________________
प्रवेश २० मो
[સ્થળ–અંધારા રંગમહેલમાં ] સુદના--સ્વામી ! જે પદવી તમે એક વાર મારી પાસેથી લઈ લીધી હતી તે મને પાછી ન જ આપ તે વધારે સારું. હું તમારા ચરણની દાસી છું, અને દાસી તરીકે જ તમારી સેવા કરવાનો અધિકાર માગું છું.
રાજા--હવે તમારાથી મારે સમાગમ સહન થશે ને?
સુદશના--થશે જ, થશેજ. શા માટે નહિ થાય? હું તમારા દર્શનથી ભડકીને ભાગી ગઈ; કારણ કે મેં મારા અંધારા રંગમહેલમાં નહિ પણ વિહારેદ્યાનની વચમાં તમને જોવાની મેં ઈચ્છા રાખી. ત્યાં તો તમારે ક્ષુદ્રમાં શુદ્ર સેવક પણ તમારાથી વધારે સુંદર દેખાય છે. એ તૃષાનું ઘેન મારી આંખમાં ચઢયું હતું તે હવે સદાને માટે એસરી ગયું છે. મારા નાથ ! તમે સુંદર તે નથી, પણ અદ્વિતીય છે-અનુપમ છે.
રાજા--પણ જેની તુલના મારી સાથે કરી શકાય તે તમારી પોતાની અંદર જ છે.
સુદર્શના-તેમ હોય તે તે પણ અદ્વિતીય અને અનુપમ છે. તમારો પ્રેમ મારામાં વિરાજે છે અને તેમાં તમારા સ્વરૂપનું પૂર્ણ પ્રતિબિંબ પડે છે. તમે મારામાં તમારા સ્વરૂપનું દર્શન કરે છે, પણ મારા હૃદયેશ્વર ! એ બધુંય તમારૂં છે–મારૂં એમાંનું કાંઈ જ નથી.
રા––ત્યારે હવે આજે આ અંધારી મેડીનાં દ્વાર હું મારે હાથે ઉઘાડી નાખું છું—આપણી રમત રમાઈ ગઈ છે. આ, રાણજી ! હવે મારી સાથે બહાર પ્રકાશમાં પધારે !
સુદર્શના--પણ તે પહેલાં મને એક વાર ફરીથી મારા અંધકારના રાજાને, મારા નિષ્ફર, નિમમ, ભયાનક અને અદ્વિતીય પ્રાણપતિને ચરણે મારું મસ્તક નમાવવાની રજા આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com