________________
૪પ૬
અંધારા રંગમહેલને રાજા
પપપપપ
કાંચી–સેનાપતિ ! હું પણ આવું છું; પણ તમારા રાજાને નમન કરવાને નહિ પરંતુ તેની સાથે રણમેદાનમાં યુદ્ધ કરવા માટે.
બુક દાદા–જેના મનને જે ભાવ તે તેને સત્કાર થશે. મારા રાજાને રણમેદાનમાં મળવાની તમારી ઈચ્છા છે તો તે તમને ત્યાંજ મળશે. એ સ્થાન પણ તમારા સત્કારને માટે ગ્ય જ છે.
વિરાટ–મિત્ર ! હજી જરા વિચાર કરે. આપણે કલિપત બીકથી ડરી જઈને નાસભાગ તે નથી કરતા? મને લાગે છે કે, આપણા બધામાં કાંચીરાજ જ અંતે ફાવી જશે.
પાંચાલ–તેમ થાય તે ના પણ ન કહેવાય. ફળ જ્યારે હાથવેંતમાં આવ્યું હોય ત્યારે જરા લાંબો હાથ કરીને તેને તોડયા વગર ચાલ્યા જવું એ નામર્દાઈનું અને મૂર્ખતાનું લક્ષણ છે.
કલિંગ–મારો અભિપ્રાય એવો છે કે, આપણે સૌએ કાંચીરાજની સાથે સામેલ થઈ જવું એમાં જ ડહાપણ છે. જ્યારે તે આટલું બધું સાહસ ખેડવા તૈયાર થાય છે ત્યારે તેના મનમાં કોઈ ચોક્કસ જોજના હોવી જોઈએ; તેને કેઈ વિશિષ્ટ ઉદેશ હૈ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com