________________
વિશ્રી અને ભારતવર્ષ
કંઈક મોટું કામ કરવું હોય તે મીઠી નજર રાખવી પડે. પચીસ કરોડ લોકને સાંકળે બાંધી રાજ્ય કરવું એ જેવું તેવું કામ નથી. આટલું મોટું રાજ્ય કરવામાં સંયમ જોઈએ, જ્ઞાન જોઈએ, વિવેક જોઈએ. સરકાર ધારે તે પણ આમ કરવું કઠણ છે; કારણકે એ પિતાને ભારે લત પડી છે, પિતાની જાળમાં ગુંચવાઈ પડી છે.
આપણે અહીં લે ઇડિયન અને ઇડિયન, એ બે જુદીજ દષ્ટિએ જેનારી પ્રજાએ છે. બંનેના સ્વાર્થ એક બીજાની વિરુદ્ધ છે. રાજતંત્રની ગાલ્લી હાંકનારા એમાંના એકની પણ વિરુદ્ધ જઈ શકે નહિ, ને બન્ને દિશાએ એક સાથે પણ જઈ શકાય નહિ. આપણું મનનું ઈછયું જ્યારે સર કારની આગળ ધરીએ ત્યારે જાણીએ કે એમાં એં-ઇડિયા નેને વધે હેઈ શકે જ નહિ. સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે સાચી શક્તિ તે એમની જ છે. એ બળવાન શક્તિને અવગણને સરકાર કામ કરે તે એ કેવા સંકટમાં આવી પડે, એ જાણવું હોય તે ઈબર્ટ બિલ વખતની કથા વાંચે, સીધે રસતે ગાડી ચલાવવી હોય તે એક વાર આગળના ખાડા ટેકરા પૂરી નાખીને પાટા નાખવા પડે. એ કામ કરવાની શક્તિ હેય ને પૂરું થઈ રહેતા સુધી ભવાની ધીરજ હોય, તે પછીથી કામ ગડગડાટ ચાલે, ને ત્યારે સુખ પડે.
ઇંગ્લંડમાં રાજા પ્રજા વચ્ચે ભેદ નથી, ત્યાં રાજ્યતંત્રને સચે બહુ દિવસથી ચાલતે આવતે હેવાથી ઘસાઈને લીસે થઈ ગયે છે. આમ છતાં પણ ત્યાં કોઈ સુધારો કરવાને હોય છે, તે કેટકેટલી કુશળતા અને સંભાળપૂર્વક જુદા જુદા મતના લોકો વિચાર કરીને કામ કરે છે ! વળી ત્યાં જુદા જુદા સ્વાર્થના પક્ષ પણ નથી. આથી ત્યાં તે અમુક સુધારે સારે છે એમ એક વાર બુદ્ધિથી સાબિત કરી આપ્યું એટલે સૌ લોક એ સુધારો સ્વીકારી લે છે. આપણા દેશમાં બે સ્વાર્થના બે લેક, અને તેમાંયે આપણે પડયા નબળા; એટલે આપણું જીભને વેગે સરકાર હારી જાય તેમ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com