________________
૪૭૫ એ સેનાની ખાણ છે અને પુસ્તકે તે તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મેટી કિંમતી નટે છે અને પુસ્તકે તે આપણા રાજના ઉપયોગમાં આવી શકે એવા ચલણું સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકે તે એ વાયુને ખેંચી લાવી ઠંડક આપનાર પંખાઓ છે; જ્ઞાન એ અગ્નિ છે અને પુસ્તકો તે એ અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે અને પુસ્તકે તે આપણને રહેવા લાયક મકાન છે; જ્ઞાન એ અનાજને ભંડાર છે અને પુસ્તકે તે રોટલા છે; જ્ઞાન તે મેઘ છે અને પુસ્તકે તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણભરેલાં માટલાં છે; અને જ્ઞાન તે સર્વશક્તિમાન પરમાત્મા છે અને પુસ્તકો તે એને રસ્તે દેખાડનાર પૂજનીય દે છે.”
સવ, પઢિયાર મને પુસ્તકો વાંચવાથી જે આનંદ મળે છે તેવો આનંદ આ જગતમાં બીજા કોઈ પણ કામમાં નથી મળતો. * * * માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનાર ગ્રંથને પ્રચાર થયા વિના કોઈ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીય ભાવના (સ્વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી.x x x બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં છે. પશુ આદિના જેવી ઈદ્રિયતૃપ્તિ સિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકો કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. x x x સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદૈવ સાહિત્યસરોવરનાં કમળની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હોય, તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખો પણ તુચ્છજ લાગે છે.”
બંકિમચંદ્ર “ગરીબોને દરિદ્રતામાંથી છોડાવવાની, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની ગ્રંથમાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ ચીજમાં નથી.”
માર્ડન પુસ્તક પ્રત્યેને સ્નેહ એ ઈશ્વરી રાજ્યમાં પહોંચવાને પરવાને છે.” “ખરાબ ચોપડીઓનું વાચન, એ તો ઝેર પીવાસમાને છે.”
“મહેલથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે સતિષ તમને નહિ મળે, તે સંતોષ તમને ઉત્તમ પુસ્તકોથી પ્રાપ્ત થશે.”
લીલા વનમાં ભૂખે મરનાર પશુમાં અને આટલાં આટલાં વાંચવાનાં સાધન છતાં જ્ઞાનહીન રહેનાર મનુષ્યમાં શું તફાવત ?”
સહવાસથી જેમ માણસના ગુણની અને પ્રકૃતિની પરીક્ષા થાય છે, તેમ જે પુસ્તકોને તેને શેખ હોય છે તે ઉપરથી પણ તેના વિષે અનુમાન થાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com