________________
પખના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૩૪૫
નથી, એ તે કેન્દ્ર કેનુ'? અને જેમાં દેશના કાઈ કમના ઉદ્યાગ નથી, જ્યાં માત્ર દાવાઢાવીની વાત થાય એ સભા દેશની રાજકમસભા સાથે સહયાગી થવાની આશા કરે કયા સત્યે અને કેાની શક્તિના જોરે ?
મિલે આવીને જેમ શાળાને મારી નાખી છે, તેમ પરદેશી શાસને પણ સગ્રહ અને સવવ્યાપી થઈને આપણા ગ્રામ્યસમાજની સહજ વ્યવસ્થાને નષ્ટ કરી નાખી છે. ધીરે ધીરે પ્રચાજનના વિસ્તાર સાથે નાની વ્યવસ્થા જો માટી થતી જાય, તા એ સારૂજ છે, એમાં કઇ ખાટું નથી; પણ તે સ્વાભાવિક રીતે વિકાસ પામતી જવી જોઇએ. આપણી જે ગ્રામ્યવ્યવસ્થા હતી, તે નાની હતી તાપણુ આપણી હતી; પરદેશી વ્યવસ્થા ગમે એટલી માટી હાય, તેપણ તે આપણી નથી. પરિણામે એનાથી આપણી શક્તિ જડ થઈ ગઈ છે, એટલું જ નહિ, પણ આપણાં બધાં કામ ઠીક રીતે સરતાં પણ નથી. પેાતાની આંખાને આંધળી કરીને પારકાની આંખે જોઇ ચાલવાનું કદી જ મનગમતું હાય નહિ.
એજ કારણે હાલ જોઇએ છીએ કે, ગામડાંમાં ચેષ્ટાનાં કઇ લક્ષણ દેખાતાં નથી. પહેલાં જળાશયે। હતાં, તે આજ પુરાઈ ગયાં છે; કારણ કે દેશનું કામ બંધ પડયું છે. ગામનાં ગેાચર ગામના રક્ષણ વિના ચાલ્યાં ગયાં છે; દેવાલયે તૂટી પડયાં છે તેના ઉદ્ધાર કરવાની શક્તિ આપણામાં રહી નથી; ગામના જે પડિત હતા તેમના મૂખ દીકરા કચેરીઓમાં જૂઠી સાક્ષીએ પૂરવાના ધંધા લઇ બેઠા છે. જે ધનવાનાને ઘેર અવસર આવતાં જાત્રા ભરાતી અને ગાન દ્વારા સાહિત્યરસ જામતા અને ધમની ચર્ચા થતી; તે બધા ધનવાન શહેરમાં ચાલ્યા ગયા છે. જે દુળના સહાયકા હતા, શરણાગતના આશ્રયસ્તંભા હતા, દુરાચારીને દંડ દેનારા હતા તેમનું સ્થાન પેાલીસના દારાગાએ લઇને શું કરવા માંડયુ છે એ તે કાઈથી અજાણ્યું નથી. લાકહિતના કાઇ ઉચા આદ, પારકાને માટે આત્મત્યાગનું ઉંચુ દૃષ્ટાન્ત ગામમાં હવે રહ્યું નથી; કેાઇ વિધિનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com