________________
૫
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫ શુદ્ધ છે. તેથી એ ગ્રહણ કરાય છે. તો આ શું વિશેષ છે ? અને નિત્યવાસમાં પ્રરૂપણા કરે છે. નિત્યવાસમાં દોષ નથી. ઊલટું ઘણા સૂત્રાર્થગ્રહણાદિ સ્વરૂપ ગુણ છે. અને શૂન્ય વસતિના વિષયમાં કહે છે – જો ઉપકરણનું કોઈના વડે હરણ ન થાય તો શૂન્ય વસતિ હોતે છતે કારણે બધા સાધુ પોતાની ઉપધિ મૂકીને બહાર ગયા હોય તો શું દોષ છે ? અકલ્પિકના=અગીતાર્થના, વિષયમાં કહે છે. અકલ્પિક વડે લવાયેલું અજ્ઞાતઉછ કેમ ગ્રહણ કરાતું નથી ? અર્થાત્ સાધુઓએ તે આહાર ગ્રહણ કરવો જોઈએ; કેમ કે તેનું અજ્ઞાતઉંછપણું હોવાને કારણે અગીતાર્થ સાધુ વડે લવાયેલા આહારનું અજ્ઞાતઉછપણું હોવાને કારણે, વિશેષથી પરિભોગ યોગ્યપણું છે. સંભોગમાં બોલે છે – સર્વ પણ પાંચ મહાવ્રતધારીઓ સાંભોગિક જ છે. list
અકલ્પિકના વિષયમાં વિશેષ કરીને વર્ણન કરે છે – ગાથા-૬માં અકલ્પિક અજ્ઞાત ઉછનું વર્ણન કરેલું તેને જ વિશેષ કરીને વર્ણન કરે છે. કયા કારણથી અકલ્પિકઃઅગીતાર્થ વડે ગ્રહણ કરાયેલું પ્રાસુક અજ્ઞાતઉછ પણ અભો થાય છે. અથવા કલ્પિક વડે શું કલ્પિક વડે ગૃહીતમાં શું ગુણ છે? કોઈ ગુણ નથી જ. ઉભયમાં પણ કલ્પિક અને અકલ્પિક ગૃહીત કામુક અજ્ઞાતઉછમાં પણ, શુદ્ધિ અવિશેષ છે.
સાંભોગિકના વિષયમાં વિશેષ કહે છે – પંચમહાવ્રતધારી સર્વે શ્રમણો છે, તેથી એક સાથે કેમ વાપરતા નથી ? જેથી એક સાંભોગિક અને અન્ય અસાંભોગિક એમ વિવરણ કરાય છે ? ઉપરમાં બતાવેલા પ્રકારથી અનાલોચિત ગુણ-દોષવાળો યથાછંદ ચારિત્રના વિષયમાં વિતકવાદી છે. આના પછી ગતિમાં વિતકવાદને અમે કહીએ છીએ. પ૮
તે યથાવૃંદ ગતિમાં આ પ્રમાણે પ્રરૂપણા કરે છે – એક ગાથાપતિ મુખી, તેના ત્રણ પુત્રો છે. ક્ષેત્રકમ ઉપજીવિક ખેતીથી જીવનાર, એવા તે સર્વ પણ ક્ષેત્રકમમાં પિતા વડે નિયોજિત કરાયા. ત્યાંeતે ત્રણ પુત્રોમાં, એક ક્ષેત્રકર્મ જે પ્રમાણે કહેવાયું તે પ્રમાણે કરે છે, એક અટવીમાં ગયો અને દેશદેશાંતરમાં ભમે છે, એક જમીને દેવકુલાદિમાં રહે છે. કાલાંતરે તેના પિતા મૃત્યુ પામ્યા. તેઓ વડે સર્વ પણ પિતાની મૂડી છે, તેથી કરીને સમાન વિભક્ત કરાઈ. તેઓમાં જે એક વડે=પ્રથમ પુત્ર વડે જે ઉપાર્જિત કરાયું તે સર્વને સમાન રીતે પ્રાપ્ત થયું. તે રીતે આપણા બધાના પિતા તીર્થંકર છે. તેમના ઉપદેશ વડે સર્વે શ્રમણો કાયક્લેશને કરે છે. અમે કરતા નથી. જે તમારા વડે કરાયું તે અમારું સામાન્ય છે. જે રીતે તમે દેવલોક, સુકુલના આગમન અને સિદ્ધિને પામશો તે રીતે અમે પણ પામીશું.
આ ગાથાનો ભાવાર્થ છે. આ અક્ષર યોજનિકા વળી આ છે. એક પુત્ર ક્ષેત્રમાં ગયો પોતાના ક્ષેત્રમાં ઉચિત કૃત્યો કર્યા, એક અટવીમાં દેશાંતરમાં પરિભ્રમણ કરે છે. બીજો એક ત્યાં જ રહે છે. પિતા મર્યે છતે સર્વેનું પણ ધન સમાન છે તે રીતે અહીં પણ માતાપિતાના સ્થાને તીર્થંકર છે. ક્ષેત્ર= ક્ષેત્રનું ફળ એવું ધન વળી ભાવથી પરમાર્થથી સિદ્ધિ છે. તેને તમારી જેમ=અન્ય સાધુઓની જેમ, તમારા ઉપાર્જનથી=અન્ય સાધુઓના સંયમના પાલનથી, અમે પણ પ્રાપ્ત કરીશું. II