________________
પ્રવેશ ૧૮ મે. લોકે જુએ અને મારી હાંસી કરે, તેની શરમને ખટકે હજી મારા મનમાંથી નથી નીકળી ગયો. હજી લેકલજજાના ભયમાંથી હું મુક્ત નથી થયે.
બુક દાદા-- કે તે બધે એવા જ હોય. જેના થી એકની આંખમાં આંસુ આવે તે જોઈને બીજાને ખાલી હસવું જ આવ્યા કરે.
કાંચી--પણ દાદા ! તમે પણ મારી માફક ભટકે છે તેનું શું કારણ?
બુક્ર દાદા--જ્યાં પિતાનું સર્વસ્વ ગુમાવી દેવું પડે છે તે પ્રદેશ તરફ હું મારી પરમસુખ રૂપ યાત્રા કરી રહ્યો છું.
[ ગાય છે. ] મારૂં સર્વસ્વ ગુમાવવાની આશા રાખીને હું તન, મન અને પ્રાણથી રાહ જોઈ રહ્યો છું.
જે સૌને રાજમાર્ગ ઉપર રવડતા કરી મૂકે છે તેની રાહ જેતે હું માર્ગની બાજુએ ઉભો રહ્યો છું.
જે પિતે ગુપ્ત રહીને આપણને જોયા કરે છે, આપણાથી અજ્ઞાત રહીને આપણું ઉપર પ્રેમ રાખે છે તેના ઉપર મારા છૂપા પ્રેમને વશ થઈને મેં મારું હૃદય તેને અર્પણ કરી દીધું છે.
મારું સર્વસ્વ ગુમાવવાની આશા રાખીને હું તન, મન અને પ્રાણથી રાહ જોઈ રહ્યો છું.
જે સીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com