________________
- પ્રવેશ ૮ મિ
૪૨૯
એને કહે કે મને જવા ન દે.
રાજા–તમને અટકાવવા કેઈજ નથી રેકવાનું. પવનના તોફાનને લીધે મેઘસમૂહમાંથી છુટા પડેલા મેઘખંડની માફક તમે મન ફાવે ત્યાં ભલે જાએ.
સુદશના–હવે હદ થઈ છે, મારૂં બળ ખૂટી ગયું છે. મને અંદરથી કેઈક ગતિ આપી રહ્યું છે. હું મારું લંગર હવે ઉઠાવી લઉં છું. હું ડૂબીશ તે ભલે ડૂબીશ, પણ તમારે ઘેર પાછી તો નહિ જ આવું.
(રાણું બહાર દોડી જાય છે)
[ સુરંગમા ગાતી ગાતી આવે છે] સુરંગમા–તમે મને તમારાથી દૂર કાઢી મૂકે છે એ તમારી કેવી વિચિત્ર ઈચ્છા કહેવાય ? ભટકી ભટકીને પાછી હું તમારા જ ચરણ આગળ આવવાની છું. અત્યારે તમે તમારા પ્રેમના ઉપર બેપરવાઈને ઓછાડ ઓઢાડો છે-તમારા પ્રેમાળ હાથવડે તમે મને દૂર ખસેડે છેપણ તે પાછી તમારા તરફ ખેંચી લેવાને માટે જ. એ. રાજજી! તમારા આખા રાજ્યમાં તમે આ કેવી વિચિત્ર લીલા કરી રહ્યા છે ?
સુદર્શના–(પાછી આવીને) રાજાછ! એ રાજાજી! સુરંગમા–તે તે ગયા.
સુદર્શન–ગયા ? બહુ સારું ત્યારે તેમણે હવે સદાને માટે મારે ત્યાગ કર્યો છે એમજ મારે સમજી લેવું. હું ગએલી પાછી આવી પણ એમનાથી મારે સારૂ એક પળ વાર પણ થોભાયું નહિ! ઠીક હવે, હું પૂરેપુરી સ્વતંત્ર છું. સુરંગમા! મને પાછી રાખવાનું કહેતા ગયા છે?
સુરંગમા–તેમણે મને કાંઈ જ કહ્યું નથી. સુદશના–શું કરવા કહે? તેમને મારી દરકાર જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com