=ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહેલ ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત પદનો તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા ગ્રહણ કરવાના છે એ પ્રકારના વિશેષ તાત્પર્યનો ગ્રહ થાય. અને તે હોતે છતે પદના વિશેષ તાત્પર્યનો ગ્રહ હોતે છતે, તેની સિદ્ધિ છેeગચ્છાચાર પ્રકીર્ણક ગ્રંથના વચનના બળથી તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા નિહ્નવોને અનંતસંસારના નિયમની સિદ્ધિ છે, એ પ્રકારે અન્યોન્યાશ્રયદોષને આવતા તું જોતો નથી. અહીં પૂર્વપક્ષ કહે કે સંપ્રદાયથી આવો અર્થ ગચ્છાચાર પ્રકીર્ણકના ઉન્માર્ગ સંપ્રસ્થિત-પદતો આવો અર્થ, ગ્રહણ કરાયો છે, એથી દોષ નથી=અન્યોન્યાશ્રયદોષ નથી. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તારી વાત બરાબર નથી; કેમ કે સંપ્રદાયથીસુવિહિતના સંપ્રદાયથી, અધ્યવસાયને આશ્રયીને વિદ્વવોને પણ સંખ્યાતાદિ ભેદથી ભેદાયેલા જ સંસારનું સિદ્ધપણું છે. અથવા ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત તીવ્ર અધ્યવસાયવાળાઓના ગ્રહણમાં= ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહેલ ઉન્માર્ગરૂપમાર્ગસંપ્રસ્થિત એવા તીવ્ર અધ્યવસાયવાળાઓને