________________
प्रवेश १३ मो
[ સ્થળ–કાંચીના રાજાની છાવણું ] સુવર્ણ–ત્યારે તમારું એવું માનવું છે કે, હવે તમારે રાજાઓએ એક બીજાની સાથે લડવાની જરૂર જ રહી નથી?
કાંચી–મેં બધા રાજાઓને ખૂબ સમજાવ્યા અને તેથી બધાએ મળીને એવો ઠરાવ કર્યો છે કે, રાજકુમારી આપણામાંથી જે રાજાને પરણવાનું પસંદ કરે તે તેને પરણે અને બાકીનાઓએ પછી કશી તકરાર કરવી નહિ.
સુવર્ણ–તે હવે તમારે મારું કશું પ્રયોજન રહ્યું લાગતું નથી, તેથી મને હવે છૂટે કરે. હું મૂળે જ કશા કામને ન હતું અને તેમાં આ નવી આફતને જોઈને મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, મારી હિંમત છૂટી ગઈ છે. હવે તમે મારી પાસેથી કશું કામ લઈ શકવાના નથી.
કાંચી–સ્વયંવર વખતે તારે મારે માથે છત્ર ધરીને ઉભા રહેવાનું છે.
સુવર્ણ—આ દાસ તમે જે કહો તે કરવા તૈયાર છે; પણ તમને એથી ફાયદે શું છે?
કાંચી–ભલા માણસ! તારી નિર્બળ બુદ્ધિને લીધે તારામાં કઈ જાતની મહત્વાકાંક્ષા જ સ્કુરતી નથી. રાણી તારા રૂપ ઉપર કેટલી દિવાની બની ગઈ છે તેની તને ખબર જ નથી. પણ રાજાઓની સભામાં રાજાના માથા ઉપર છત્ર ધરનાર સેવકને તે વરમાળા પહેરાવવાનું પસંદ તે નહિ કરે, પરંતુ તે છતાં તેનું મન તે તારામાં ને તારામાંજ એંટી રહેવાનું એમાં કશે શક નથી. એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com