Book Title: Bharat Dharm ane Andhara Rang Mahelno Raja
Author(s): 
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 502
________________ ૪૭૮ વાંચતે, ત્યારે તેનું આખું શરીર પુલકિત થઈ જતું; હૃદય નાચી ઉઠતું અને કલાકો સુધી આનંદાશ્રુ વહાવતે ! પિતાના ગીતા પુસ્તકને તે ઈષ્ટદેવની મૂર્તિ સમાન ગણતો. - લોકમાન્ય તિલક મહારાજ-“ગીતારહસ્ય”માં લખે છે કે સમસ્ત સંસારના સાહિત્યમાં ગીતાના જેવો કઈ પણ ગ્રંથ નથી.” એ ઉપરાંત બૌદ્ધોને ત્રિપીટક અને ધમ્મપદ તથા ખ્રિસ્તીએના બાઈબલ સાથે પણ ગીતાની તુલના કરીને તેમણે એજ નિષ્કર્ષ કાઢયો છે કે “દુઃખી આત્માને શાંતિ આપનાર, આધ્યાત્મિક પૂર્ણ દશાની ઓળખાણ આપનાર અને ટુંકામાં ચરાચર જગતનાં ગૂઢ તને સમજાવનાર ગીતાના જેવો કઈ ગ્રંથ સમસ્ત વિશ્વની કઈ ભાષામાં નથી.” “ વર્ણને, આશ્રમને, જ્ઞાતિને, દેશને, સ્ત્રીને કે દ્રાદિને ભેદ ન રાખતાં સર્વ કોઇ માટે એક સરખી સદ્ગતિ સમજાવનાર અને ઇતર ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવનાર એવી જે જ્ઞાન, ભક્તિ અને કર્મયુક્ત ગીતા, એ તે સનાતન વૈદિક ધર્મરૂપી વિશાળ વૃક્ષનું એક અત્યંત મધુર અને અમૃતપદને પમાડનારું અમર ફળ છે.” - “આ ગીતા ધર્મમાં વૈદિક ધર્મને જે સમગ્ર સાર સમાયલે છે, તે સારભૂત નિત્યધર્મને જાણીને કેવળ કર્તવ્ય તરીકેજ સર્વ ભૂતહિતાર્થે પ્રબળ પ્રયત્નો કરીને વિજય મેળવનારા કર્મવીરે તથા ધર્માત્મા જ્યારે આ ભારતભૂમિને અલંકૃત કરતા હતા, ત્યારે આ દેશ ઈશ્વરકૃપાને પાત્ર થઈ જ્ઞાનને અનુસરતા ચારિત્ર્ય ઉપરાંત ઐશ્વર્યને પણ શિખરે પહોંચી ચૂક્યો હતો; અને જ્યારથી એ બંને લેકમાંથી તારનારો તથા પરમ શ્રેયસ્કર એવો પૂર્વતર ધર્મ છૂટતો ચાલ્યો ત્યારથી જ ભારતવાસીઓની દુર્દશા શરૂ થઈ છે.” હિંદુધર્મ અને નીતિશાસ્ત્રનાં મૂળ તત્ત્વ જેણે જાણવાં હોય તેણે આ અપૂર્વ ગ્રંથનું અવશ્ય અને પ્રથમ અધ્યયન કરવું જોઇએ. કારણ કે યોગ, સાંખ્ય, ન્યાય, મીમાંસા, ઉપનિષદો, વેદાન્ત વગેરેના રૂપમાં ક્ષરાક્ષર સૃષ્ટિને તથા ક્ષેત્રક્ષેત્રજ્ઞના જ્ઞાનનો વિચાર કરનારાં પ્રાચીન શાસ્ત્રો યથાશય પૂર્ણાવસ્થાએ પહોંચ્યા પછી વૈદિક ધર્મને જે જ્ઞાનમૂલક, ભક્તિપ્રધાન તથા કર્મયોગપરાયણ એવું છેવટનું સ્વરૂપ અપાયું; અને જે સ્વરૂપ હાલના પ્રચલિત વૈદિક ધર્મના મૂળરૂપ છે; તેજ સ્વરૂપ આ ભગવદ્ગીતામાં પ્રતિપાદન કરેલું છે; અને તેથી જ કહી શકાય કે, હિંદુધર્મનાં તો સંક્ષેપમાં અને નિ:સંદેહ સમજાવી શકે એવો ગીતાના જેવા બીજો કોઈ ગ્રંથ સંસ્કત વામયમાં નથી ચીની અનુવાદક-ગીતાને આ અનુવાદક શ્રીકૃષ્ણના જ્ઞાન ઉપર એટલો આસક્ત હતો કે તે દરરોજ ત્રણ-ચાર વાર પ્રેમરુદન કરતે. ચીનાઓએ તો એનું જ નામ “કિષનજી” (કૃષ્ણજી ) પાયું હતું; અને અત્યારે તો ત્યાં એનું મૂળ નામ કોઈ પણ જાણતું નથી. - ~-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504