________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ-૩ સામવેદનાં ઉપનિષદોનો સારાંશ
(૧) કેનોપનિષદ્ આ ઉપનિષદ સામવેદના"તલવકાર બ્રાહ્મણની અંદર આવે છે. તેને જૈમિનીય ઉપનિષદ્ પણ કહેવામાં આવે છે. ડૉ. વર્નેલને તેની પ્રાચીન હસ્તપ્રત હાથ લાગતા તે બ્રાહ્મણ વિશેનો સંદેહ દૂર થયો. આ ઉપનિષદ્ધપ્રથમ જ શબ્દ હોવાથી કેનો. કહે છે. તેને તલવકાર ઉપનિષદૂ અને બ્રાહ્મણોપનિષ પણ કહે છે. .
શ્રીપાદ દામોદર સાતવળેકરજીના મતે "પ્રેરિતોમાં કાર્ય જોઈને પ્રેરકની શક્તિ જાણવી” એ આ ઉપનિષો મુખ્ય વિષય છે.
કેનોની શરૂઆત પ્રશ્નોત્તરથી થાય છે. આ મન, વાણી, પ્રાણ, નેત્રો વગેરે કોનાથી પ્રેરાઈને કાર્ય કરે છે? જેને જાણવાથી પુરુષજીવન્મુક્ત અને અમર બની જાય છે. તે તત્વ કયું છે? ઋષિ જણાવે છે કે, તે વાણીથી પર છે. અવર્ણનીય છે, તેને તું બ્રહ્મ જાણ કે જેની શક્તિથી નેત્ર જોઈ શકે છે. શ્રવણેન્દ્રિયોને શ્રવણ શક્તિ પ્રાપ્ત થાય છે, તેમજ જેનાંથી પ્રાણ પ્રેરણા પામે છે તે બ્રહ્મ છે. પરંતુ પ્રાણશક્તિવાળા તત્ત્વોની ઉપાસના-બ્રહ્મની ઉપાસના નથી,
દ્વિતીય ખંડમાં તે બ્રહ્મતાવને જે જાણે છે તે બ્રમમાં છે અને જે નથી જાણતા તે વાસ્તવમાં જાણે છે, પરંતુ મૂળભૂત રીતે બન્ને પ્રકારનું જ્ઞાન મિથ્યા છે. કારણ કે આત્માથી જ પરમાત્માને જાણવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે અને જ્ઞાન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનવાન દરેક પ્રાણીમાં બ્રહ્માને વિદ્યમાન - માનીને આ લોકથી જઈને અમર બની જાય છે.
તૃતીય ખંડમાં વિજ્યથી અભિમાન દેવતાઓનું ગર્વખંડન કરવા બ્રહ્મ યક્ષનું સ્વરૂપ લઈને આવે છે. દેવતાઓ આશ્ચર્યચકિત બનીને અગ્નિ અને વાયુને તે તત્ત્વ કોણ છે તે જાણવાનું કહે છે. પરંતુ તે નિષ્ફળ જાય છે. અંતમાં ઈન્દ્ર જાય છે ત્યારે યક્ષરૂપે રહેલ બ્રહ્મ અંતર્ધાન થઈ જાય છે. ત્યારબાદ ચતુર્થ ખંડમાં ઇન્દ્ર હિમાચલ કુમારી ઉમા પાસે જઈને યક્ષ વિષે પ્રશ્ન કરે છે. તે ઉમા હૈમવતી "તે પરબ્રહ્મ છે, તો તેમના વિજયને પોતાનાં વિજય માની અહંકારી બન્યા હતા તેથી પ્રગટ થયા હતા. તેમ જણાવે છે,
For Private And Personal Use Only