________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અગ્નિ, ઇન્દ્ર અને વાયુ એ ત્રણ દેવતાઓએ સર્વપ્રથમ પરબ્રહ્મને જાણ્યું તેથી તેમણને બ્રેષ્ઠ માનવામાં આવ્યા. તેમાં ઇન્દ્રએ બ્રહ્મનો સ્પર્શ કરેલ હોવાથી તે સર્વશ્રેષ્ઠ કહેવાયા.
આ કથાનો સાર એ છે કે, તે બ્રહ્મનો આદેશ વિજળીની જેમ ચમકવા લાગે છે, તેને આધિદૈવિક સંકેત સમજવો જોઈએ. આધ્યાત્મિક ભાવથી અમારું મન તેની–બ્રહ્મની નજીક જ અનુભવાય છે. આ મનથી જ બ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
તે બ્રહ્મ રન નામવાળું અને બધાને અભિષ્ટ છે એવા ભાવથી તેની ઉપાસના કરવી જોઈએ. આ બ્રહ્મને પ્રાપ્ત કરવાના ત્રણ આધાર છે. તપ, ઇન્દ્રિયોનું દમન અને યજ્ઞાદિ કમની ઉપાસના.
(ર) છાંદોગ્ય માધ્યદિન સામવેદના છાંદોગ્યાતાંય મહાબ્રાહ્મણના અંતમાં આરણ્યક આવે છે. તેનાં આઠ ખંડમાંથી છટ્ટાખંડમાં છાંદોગ્ય ઉપનિષદ્ આવે છે, સાતમાં ખંડમાં તે વેદનું સંહિતોપનિષદ્ છે.
છાંદોગ્યે શબ્દમાં મૂળ શબ્દ છંદ છે. છંદનો અર્થ સામવેદ છે. તેનું જે ગાન કરે તે 'છોr કહેવાય અને સામગાન કરનારાઓનો ધર્મ અથવા આખાય છાંદોગ્ય છે. તે અંગેનું ઉપનિષદ એટલે છાંદોગ્ય ઉપનિષદ્ કહેવાય.'
અધ્યાય-૧ :
સર્વપ્રથમ ૐની વ્યાખ્યા આપી તે પરમાત્માનું પ્રતીક હોવાથી ઉપાસના કરવા યોગ્ય છે તેમ કહી તેનો ભાવાર્થ સમજી, નિયમપૂર્વક શ્રદ્ધાથી ઉપાસના કરનારને ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે.'
દેવ–અસુરની આખ્યાયિકા દ્વારા પ્રાણરૂપ “ૐ”ની ઉપાસને જ શ્રેષ્ઠ છે તેમ જણાવે છે. આ પ્રાણરૂપ ઝૂની બૃહસ્પતિ, આયાસ્ય અને આંગિરસે ઉપાસના કરી હોવાથી તે તેનામે પણ તેને ઓળખવામાં છે. બકષિએ કૅની ઉપાસના દ્વારા ઋષિઓની ઈચ્છાપૂર્તિ માટે ઉદ્ગથ ગાન કર્યું હતું. કારણ કે ઉદ્દગીથનાં મહત્ત્વને સમજીને ઉપાસના કરનાર ઈચ્છાઓની પૂર્તિ કરાવી શકે તેવો શકિતમાન બની જાય છે. સૂર્ય પણ ઉગીથની ઉપાસના દ્વારા પ્રજાનું પાંપણ કરે છે.*
શ્વાસ-પ્રશ્વાસની વચ્ચે વ્યાન નામનો વાયુ રહે છે, તે વાણીરૂપ છે, તે જ સમયે વાણીનું ઉચ્ચારણ શકય બને છે, વાણી જ ઋચા છે, ઋચા જ સામ છે, સામ જ ઉગીથ છે, આ ઉદગીથની ધ્યાનપૂર્વક ઉપાસના કરવી જોઈએ, કારણ કે કોઈપણ શનિના ઉપયોગવાળા કાયાં ધ્યાન દ્વારા જ શકય બને છે."
ત, નt, વગેરે શબ્દોથી તેનાં રહસ્યને જાણી ઉપાસના કરવામાં આવે તો તે ભોગ ભોગવવાની
૩૫
For Private And Personal Use Only