________________
આ ધારા રંગમહેલનાં રાજા
સુદર્શના——તું તેનું નામ જાણે છે? સુરંગમા—હા, તેનું નામ સુવર્ણ છે.
સુદર્શનાએમ, ત્યારે તે તે જ આન્યા છે. મને એમ થયા કરતું કે “હું અહી ઉકરડાના કચરા જેવી, સડેલા મૂડદાની હાલતમાં પડી છું. મને અડકતાં પણ સૌ સૂગાય છે.” પણ આખરે આવ્યા ખરા. મારા હૃદયના દેવ તા મને છેડાવવા આવ્યા ખરા ! તું સુવણ ને ઓળખે છે ?
૪૩૮
સુરગમા—હું જ્યારે મારા પિતાને ઘેર રહેતી હતી ત્યારે તેમના ગારખાનામાં—
સુદના-ચૂપ રહે, ચૂપ રહે. નથી મારે તારે મેાઢેથી તેની વાત સાંભળવી. તે મારા હૃદયના દેવ છે, મારા ઉદ્ધાર કરનાર છે. તું તેને વિષે આવાં જૂઠાણાં નહિ કહે તેપણ ચાલશે; હું મારી મેળે તેને ઓળખી લઈશ. પણ તારા રાજા જોયા ને ! કેવા છે તે ? મને આવી માઠી હાલતમાંથી છેડાવવાનું તેને લગારે મન થયું? હવે મારે વાંક ન કાઢતી. અહીં ગુલામડીની માફક વૈતરાં કરીને તેને સારૂ જીવું ત્યાંસુધી રાહ જોયા કરૂ એમ ? તારા જેવી દીનતા, સહનશીલતા અને શરણાગતિ મને નહિ આવડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com