________________
૨૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫
વ્યવહાર ભાષ્યના ઉદ્ધરણ પૂર્વે કહેલ કે આગમમાં જ યથાછંદને ઉસૂત્રપ્રરૂપણાનું નિયત દર્શન છે. માટે યથાછંદ નિયમથી ઉસૂત્રભાષી જ હોય. તેમાં વ્યવહારભાષ્યની સાક્ષી આપી. તેનાથી નક્કી થયું કે યથાછંદની ચરણ અને ગતિ વિષયક ઉત્સુત્ર પ્રરૂપણા હોય છે. હવે તે સર્વ વચનનું નિગમન કરતાં કહે છે –
આ રીતે યથાછંદની પણ ઉત્સુત્ર પ્રરૂપણાની વ્યવસ્થાનું દર્શન હોવાથી; કેવી રીતે આ પ્રમાણે=આગળ કહેવાય છે તે પ્રમાણે, છઘસ્થ દ્વારા નિર્ણય કરાય ? તે આ પ્રમાણે –
માર્ગપતિત એવા કોઈક યથાછંદને અનાભોગથી જ ઉસૂત્રભાષણ છે અને તે અનંતસંસારનું કારણ નથી. વળી, ઉન્માર્ગપતિત બધાને આભોગવાળા અને અનાભોગવાળા બધાને, તેaઉસૂત્રભાષણ, અનંતસંસારનું કારણ જ છે; કેમ કે તીર્થોચ્છેદના અભિપ્રાયનું મૂળપણું છે.
આ કથન છબસ્થ કહે છે તે ઉચિત નથી. તેમાં હેતુ કહે છે – સાધ્વાચારના ઉચ્છેદનું અભિપ્રાયનું યથાછંદમાં પણ સવિશેષ છે. ભાવાર્થ
‘તુથી કોઈ પૂર્વપક્ષીએ કહેલ કે આભોગવાળા અથવા અનાભોગવાળા ઉન્માર્ગમાં રહેલા જીવોને નક્કી અનંતસંસાર પ્રાપ્ત થાય છે. અને શ્વેતાંબર સંપ્રદાયમાં રહેલા યથાવૃંદો ઉસૂત્રભાષણ કરે છે તે કોઈક અંશમાં કરે છે. તેથી તેઓને ઉસૂત્રભાષણથી અનંતસંસાર થઈ શકે નહિ. વળી કોઈકે કહેલું કે યથાછંદ માત્ર નિયમથી ઉસૂત્રભાષી હોય તેવો પણ નિયમ નથી. તે સર્વનું ખંડન કરતાં ગ્રંથકારશ્રીએ યથાછંદ કેવા પ્રકારની ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે તે સર્વ આગમ વચનથી બતાવીને સ્પષ્ટ કર્યું કે યથાવૃંદ નિયમથી ઉત્સુત્રભાષણ કરનારા છે. તેઓ અનાભોગથી ઉત્સુત્રભાષણ કરે તેવો એકાંત નિયમ નથી. વળી, તેઓને ઉસૂત્રભાષણથી અનંતસંસાર ન જ થાય તેવો એકાંત નિયમ નથી. પરંતુ ઉન્માર્ગમાં રહેલા હોય કે સન્માર્ગમાં રહેલા યથાવૃંદ હોય તેઓને તેઓના અધ્યવસાય પ્રમાણે ઉત્કૃષ્ટથી અનંતસંસાર થઈ શકે છે. ટીકા :
अथ
उम्मग्गमग्गसंपआिण साहूण गोअमा नूणं । संसारो अ अणंतो होइ य सम्मग्गणासीणं ।।३१।। इति गच्छाचारप्रकीर्णकवचनबलादुन्मार्गपतितानां निह्नवानामनन्त एव संसारो ज्ञायते न तु यथाछन्दानामपि, अपरमार्गाश्रयणाभावादिति चेत् ? उन्मार्गपतितो निह्नव एवेति कथमद्देश्यनिर्णयः? साधुपदेन शाक्यादिव्यवच्छेदेऽपि यथाछन्दादिव्यवच्छेदस्य कर्तुमशक्यत्वात्, गुणभेदादिनेव क्रियादि