________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫ વળી, પૂર્વપક્ષીએ કહેલ કે ઉન્માર્ગ આશ્રિત બધા તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા છે', એ કથન ઉચિત નથી અને ‘યથાણંદ અનાભોગથી જ ઉત્સૂત્રભાષણ કરે છે’ તે કથન પણ ઉચિત નથી, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે .
૨૨
ઉન્માર્ગમાં રહેલા સર્વ પણ તીર્થોચ્છેદના પરિણામવાળા જ હોતા નથી; કેમ કે સરલ પરિણામવાળા પણ કેટલાકનું દર્શન છે. અને યથાછંદાદિ અનાભોગથી જ ઉત્સૂત્રભાષી નથી; કેમ કે જાણવા છતાં પણ=પોતે શાસ્ત્ર વિરુદ્ધ બોલે છે તેમ જાણવા છતાં પણ, બહુ એવા તેઓને સુવિહિત સાધુ સમાચારનો પ્રદ્વેષ દેખાય છે. જે વળી કહે છે પાર્શ્વસ્થ થવાના હેતુઓના અનેકપણાની જેમ યથાછંદત્વ થવાના હેતુઓનું અનેકપણું આગમમાં કહેલું હોવાથી યથાછંદમાત્રને ઉત્સૂત્રભાષીપણાનો નિયમ અપ્રમાણિક છે. ‘કૃતિ' શબ્દ ‘વસ્તુ આજ્ઞ'થી કરાયેલા કથનની સમાપ્તિ માટે છે.
તે અરમણીય છે. ‘વસુ'થી કરાયેલું પૂર્વપક્ષીનું કથન અરમણીય છે; કેમ કે આગમમાં યથાછંદની ઉત્સૂત્ર-પ્રરૂપણાની નિયત વ્યવસ્થાનું પ્રદર્શન છે. તે=યથાછંદ નિયત ઉત્સૂત્રભાષી છે તે, વ્યવહારભાષ્યમાં કહેવાયું છે.
યથાછંદની ઉત્સૂત્ર પ્રરૂપણા બે પ્રકારની જ્ઞાતવ્ય છે. ચરણમાં અને ગતિમાં. ત્યાં=બે પ્રકારની ઉત્સૂત્ર પ્રરૂપણામાં, જે ચરણ વિષયક છે તે આ છે. ।।૧।।
પ્રતિલેખની=મુહપત્તિ પાત્રકેસરિકા જ છે, રજોહરણની એક નિષદ્યા, પાત્ર જ માત્રક, પટ્ટો=ચોલપટ્ટો જ ઉત્તરપટ્ટો, ચોલપટ્ટો જ પલ્લા કરાય, ઊનની દશીઓ કેમ ? ક્ષૌમની–રેશમની, દશી કરાવવી જોઈએ, વસ્ત્ર ઉપર પડિલેહણા કરવી જોઈએ. ।।૨।।
દંતથી જ નખો છેદવા જોઈએ, પાત્રનો લેપ કરવો જોઈએ નહિ, વનસ્પતિ ઉપર રહેલ ભક્ત-પાનાદિ ગ્રહણ કરવા જોઈએ. જતાંને પ્રમાર્જના=બહાર જતાંને પ્રમાર્જના, અનુપાતી-અનનુપાતી પ્રરૂપણા ચરણ અને ગતિમાં=ગમનમાં, છે. ।।૩।।
અનુપાતી=બોલતો એવો આ યુક્તિસંગત બોલે છે તેવું જણાય તે. જે વળી સૂત્રથી રહિત છે તે અનનુપાતી છે. ।।૪।।
સાગારિકાદિ=શય્યાતર અને સ્થાપનાકુલાદિમાંથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ, પથંક-પલંગ વગેરે વાપરવામાં સાધુને દોષ નથી. ગૃહસ્થની નિષદ્યામાં સાધુને બેસવામાં દોષ નથી. ગૃહસ્થના ભાજનમાં ભોજન કરવામાં દોષ નથી. સાધ્વીજીઓના ઉપાશ્રયમાં રહેવામાં દોષ નથી. માસકલ્પનો પ્રતિષેધ, ।।૫।।
ચાર=ગતિ વિષયક કહે છે. વૈરાજ્યે=ખરાબ રાજ્યના વિષયમાં, કહે છે, પ્રથમ સમવસરણ= ચોમાસામાં, શુદ્ધ વસ્ત્રો કેમ ગ્રહણ ન થાય?, નિત્યવાસમાં દોષ નથી, શૂન્ય વસતિ રાખવામાં શું દોષ છે ? અકલ્પિતના=અગીતાર્થના, અજ્ઞાતઉછમાં કહે છે, સંભોગના વિષયમાં કહે છે. 19।।
અથવા અકલ્પિતથી=અગીતાર્થથી, ગૃહીત પ્રાસુક પણ અજ્ઞાતઉછ અભોજ્ય કેમ થાય ? કલ્પિકથી=ગીતાર્થથી, ગ્રહણ કરાયેલ એવું જ ગ્રાહ્ય કેમ થાય ? ।।૭।ા