________________
, 1
હકી
E
२३-देशनायक
સેના જ્યારે રણક્ષેત્રમાં યાત્રા કરે, તે વેળાએ પાસેની ગલીમાંથી તેમને કઈ ગાળ દે કે શરીર ઉપર ઢેકું મારે, ત્યારે અપમાનનું વેર લેવા તેજ સમયે છત્રભંગ થઈ તે ગલીમાં દોડી જાય નહિ. એ અપમાન એને પશે પણ કરે નહિ, કારણ કે તેની સામે મહાસંગ્રામ-મહામૃત્યુ પડયું છે. તેમ જ જ્યારે આપણે યથાથભાવે આપણા દેશનું કાર્ય કરવાને યાત્રાએ નીકળીએ, ત્યારે તેના માહાભ્યને બળે નાના મોટા અનેક વિક્ષેભ આપણને સ્પર્શ કરી શકે નહિ-ક્ષણે ક્ષણે નાના નાના મતભેદને માટે દેવાદેડી કરી વૃથા યાત્રાભંગ કરે પાલવે નહિ.
આપણા દેશમાં આજકાલ જે સર્વ આલન–આલેચનાના તરંગે ઉઠ્યા છે, તેમાં કેટલાક તે માત્ર કલહસ્વરૂપ છે. બેશક, દેશવત્સલ લેક એ કલહને માટે અંદર અંદર શરમાય છે, કારણ કે કલહ નિર્બળનું બળ છે, અકર્મશ્યનો એક પ્રકારને આત્મવિદ છે.
દેશમાં ચારે દિશાએ દષ્ટિ નાખશે તો જણાશે કે લેક એટલું દુઃખ એ મૂંગે મોઢે વહન કર્યા જાય છે કે જગતમાં બીજે કઈ સ્થાને એ દેખાવ નજરે પડશે નહિ. નિરાશા, નિરાનંદ, ભૂખ, રોગ એ સાએ પ્રાચીન ભારતવર્ષનાં મંદિરની ભીંતને તોડીફોડીને ધૂળ કરી છે. દુઃખના જેવું કઠેર સત્ય બીજું કયું? એના જેવી દારુણ પરીક્ષા બીજી કઇ? એની સાથે રમત કયે ચાલે નહિ, એની સામે આંખો મીંચી શકાય નહિ, એ સંબંધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com