________________
૪૭૬
એકાદ ઉત્તમ ગવૈયા ઈચ્છે ત્યારે જેમ પાતાના વાજીંત્રમાંથી ચહાય તે સ્વર કાઢી આનંદ લે છે; તેમ એક વાંચનાર પણ જ્યારે ઇચ્છે ત્યારે એકાદ ઉત્તમ ગ્રંથમાંથી પેાતાને મનગમતા અવાજ કાઢી આનદમગ્ન થઈ શકે છે.”
“ અવકાશની એકાદ ક્ષણને પણ ઉપયાગ કરી લેવા માટે ગ્લેડસ્ટન જેવા પ્રતિભાશાળી પુરુષ પણ ગજવામાં સદાય એકાદ પુસ્તક લઇને ફરે; તો પછી આપણા જેવાઓએ તે ખુલ્લી વૃથા જતી કિંમતી ક્ષણેાને બચાવવા માટે શું ન કરવું જોઇએ ?”
“ખારાક વિનાના શરીરની પેઠે જ્ઞાનવિનાનું મન પણ નિર્માલ્ય છે. એ જ્ઞાનને મેળવવાનુ સર્વોપરિ સાધન વાચન હેાવાથી જે ધરમાં સારાં પુસ્તકા નથી, તે ધર ધર નહિ પણ નિર્માલ્ય તનમનવાળાં જીવતાં મુડદાંઓને રહેવાની ધારજ છે.”
એક વિદ્વાન ઢીંકજ કહે છે કે, વાંચવાની હાંશ છેડી દેવાના બદલામાં કોઇ મને આખા હિંદુસ્તાનની સંપત્તિ આપે, તેપણ હું તેને કદી ઈંડુ નહિ.''
“પુસ્તકા તરુણાવસ્થામાં સુમા` દેખાડે છે, વૃદ્ધાવસ્થામાં મન રજત કરે છે અને ઉદાસીને વખતે સમાધાન કરીને આપણુ જીવન આપણને નકામું લાગવા દેતાં નથી. વળી તે આપણી ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશાને નાશ કરે છે.”
“એક પાશ્ચાત્ય પંડિતને તે એટલે સુધી મત છે કે— માણસને લૂગડાંલત્તાંની જેટલી જરૂર નથી તેટલી પુસ્તકાની છે.' તે પાતે પણ જરૂરનાં પુસ્તક ખરીદી લેતાં સુધી લૂગડાં લેવાનું મુલતવી રાખતા. તેને સિસેરાનાં પુસ્તકા બહુ ગમતાં. તે વાંચતા ત્યારે ત્યારે ‘હું વધારે સારા થયે। છુ...' એમ તેને લાગતુ.”
“ઉત્તમ ગ્રંથા, તેનું સેવન કરનારાઓમાં ધમ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌય, ધૈય તથા પરાપકારવૃત્તિને વિસ્તારે છે, અને જેમ જેમ એ દૈવી ગુણાની સત્તા જામતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવાની જડ નાશ પામતી જાય છે.”
“પ્રથાની એડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડે તાપણુ એ ગ્રંથેાજ માનસવાણીથી તમને કહેશે કે ‘અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે તે લ્યા અને વાપરા, એટલે તમારૂ કલ્યાણ થશે.’ શુ આ માનસવાણી ઓછી કિંમતી છે? ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com