Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૫
અસ્તિકાય
સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. (પૃ. ૪૬૯). દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે ઋતથી અસંગતા ઉલસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. (પૃ. ૬૦૮).
જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. (પૃ. ૪૪૫) 0 ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં
આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ – અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું. (પૃ. ૪૫૩) સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. (પૃ. ૪૫૯), અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો. બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ ઉપાય ન હોય તો તેમ કરશો.
જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. ૩૪ શાંતિઃ (પૃ ૬૪ર) 0 જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે
ભગવાનરૂપ સત્પરુષોને નમસ્કાર છે. (પૃ. ૬૦૪). અસંયતિપૂજા 1 શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળો હુંડ–ધીટ-એવો આ પંચમકાળ અનંતકાળે આશ્રયસ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યો છે. (પૃ. ૪૦૬). એક તૂમડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના પ્રહણત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થનો ભેદ કરે છે, એવા મહામોહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિપૂજા નામનું આશ્ચર્ય લાગે છે. (પૃ. ૫૮૨) T સંબંધિત શિર્ષક: પૂજા | અસ્તિકાય T “જીવ', “પુદ્ગલસમૂહ', “ધર્મ', “અધર્મ', તેમજ “આકાશ', એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે; પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેનો અસ્તિત્વસ્વભાવ છે તે “અસ્તિકાય'. તેનાથી ગૈલોક્ય ઉત્પન્ન થાય છે. તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે; અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે